નવલકથાનું નામ જ સૂચવે છે કે ભગવાન કૃષ્ણની કથા છે, પરંતુ સાવ તેવું નથી. પૂર્ણપુરુષોત્તમ શ્રીકૃષ્ણના માધ્યમથી કહેવાયેલી આ કથા એ એક રહસ્યકથા છે. સમ્રાટ યયાતિની કથાથી શરૂ થતી વાર્તાના બે માર્ગ જુદાં પડે છે અને આપણને ખ્યાલ આવે છે કે યયાતિના બે પુત્રો યદુ અને પુરુ એમના વંશજો એટલે યદુનંદન શ્રીકૃષ્ણ અને પુરુવંશી કૌરવ-પાંડવો. .. Read More
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ પોંખેલા ‘કાવ્યાલ્પ’ કાવ્યસંગ્રહ પછી કવિ અલ્પા વસા વાર્તા તરફ ગતિ કરે છે અને ‘વાર્તાલ્પ’ ટૂંકીવાર્તાસંગ્રહ આપે છે. વાર્તા તો જીવનના દરેક તબક્કે, હરેક સમયે મળી જતી હોય છે, જરૂર હતી ફક્ત સંવેદનશીલ બનવાની અને આંખ-કાન ખુલ્લા રાખવાની અને એમ કરતાં લેખિકા આપણને વાર્તાના એક નવા વિશ્વમાં લઈ જાય છે. પરંતુ .. Read More
વિશ્વવિખ્યાત ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગૉગનું જીવન આલેખતી, અમેરિકન ચરિત્રકાર અરવિન્ગ સ્ટોને લખેલી કથા ‘લસ્ટ ફોર લાઈફ’ વિશ્વભરના વાચકોની પ્રિય કૃતિ છે. આ કૃતિ પરથી આ જ નામની ફિલ્મનું પણ નિર્માણ હોલીવૂડમાં થઈ ચૂક્યું છે. આ અદ્ભુત કૃતિને ગુજરાતીમાં ઊતારવાનું, અને એ રીતે વિન્સેન્ટ જેવા ચિત્રકારના જીવનનો સઘન પરિચય કરાવવાનું શ્રેય વિનોદ મેઘાણીને જાય છે. .. Read More
‘ધૂમકેતુ’ તરીકે વધુ જાણીતા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીએ સાહિત્યનાં તમામ ગદ્યસ્વરૂપો ખેડ્યાં છે, પણ તેમની વાર્તાઓ વધુ લોકપ્રિય રહી. તેમના 24 વાર્તાસંગ્રહો પ્રગટ થયા. એમાંથી ચૂંટેલી ઉત્તમ વાર્તાઓના પણ સંગ્રહો થયા. વર્ષ 1965માં પ્રકાશિત થયેલા ‘ધૂમકેતુનાં વાર્તારત્નો’માં કુલ 25 વાર્તાઓ સામેલ કરવામાં આવી છે. કેટલીક વાર્તાનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે: (1) ભૈયાદાદા: 25 વર્ષથી એક .. Read More
શ્રી ધ્રુવ ભટ્ટની દરેક નવલકથામાં કશો નવો જ વિષય હોય. એમની એવી જ એક રસપ્રદ નવલકથા ‘કર્ણલોક’ 2005માં પ્રગટ થઈ છે. આ નવલકથામાં એક અનાથાશ્રમની વાત છે. આ અનાથાશ્રમમાં સંજોગોને આધિન એવાં કુમળાં બાળકો રહેતાં હોય છે. એ બાળકોને અનાથાશ્રમનું સંચાલન કરનારા વિવિધ સામાજિક કાર્યકરો, કર્મચારીઓ અને અધિકારીઓ સાથે પનારો પડે છે. આ બધા સામાજિક .. Read More
‘મોતીચારો’, ‘મનનો માળો’, ‘સાયલન્સ પ્લીઝ’ જેવી સુપ્રસિદ્ધ કૃતિઓના સર્જક ડૉ. આઈ. કે. વીજળીવાળાનું બાળકો માટેનું સર્જન એટલે ‘હીરાનો ખજાનો’. બાળકોને સાહસ – રોમાંચ – રહસ્યપૂર્ણ કથાઓ ખૂબ જ આકર્ષે છે. આ બાબતને ધ્યાનમાં રાખી તેમણે લખેલી કૉંગો-આફ્રિકાની રોમાંચક સાહસકથા ‘હીરાનો ખજાનો’ બાળકોને અવનવા અનુભવો પૂરા પાડતી અને મુસીબતના સમયમાં ધીરજ અને સૂઝબૂઝથી આગળ વધી સંકટનો .. Read More
