1993માં ‘ગુજરાત સમાચાર’માં એક કોલમ શરૂ થઈ, ‘ડૉક્ટરની ડાયરી’ ગુજરાતના લાખો વાંચકોના હૃદયમાં ઘર કરી ગયેલી આ કોલમમાં દર્દી અને ડૉક્ટર વચ્ચેના સંવાદો, પ્રસંગો અને ઘટનાને રજૂ કરતા લેખક ડૉ. શરદ ઠાકર જેઓ દર્દીને દર્દી નહીં પણ હાર્દને પાત્ર સમજતા અને લાગણી તેમજ સંવેદનાસભર ઉપચાર કરતા. એક-એક દર્દીની એક એક દાસ્તાન અને ડૉકટરના અનુભવ, પ્રસંગ, .. Read More
કુશળ અને ધારદાર વાર્તાકારોમાં અજય સોનીનું નામ મોખરે છે. અજયભાઈની વાર્તાઓ આપણને આપણી પોતાની લાગે. તેમની રજૂઆત એટલી સરળ હોય કે જાણે આપણે આજુ બાજુના વાતાવરણમાં તે ગુંથાયેલી હોય અને પાત્રોના મનમાં શું ચાલે છે તેમની મથામણ આ બધું પાત્રો દ્વારા આપણા સુધી આપોઆપ આવી જાય. તેમના આ પુસ્તકમાં કચ્છની ભૂમિ કેન્દ્રસ્થાને છે. કચ્છ જેવા .. Read More
નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થયેલી ‘બક્ષીનામા’ જાણીતાં સાહિત્યકાર શ્રી ચંદ્રકાંત બક્ષીની આત્મકથા છે. પોતાની વિશિષ્ટ શૈલી તથા મિજાજથી વાચકોના હૈયામાં અનેરું સ્થાન ધરાવનાર ચંદ્રકાંત બક્ષીએ વાર્તા, નિબંધ, નવલકથા તથા નાટ્યક્ષેત્રે વિપુલ માત્રામાં કામગીરી કરેલી છે. ‘બક્ષીનામા’ ત્રણ ખંડોમાં વહેંચાયેલી તેમની એવી આત્મકથા છે, જેમાં સચ્ચાઈનો રણકાર છે. સક્ષમ વાર્તાકાર હોવાને કારણે બક્ષીબાબુની ‘બક્ષીનામા’ વાંચતી .. Read More
‘દીકરી વહાલનો દરિયો’ પુસ્તકના પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર છે. શ્રી વિનોદ પંડ્યા અને શ્રી કાંતિ પટેલે ખાસ્સી જહેમત ઉઠાવીને આ પુસ્તકનું સંપાદન કર્યું છે. આ પુસ્તકમાં છત્રીસ લેખકો અને સાહિત્યકારોએ પોતાની દીકરી વિશે દિલથી કહ્યું છે. દરેક લેખકની રજૂઆતની અલગ અલગ શૈલી હોવાને કારણે એક જ પુસ્તકમાં વાચકને ગાગરમાં સાગર મેળવ્યાનો અનુભવ થાય છે. .. Read More
ગુજરાતના આગવાપણા માટે ‘અસ્મિતા’ જેવો શબ્દ પ્રયોજનાર કનૈયાલાલ મુનશી વિખ્યાત સાહિત્યકાર હોવાની સાથોસાથ રાજદ્વારી પુરુષ પણ હતા. ઇતિહાસની પૃષ્ઠભૂમિનો આધાર લઈને તેમણે અનેક નવલકથાઓ લખી છે, જેનો બહોળો ચાહકવર્ગ છે. તેમની ઘણી નવલકથાઓનું રૂપાંતર ફિલ્મના પડદે કરવામાં આવ્યું છે. અલબત્ત, તેમની સૌથી લોકપ્રિય નવલકથા ‘પૃથ્વીવલ્લભ’ને ગણવામાં આવે છે. આમ છતાં, પ્રત્યેક વાચકની અંગત પસંદગી રહેવાની. .. Read More
‘ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ’ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1987માં પ્રગટ થઈ હતી. ત્યારબાદ આ પુસ્તકનું પુનર્મુદ્રણ થતું રહ્યું છે. ‘ગુડ નાઇટ ડેડી’ વાર્તામાં એક બાળકી અને એના પપ્પા વચ્ચેના સંવાદો છે. વાર્તાના અંતે ચોટ છે. ‘અઢી મિનીટની વાર્તા’ની ભાષા કાવ્યમય છે તો ‘ક્રમશ:’ અને ‘મિશેલ તું મારી ભાષા સમજે છે?’ વાર્તાની ભાષા લલિત નિબંધની છે. ‘ઓમાર .. Read More
