મૂળ મહારાષ્ટ્રીયન પણ ‘સવાયા ગુજરાતી’ તરીકે જાણીતા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની નિબંધકાર તરીકેની છબિ આ પુસ્તકમાં છતી થાય છે. ગુજરાતી નિબંધને લલિત નિબંધની દીક્ષા આપનાર કાકાસાહેબ. તેમના નિબંધોમાં ચિંતન ખરું, પણ ભાર વિનાનું. પ્રકૃતિ, માનવપ્રકૃતિ અને સમાજ, ધર્મ તેમજ સંસ્કૃતિને આવરી લેતાં કાકાસાહેબના 79 જેટલાં નિબંધોનો સંગ્રહ આ પુસ્તકમાં મળે છે. કાકાસાહેબ પ્રકૃતિના કવિ તરીકે જાણીતાRead More
‘ફ્રૉમ ધ અર્થ ટુ ધ મૂન’, ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન એઈટી ડેઝ’, ‘જર્ની ટુ ધ સેન્ટર ઑફ ધ અર્થ’, ‘ફાઈવ વીક્સ ઇન અ બલૂન’ના નામે અંગ્રેજીમાં ભાષાંતરિત થયેલી ફ્રેન્ચ વિજ્ઞાન-સાહસકથાઓના સર્જક જૂલે વર્નની અન્ય એક અમર કૃતિ એટલે 1870ની સાલમાં લખાયેલ ‘20000 લીગ્ઝ અંડર ધ સી’. સબમરીનની કલ્પના કરી સમુદ્રના તળિયે રહેલી એક અભૂતપૂર્વ સૃષ્ટિનીRead More
તરતું મહાનગર (લેખકઃ જૂલે વર્ન, અનુવાદક – દોલતભાઈ નાયક) વિજ્ઞાન-સાહસકથાકાર તરીકે જાણીતા ઓગણીસમી સદીના ફ્રેંચ સાહિત્યકાર જૂલે વર્નને બાળપણથી જ સમુદ્રનું ઘેલું હતું. તેમના પિતાની ઇચ્છા તેમને કાયદાનો અભ્યાસ કરાવવાની હતી, પણ કાયદાના શુષ્ક વિષય કરતાં વધુ રસ તેમને દરિયાઈ પ્રવાસો, સાગરી તોફાનો અને તેને લગતાં સાહસોમાં હતો. આ જ કારણથી તેમની વિવિધ કૃતિઓમાં આRead More
હિન્દી અને ગુજરાતી ફિલ્મો તથા નાટકોમાં ચરિત્ર અભિનેતા અને દિગ્દર્શક તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર કે.કે. એટલે કે કૃષ્ણકાંત ભૂખણવાલાની છ દાયકાની ફિલ્મી સફરના સંભારણાંની સફર એટલે ‘ગુઝરા હુઆ ઝમાના’. ‘ગુજરાતમિત્ર’માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત મૂળ પંચોતેર હપતાની શ્રેણીનાં લખાણોને નવેસરથી મઠારીને અને જરૂર જણાઈ ત્યાં કેટલાંક પ્રસંગોને ઉમેરીને તેને પુસ્તકાકાર આપવામાં આવ્યો છે. હિન્દીRead More
‘સવાયા ગુજરાતી’ તરીકે ઓળખાતા ગુજરાતના માનીતા લેખક કાકાસાહેબ કાલેલકરના નાનપણનાં પ્રસંગોને તેમની જ કલમે સંભારણાંરૂપે આ પુસ્તકમાં રજૂ કરાયાં છે. તેમના જ કહેવા મુજબ આ સ્મરણયાત્રા આત્મચરિત્ર નથી પરંતુ તેમના બાળપણના અનુભવોની તેમજ તે વખતે તેમણે અનુભવેલી લાગણીઓ, મુગ્ધ મૂંઝવણો, ગુણદોષ, જયપરાજય, ક્ષુદ્ર અહંકાર અને સહજ સ્વાર્થત્યાગ જેવી ભાવનાઓની નિખાલસ અને નિ:સંકોચ રજૂઆત છે. 73Read More
કૃષ્ણાયન એ પ્રસિદ્ધ ગુજરાતી લેખિકા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા રચિત ખૂબ વંચાયેલુ, વખણાયેલું પુસ્તક છે. લેખિકા કહે છે કે, કૃષ્ણના જીવનની ત્રણ સ્ત્રીઓ : તેમની પ્રેમિકા – રાધા, સખી – દ્રૌપદી અને પત્ની – રૂકમણી તેમના વિષે શું મનાતી એવું કુતુહુલ એમને હંમેશા રહેતું અને એ કુતુહલથી પ્રેરાઈને થયેલું સર્જન એટલે કૃષ્ણાયન. હિરણ્ય, કપિલા અનેRead More
