Gujaratilexicon

કાઉન્ટ ઑફ મૉન્ટે ક્રિસ્ટો

Author : Alexandre Dumas
Contributor : ઈશા પાઠક

કાઉન્ટ ઑફ મૉન્ટે ક્રિસ્ટો (લેખક : એલેક્ઝાન્ડર ડ્યૂમા ; અનુવાદ: સરલા જગમોહન)

(પ્રકાશન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય)

જગવિખ્યાત ફ્રેંચ સાહિત્યકાર એલેક્ઝાન્ડર ડ્યૂમાની અમર કૃતિઓમાંની એક ‘ધી કાઉન્ટ ઑફ મોન્ટે ક્રિસ્ટો’ નેપોલિયનના સમયને પશ્ચાદભૂમાં રાખીને લખાયેલ કથા છે. રોમાંચક અને અસ્ખલિત વાર્તાપ્રવાહ ધરાવતી આ કથા વાચકને અંત સુધી જકડી રાખે છે. આ પુસ્તકનો ગુજરાતી ભાષામાં સરળ શૈલીમાં સુંદર અનુવાદ શ્રીમતી સરલા જગમોહને કર્યો છે.

વાર્તાનો નાયક છે એડમંડ દાંતે. ઓગણીસ વર્ષની નાની વયે તે ‘મોરેલ એન્ડ સન્સ’ના ફારાઓં જહાજનો મુખ્ય માલમ છે. કેપ્ટન લેકલેરના મૃત્યુ પછી તેના કેપ્ટન બનવાની શક્યતાઓ છે. તેના પરિવારમાં વૃદ્ધ પિતા છે અને તેને ચાહનારી મર્સેદે છે જેની સાથે ટૂંક સમયમાં જ તે લગ્ન કરવાનો છે. ત્રણ જણ તેની અદેખાઈ કરે છે: તેના જહાજનો ખજાનચી દાંગ્લાર કે જેની સાથે તેનો અણબનાવ થઈ ચૂક્યો છે; મર્સેદેનો પિતરાઈ ફર્નાન્ડ મોન્દેગો જે પોતે તેને પરણવા ઇચ્છે છે અને દાંતેનો પાડોશી કાદરૂઝ જેને દાંતેની સફળતા ખટકે છે. મૃત્યુ પહેલા કેપ્ટન લેકલેર દાંતેને નેપોલિયનને મળીને એક પત્ર પેરિસ પહોંચાડવાની જવાબદારી સોંપે છે,. દાંગ્લાર આ વાત જાણતો હોવાથી દાંતેને ફસાવવા આ ત્રણેય મળીને તેના પર રાજદ્રોહનો ખોટો આરોપ મૂકતો પત્ર લખે છે જેના પરિણામે દાંતેની પોતાના સગાઈના સમારંભમાંથી ધરપકડ થાય છે. તેને ડેપ્યુટી મેજિસ્ટ્રેટ વિલફોર સામે રજૂ કરવામાં આવે છે.

પ્રથમ દૃષ્ટિએ જ દાંતે નિર્દોષ હોવાનું જાણી ગયો હોવા છતાં નેપોલિયને મોકલેલો પત્ર પોતાના પિતા નુઆર્તિયેરને લખાયેલો હોવાથી પોતે પણ કાવતરાબાજો સાથે ભળેલો હોવાની ખોટી છાપ પડશે એવા ભયે તે પત્ર બાળી નાખે છે અને દાંતે આ પત્રની વિગતો જાણતો હોવાથી તેને રાજદ્રોહના આરોપસર શેટૂ દ’ઈફની જેલમાં આજીવન કારાવાસની સજા આપે છે. ચૌદ વરસથી અપાર યાતના સહન કરતા અને જીવનથી નિરાશ થયેલા દાંતેને અન્ય કેદી એબે ફારિયાની હૂંફ મળે છે. આ વિદ્વાન પાદરી પાસેથી તે વિવિધ ભાષાઓ અને રસાયણશાસ્ત્રનું જ્ઞાન મેળવે છે એટલું જ નહીં, તેને ફસાવવામાં કોનો-કોનો હાથ છે તે પણ તેને સમજાય છે. દાંતેને પુત્ર સમાન ગણતા એબે ફારિયા મૃત્યુ પહેલાં એક વસિયત કરી તેને મોન્ટે ક્રિસ્ટો ટાપુ પરના પોતાના ખજાનાનો વારસદાર બનાવે છે. ફારિયાના મૃત્યુ પછી તેના શબની જગ્યાએ ગોઠવાઈને તે ત્યાંથી છટકી જાય છે.

મોન્ટે ક્રિસ્ટો ટાપુ પરના અપાર ખજાનાનો માલિક બની પોતાના પિતાને ભૂખથી મરવાની ફરજ પાડનાર અને પોતાનું જીવન બરબાદ કરનાર દાંગ્લાર, કાદરૂઝ અને વિલફોર સાથે એ જે રીતે બદલો લે છે, તે સમગ્ર ઘટનાક્રમ વાચકોને એટલી હદે એકરસ કરી નાખે છે કે તેઓ સમય અને સ્થળનું ભાન લગભગ ભૂલી જાય છે.  

વિવિધ લાગણીઓના તાણાવાણામાં ગૂંથાયેલી આ કથા વારંવાર વાંચવી ગમે તેવી છે.

 – ઈશા પાઠક

Most Popular

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects