ગુજરાતના અગ્રગણ્ય સાહિત્યકારોમાંના એક, દેશભક્ત, મુત્સદ્દી તેમજ કુશળ વહીવટદાર એવા ક. મા. મુનશીએ લખેલી પહેલી નવલકથા એટલે ‘વેરની વસૂલાત’. ‘સ્ત્રીબોધ’ માસિકમાં પ્રગટ થયેલી તેમની પહેલી નવલિકા ‘મારી કમલા’ની લોકપ્રિયતાના પગલે ઈ.સ.1913માં ‘ગુજરાતી’ પત્રના માલિક અંબાલાલ બુ. જાનીના આમંત્રણથી તેમણે ‘વેરની વસૂલાત’ નવલકથા લખી, જે આ પત્રમાં ક્રમશ: પ્રસિદ્ધ થઈ. આ નવલકથા એટલી લોકપ્રિય થઈ હતી .. Read More
ક.મા.મુનશીએ ભલે અનેકવિધ ક્ષેત્રે માતબર પ્રદાન કર્યું હોય, પણ તેમને અમરત્વ બક્ષ્યું છે તેમની સાહિત્યિક કૃતિઓએ. તેમણે સાહિત્યના વિવિધ પ્રકારો ખેડ્યા છે જેમાંથી નવલકથાઓમાં તેમની સાહિત્યિક પ્રતિભા સોળે કળાએ ખીલી છે. નવલકથાકાર તરીકે મુનશીજીની ખરી પ્રતિભાના દર્શન આપણને તેમની ઐતિહાસિક નવલકથાઓમાં થાય છે. એમાં શિરમોર સમી નવલકથાઓ એટલે ગુજરાતના સોલંકીયુગના એક સળંગ કથાનકના ત્રણ સોપાનો .. Read More
શ્રીકૃષ્ણ – આ એક એવું પૌરાણિક છતાં આધુનિક પાત્ર છે જેના પર લગભગ સૌથી વધુ સાહિત્ય લખાઈ ચૂક્યું હશે. એમની કહાણીઓ તેમજ મહાનતાને શબ્દો દ્વારા વ્યક્ત કરવી દરેક લેખક માટે એક પરીક્ષા જેવું હશે, પણ દૈવી શ્રીકૃષ્ણને એક માનવ તરીકે દર્શાવતા ‘કૃષ્ણાવતાર’માં કનૈયાલાલ મુનશીએ જે રીતે આઠ ભાગમાં એમના કથાનકને ન્યાય આપ્યો છે એ અદ્ભુત .. Read More
ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલત્રયીનું બીજું સોપાન એટલે ‘ગુજરાતનો નાથ’. ‘પાટણની પ્રભુતા’થી શરૂ થયેલી જયસિંહગાથાના આ બીજા પગથિયામાં સ્વતંત્ર બનવા મથતા યુવાન જયસિંહની કથાનું નિરૂપણ છે. કથાની શરૂઆત કાકના પાટણમાં આગમનથી થાય છે. કાક એક બહાદુર, વિચક્ષણ, બ્રાહ્મણ યોદ્ધો અને પાટણના દંડનાયક ત્રિભુવનપાળનો મિત્ર છે. વિપરીત સંજોગોમાં પાટણનો સાથ આપી તેને મુસીબતથી બચાવતો .. Read More
ઓગણીસમી સદીના સુપ્રસિદ્ધ ફ્રેંચ સાહિત્યકાર જૂલે વર્નની વિજ્ઞાન-સાહસકથાઓ આજે પણ ખૂબ જ રસથી વંચાય છે. પણ ઘણા ઓછા લોકો જાણે છે કે તેમણે ફક્ત નવલકથાઓ જ નહીં પણ લઘુકથાઓ પણ લખી છે, જેમાં રમૂજકથાઓ, રહસ્યકથાઓ, સાહસકથાઓ તેમજ ગંભીર પ્રેમકથાઓનો પણ સમાવેશ થાય છે. જૂલે વર્નની આવી જ વિવિધ વિષયોને આવરી લેતી નવ લઘુકથાઓનો સંગ્રહ છે .. Read More
બુદ્ધિચાતુર્યની વાત આવે ત્યારે બીરબલ અને તેનાલીરામ જેવા સુપ્રસિદ્ધ પાત્રોની સાથે કવિ કાલિદાસ પણ યાદ આવે. અકબર – બીરબલ કે તેનાલીરામના પુસ્તકો સરળતાથી પ્રાપ્ય છે પરંતુ રાજા ભોજ અને કવિ કાલિદાસ પર લખાયેલાં પુસ્તકો જવલ્લે જ જોવા મળે છે. ‘ભોજ અને કાલિદાસ’ પુસ્તકમાં ફક્ત બુદ્ધિચાતુર્ય અને ચમત્કૃતિની 112 વાર્તાઓ જ નથી પણ આ પાત્રોના સમય .. Read More