આ પુસ્તકમાં વિવિધ લેખકોએ રચેલાં તેર એકાંકીઓનો સમાવેશ થયો છે. સંપાદક શ્રી ચંદ્રવદન મહેતાએ આ સંગ્રહની પ્રસ્તાવનામાં સંગ્રહનું કારણ આપતાં લખ્યું છે કે, ‘અત્યાર સુઘીનાં એકાંકીઓમાં આવેલા વળાંકો અને પ્રોયોગોને આ સંગ્રહમાં સ્થાન આપ્યું છે.’ સંપાદકનો આ પુસ્તક પ્રગટ કરવા પાછળનો ખ્યાલ, વાચકો સમક્ષ ગુજરાતી એકાંકીઓનો નકશો મૂકવાનો હતો. આ પુસ્તકમાં જે લેખકોનાં એકાંકીઓ પ્રગટ થયાં .. Read More
એકલો જાને રે ડૉ. શરદ ઠાકર (Gujarati Author – Dr. Sharad Thakkar) લિખિત ડૉ. એચ. એલ. ત્રિવેદીની જિંદગીમાં બનેલી સત્ય ઘટના પર આધારિત નવલકથા છે, જેનું નવભારત સાહિત્ય મંદિર દ્વારા વર્ષ 2015માં પ્રકાશન કરવામાં આવ્યું. સામાન્ય પરિસ્થિતિમાંથી પસાર થઈને, અનેક અગવડો અને કષ્ટોનો સામનો કરીને એક સામાન્ય છોકરો ગરીબ કુંટુંબમાંથી બહાર નીકળીને આગળ ડોક્ટરના અભ્યાસ .. Read More
‘એક ટુકડો આકાશનો’એ પ્રસિદ્ધ લેખક શ્રી દિનકર જોષીએ લખેલી રસપ્રદ નવલકથા છે, જે વીર નર્મદના જીવન પર આધારિત છે. નવલકથાના લેખકે સ્પષ્ટતા કરી છે કે : ‘નર્મદે એની પોતાની વાતો આપણને કહી છે. એના વિશે ઘણી વાતો આપણને ઘણાએ કહી છે. આમ છતાં કેટલીક જગ્યાએ ઘણું ખૂટે છે. આ બધું યથાશક્તિ – યથામતિ જોયાં-તપાસ્યાં પછી .. Read More
પ્રસિદ્ધ સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠકે ‘દ્વિરેફ’ના ઉપનામથી લખેલી તેર વાર્તાઓનો આ સંગ્રહ છે, જે 1928માં પ્રગટ થયો છે. લગભગ 90 વર્ષ પહેલાંની આ વાર્તાઓ આજે પણ વાંચવી ગમે એવી છે. આ વાર્તાઓમાંથી કેટલીક વાર્તાઓની ગણના ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓમાં થાય છે. ‘એક પ્રશ્ન’ વાર્તા એક પરિવારના સભ્યો વચ્ચેના સંવાદના રૂપે છે અને વ્યંગ, રહસ્ય, કુતૂહલ .. Read More
ભારતીય સાહિત્યમાં જેનું સર્જન સર્વશ્રેષ્ઠ ગણાય છે એ છે મહાભારત. મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર સદીઓ સુધી દુનિયાની સમગ્ર પ્રજાને મોહિત કરનાર રહ્યું છે, અને એ જ છે આ કથાની નાયિકા. આ નવલકથાની લેખિકા કાજલ ઓઝા વૈદ્ય છે. જેમની ગણના ગુજરાતી ભાષાના અગ્રણી સાહિત્યકારોમાં થાય છે. આ પુસ્તક આર.આર. શેઠ એન્ડ સન્સ કંપનીએ પ્રકાશિત કર્યુ છે. આ .. Read More
અમેરિકા આપણા માટે હંમેશા ચર્ચાનો અને વાદવિવાદનો વિષય રહ્યો છે. કેટલાંક લોકો એવું માને છે કે, ‘અમેરિકામાં કાયમ માટે રહેવા મળી જાય તો આ દેશથી છૂટકારો થાય.’ એથી વિરુદ્ધ મત ધરાવનારા એવું માને છે કે, ‘આપણા દેશ જેવો બીજો કોઈ દેશ નથી. લોકો અમેરિકાનો ખોટો મોહ રાખે છે.’ આ બંને વર્ગના લોકો વચ્ચે વાદવિવાદ થતા .. Read More
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.