ભારતના ‘લોખંડી પુરુષ’ તરીકેની વિશિષ્ટ ઓળખ ધરાવતા અખંડ ભારતના રચયિતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે અત્યાર સુધીમાં ઘણું કહેવાયું અને લખાયું છે. પણ સરદારના વ્યક્તિત્વનાં કેટલાંક એવાં પાસાં છે, જે આજદિન સુધી લોકોથી અજાણ્યાં જ રહ્યા છે. આવાં દરેક પાસાંને આવરી લેતું જાણીતા પત્રકાર ઉર્વીશ કોઠારીએ લખેલું આ પુસ્તક સરદારના વ્યક્તિત્વનું અલગ જ દૃષ્ટિકોણથી સર્વાંગીRead More
નવલકથાનું નામ જ સૂચવે છે કે ભગવાન કૃષ્ણની કથા છે, પરંતુ સાવ તેવું નથી. પૂર્ણપુરુષોત્તમ શ્રીકૃષ્ણના માધ્યમથી કહેવાયેલી આ કથા એ એક રહસ્યકથા છે. સમ્રાટ યયાતિની કથાથી શરૂ થતી વાર્તાના બે માર્ગ જુદાં પડે છે અને આપણને ખ્યાલ આવે છે કે યયાતિના બે પુત્રો યદુ અને પુરુ એમના વંશજો એટલે યદુનંદન શ્રીકૃષ્ણ અને પુરુવંશી કૌરવ-પાંડવો.Read More
‘મોતીચારો’, ‘મનનો માળો’, ‘સાયલન્સ પ્લીઝ’ જેવી સુપ્રસિદ્ધ કૃતિઓના સર્જક ડૉ. આઈ. કે. વીજળીવાળાનું બાળકો માટેનું સર્જન એટલે ‘હીરાનો ખજાનો’. બાળકોને સાહસ – રોમાંચ – રહસ્યપૂર્ણ કથાઓ ખૂબ જ આકર્ષે છે. આ બાબતને ધ્યાનમાં રાખી તેમણે લખેલી કૉંગો-આફ્રિકાની રોમાંચક સાહસકથા ‘હીરાનો ખજાનો’ બાળકોને અવનવા અનુભવો પૂરા પાડતી અને મુસીબતના સમયમાં ધીરજ અને સૂઝબૂઝથી આગળ વધી સંકટનોRead More
આ પુસ્તકમાં વિવિધ લેખકોએ રચેલાં તેર એકાંકીઓનો સમાવેશ થયો છે. સંપાદક શ્રી ચંદ્રવદન મહેતાએ આ સંગ્રહની પ્રસ્તાવનામાં સંગ્રહનું કારણ આપતાં લખ્યું છે કે, ‘અત્યાર સુઘીનાં એકાંકીઓમાં આવેલા વળાંકો અને પ્રોયોગોને આ સંગ્રહમાં સ્થાન આપ્યું છે.’ સંપાદકનો આ પુસ્તક પ્રગટ કરવા પાછળનો ખ્યાલ, વાચકો સમક્ષ ગુજરાતી એકાંકીઓનો નકશો મૂકવાનો હતો. આ પુસ્તકમાં જે લેખકોનાં એકાંકીઓ પ્રગટ થયાંRead More
કાઉન્ટ ઑફ મૉન્ટે ક્રિસ્ટો (લેખક : એલેક્ઝાન્ડર ડ્યૂમા ; અનુવાદ: સરલા જગમોહન) (પ્રકાશન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય) જગવિખ્યાત ફ્રેંચ સાહિત્યકાર એલેક્ઝાન્ડર ડ્યૂમાની અમર કૃતિઓમાંની એક ‘ધી કાઉન્ટ ઑફ મોન્ટે ક્રિસ્ટો’ નેપોલિયનના સમયને પશ્ચાદભૂમાં રાખીને લખાયેલ કથા છે. રોમાંચક અને અસ્ખલિત વાર્તાપ્રવાહ ધરાવતી આ કથા વાચકને અંત સુધી જકડી રાખે છે. આ પુસ્તકનો ગુજરાતી ભાષામાં સરળRead More
કાકાસાહેબ કાલેલકર દ્વારા લખાયેલું પ્રવાસ-સાહિત્યનું રમણીય અને અવિસ્મરણીય પુસ્તક એટલે ‘હિમાલયનો પ્રવાસ’. તેમણે ઈ.સ.1912માં હિમાલયનો પ્રવાસ કર્યો હતો. રોજના વીસ-ત્રીસ માઈલની પગયાત્રા કરીને કુલ પચ્ચીસો માઈલનો આ પ્રવાસ ચાળીસ દિવસમાં તેમણે પૂર્ણ કર્યો હતો. અનંત-આનંદની હિમાલય-યાત્રામાં કાકાની સાથે અનંતબુવા મરઢેકર અને સ્વામી આનંદની મિત્ર-સોબત હતી. કા.કા.એ સાત વર્ષ બાદ એટલે કે ઈ.સ.1919માં પ્રવાસ-વર્ણન લખવાનો આરંભ કર્યો હતો. તેમણે આ લેખમાળા આશ્રમના સાથીઓ અનેRead More
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.