ટાઇમ મેગેઝીનમાં અમેરિકાના સૌથી પ્રભાવશાળી 25 લોકોની યાદીમાં સ્થાન પામનાર લેખક સ્ટીફન કૉવેનું આ પુસ્તક સ્વસહાયની શ્રેણીમાં સૌથી વધુ વેચતા પુસ્તકોમાંનું એક છે. પુસ્તક મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલુ છે. ભાગ-1 દૃષ્ટિકોણ અને સિદ્ધાંતો અને ભાગ-2 સાત આદતો. લેખક દૃષ્ટિકોણને નકશા તરીકે વર્ણવે છે. જેમ સાચો નકશો ચોક્કસ પ્રદેશ સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે, તેમ જીવનમાં .. Read More
(લેખિકા: મૃણાલિની સારાભાઈ, અનુવાદક: બકુલા ઘાસવાલા) ‘એક નૃત્યમય જીવન’નું પેટાશિર્ષક ધરાવતી આ આત્મકથા ખ્યાતનામ નૃત્યાંગના મૃણાલિની સારાભાઈએ મૂળ અંગ્રેજીમાં લખેલા પુસ્તક ‘ધ વૉઈસ ઑફ હાર્ટ’નો ગુજરાતી અનુવાદ છે. વલસાડ સ્થિત નારીવાદી કર્મશીલ અને લેખિકા બકુલા ઘાસવાલાએ પ્રવાહી ગુજરાતીમાં તે ઊતાર્યું છે. ‘અમ્મા’ તરીકે જાણીતાં મૃણાલિની સારાભાઈની જીવનકથાને બકુલાબેને શી રીતે ઓળખાવી છે એ જાણવું રસપ્રદ .. Read More
નવલકથા, વાર્તા, હાસ્ય, જીવનચરિત્ર, અનુવાદ, સંપાદન જેવાં વિવિધ સાહિત્ય પ્રકારોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર હરેશ ધોળકિયાની અતિશય ચર્ચાયેલી અને વખણાયેલી આ નવલકથા છે. તેના કથાવસ્તુની પૃષ્ઠભૂમિ શિક્ષણ જગત છે. લેખક પોતે શિક્ષક હોવાથી તેની સૃષ્ટિ અને વિવિધ પાત્રોનું આલેખન કરવામાં સરળતા રહે એ માટે તેમણે આમ કર્યું છે, પણ તેમનો મૂળ હેતુ જુદો છે. રશિયન મૂળનાં .. Read More
‘અમર ગઝલો’ નામ પરથી જ પુસ્તકનો પરિચય મળી આવે છે. ગઝલના અભ્યાસુ અને સાધકો એવા રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ અને ડૉ. એસ.એસ. રાહી દ્વારા સંપાદિત આ પુસ્તકમાં ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ ગઝલો સંપાદિત કરવામાં આવી છે. જેને લોક હૈયે અમરત્વ મળ્યું હોય, લોક ચાહના મળી હોય એવી ગઝલોની પસંદગી કરવામાં આવી છે. બાલાશંકર કંથારિયાથી લઈને .. Read More
‘અમે બધાં’ એટલે ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવે દ્વારા લખાયેલી હાસ્યપ્રધાન નવલકથા. બે લેખકો દ્વારા લખાયેલું સાહિત્યનું સૌપ્રથમ સંયુક્ત લખાણ એટલે ‘અમે બધાં’. બન્ને લેખકોએ પોતાના વતન સુરતને કેન્દ્રમાં રાખીને આ કથા લખી છે. કથાનાયક છે વિપિન. વિપિન પોતે જ પોતાની કથા કહે છે. પોતાના જન્મથી લઈ લગ્ન સુધીની ઘટનાઓ તે રજૂ કરે છે. તે .. Read More
ગાંધીજીના અભિન્ન અંગ સમા બની રહેલા તેમના રહસ્યમંત્રી મહાદેવ દેસાઈ થકી ગાંધીવિષયક અનેક બાબતોનું દસ્તાવેજીકરણ થઈ શક્યું. પણ મહાદેવ દેસાઈ વિશે ક્યાંથી જાણવા મળે? જેમણે ગાંધીજીની સેવામાં જ પોતાનું અસ્તિત્વ સ્વેચ્છાએ ઓગાળી દીધું હોય એ કદી પોતાના વિશે કશું લખે જ શાના? આખરે આ મૂંઝવણનો ઊકેલ આવ્યો ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ના પ્રકાશનથી, જે મહાદેવ જન્મશતાબ્દિ વર્ષ .. Read More
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