ચિંતા છોડો, સુખથી જીવો (લેખકઃ ડેલ કાર્નેગી, અનુવાદક – આદિત્ય વાસુ) વેઇન ડાયર, રૉન્ડા બર્ન, નોર્મન વિન્સેન્ટ પીલ, નેપોલિયન હિલ, રોબિન શર્મા વગેરે અને બીજા અનેક લેખકો આજે મોટિવેશનલ રાઇટર્સ તરીકે પ્રખ્યાત છે. કદાચ આમાં સૌથી પહેલું નામ આવે ડેલ કાર્નેગીનું. એમના ‘હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુએન્સ પીપલ’ પુસ્તકે અનેક લોકોને પ્રેરણા આપી અને .. Read More
કાઉન્ટ ઑફ મૉન્ટે ક્રિસ્ટો (લેખક : એલેક્ઝાન્ડર ડ્યૂમા ; અનુવાદ: સરલા જગમોહન) (પ્રકાશન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય) જગવિખ્યાત ફ્રેંચ સાહિત્યકાર એલેક્ઝાન્ડર ડ્યૂમાની અમર કૃતિઓમાંની એક ‘ધી કાઉન્ટ ઑફ મોન્ટે ક્રિસ્ટો’ નેપોલિયનના સમયને પશ્ચાદભૂમાં રાખીને લખાયેલ કથા છે. રોમાંચક અને અસ્ખલિત વાર્તાપ્રવાહ ધરાવતી આ કથા વાચકને અંત સુધી જકડી રાખે છે. આ પુસ્તકનો ગુજરાતી ભાષામાં સરળ .. Read More
દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો….. (લેખક: એમ. એફ. હુસેન, અનુવાદ: જગદીપ સ્માર્ત) ભારતીય ચિત્રકારોની આત્મકથાઓ એટલા પ્રમાણમાં લખાઈ નથી. ગુજરાતીમાં તેનું પ્રમાણ એથી ઓછું છે. આવા માહોલમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર મકબૂલ ફિદા હુસેને લખેલી આત્મકથા ગુજરાતીમાં ઉપલબ્ધ થાય એ મોટી વાત છે. મૂળ હિન્દી(ઉર્દૂ)માં ‘એમ. એફ. હુસૈન કી કહાની, અપની જુબાની’ના શિર્ષકથી .. Read More
નવભારત સાહિત્યમંદિર દ્વારા પ્રકાશિત થયેલ કાજલ ઓઝા વૈદ્ય લિખિત “દરિયો એક તરસનો” એ બે ભાગમાં અને બાવન પ્રકરણોમાં વહેંચાયેલી રસપ્રદ નવલકથા છે. ગુજરાતી ભાષામાં માનસશાસ્ત્ર પર આધારિત કથાઓ ખૂબજ અલ્પ પ્રમાણમાં છે. આ નવલકથા એક એવી સુંદર છોકરીની કથા છે જેની કિશોરાવસ્થા લાઈટ્સ, કેમેરા અને એક્શનની વચ્ચે ખોવાઈ ગઈ છે. માત્ર વીસ વર્ષની નાયિકા મોસમ .. Read More
કાકાસાહેબ કાલેલકર દ્વારા લખાયેલું પ્રવાસ-સાહિત્યનું રમણીય અને અવિસ્મરણીય પુસ્તક એટલે ‘હિમાલયનો પ્રવાસ’. તેમણે ઈ.સ.1912માં હિમાલયનો પ્રવાસ કર્યો હતો. રોજના વીસ-ત્રીસ માઈલની પગયાત્રા કરીને કુલ પચ્ચીસો માઈલનો આ પ્રવાસ ચાળીસ દિવસમાં તેમણે પૂર્ણ કર્યો હતો. અનંત-આનંદની હિમાલય-યાત્રામાં કાકાની સાથે અનંતબુવા મરઢેકર અને સ્વામી આનંદની મિત્ર-સોબત હતી. કા.કા.એ સાત વર્ષ બાદ એટલે કે ઈ.સ.1919માં પ્રવાસ-વર્ણન લખવાનો આરંભ કર્યો હતો. તેમણે આ લેખમાળા આશ્રમના સાથીઓ અને .. Read More
2006માં ‘ધ સિક્રેટ’ અને 2010માં ‘ધ પાવર’ નામના પુસ્તકો દ્વારા કરોડો લોકોની જિંદગી બદલ્યા પછી રૉન્ડા બર્નનું નામ લગભગ કોઈ માટે અજાણ્યું નથી. સેલ્ફ-હેલ્પ અને સ્પિરિચ્યુઆલિટીની થીમ પર રચાયેલ આ બંને પુસ્તકો દુનિયાભરમાં ખૂબ વંચાયા અને વખણાયા. આ જ થીમ પર ‘ધ મેજિક’ નામનું ત્રીજું પુસ્તક લઈને આવ્યા રૉન્ડા બર્ન 2012ના વર્ષમાં અને આ પુસ્તકને .. Read More
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.