એકલો જાને રે ડૉ. શરદ ઠાકર (Gujarati Author – Dr. Sharad Thakkar) લિખિત ડૉ. એચ. એલ. ત્રિવેદીની જિંદગીમાં બનેલી સત્ય ઘટના પર આધારિત નવલકથા છે, જેનું નવભારત સાહિત્ય મંદિર દ્વારા વર્ષ 2015માં પ્રકાશન કરવામાં આવ્યું. સામાન્ય પરિસ્થિતિમાંથી પસાર થઈને, અનેક અગવડો અને કષ્ટોનો સામનો કરીને એક સામાન્ય છોકરો ગરીબ કુંટુંબમાંથી બહાર નીકળીને આગળ ડોક્ટરના અભ્યાસRead More
‘એક ટુકડો આકાશનો’એ પ્રસિદ્ધ લેખક શ્રી દિનકર જોષીએ લખેલી રસપ્રદ નવલકથા છે, જે વીર નર્મદના જીવન પર આધારિત છે. નવલકથાના લેખકે સ્પષ્ટતા કરી છે કે : ‘નર્મદે એની પોતાની વાતો આપણને કહી છે. એના વિશે ઘણી વાતો આપણને ઘણાએ કહી છે. આમ છતાં કેટલીક જગ્યાએ ઘણું ખૂટે છે. આ બધું યથાશક્તિ – યથામતિ જોયાં-તપાસ્યાં પછીRead More
ભારતીય સાહિત્યમાં જેનું સર્જન સર્વશ્રેષ્ઠ ગણાય છે એ છે મહાભારત. મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર સદીઓ સુધી દુનિયાની સમગ્ર પ્રજાને મોહિત કરનાર રહ્યું છે, અને એ જ છે આ કથાની નાયિકા. આ નવલકથાની લેખિકા કાજલ ઓઝા વૈદ્ય છે. જેમની ગણના ગુજરાતી ભાષાના અગ્રણી સાહિત્યકારોમાં થાય છે. આ પુસ્તક આર.આર. શેઠ એન્ડ સન્સ કંપનીએ પ્રકાશિત કર્યુ છે. આRead More
અમેરિકા આપણા માટે હંમેશા ચર્ચાનો અને વાદવિવાદનો વિષય રહ્યો છે. કેટલાંક લોકો એવું માને છે કે, ‘અમેરિકામાં કાયમ માટે રહેવા મળી જાય તો આ દેશથી છૂટકારો થાય.’ એથી વિરુદ્ધ મત ધરાવનારા એવું માને છે કે, ‘આપણા દેશ જેવો બીજો કોઈ દેશ નથી. લોકો અમેરિકાનો ખોટો મોહ રાખે છે.’ આ બંને વર્ગના લોકો વચ્ચે વાદવિવાદ થતાRead More
કુશળ અને ધારદાર વાર્તાકારોમાં અજય સોનીનું નામ મોખરે છે. અજયભાઈની વાર્તાઓ આપણને આપણી પોતાની લાગે. તેમની રજૂઆત એટલી સરળ હોય કે જાણે આપણે આજુ બાજુના વાતાવરણમાં તે ગુંથાયેલી હોય અને પાત્રોના મનમાં શું ચાલે છે તેમની મથામણ આ બધું પાત્રો દ્વારા આપણા સુધી આપોઆપ આવી જાય. તેમના આ પુસ્તકમાં કચ્છની ભૂમિ કેન્દ્રસ્થાને છે. કચ્છ જેવાRead More
ગુજરાતના આગવાપણા માટે ‘અસ્મિતા’ જેવો શબ્દ પ્રયોજનાર કનૈયાલાલ મુનશી વિખ્યાત સાહિત્યકાર હોવાની સાથોસાથ રાજદ્વારી પુરુષ પણ હતા. ઇતિહાસની પૃષ્ઠભૂમિનો આધાર લઈને તેમણે અનેક નવલકથાઓ લખી છે, જેનો બહોળો ચાહકવર્ગ છે. તેમની ઘણી નવલકથાઓનું રૂપાંતર ફિલ્મના પડદે કરવામાં આવ્યું છે. અલબત્ત, તેમની સૌથી લોકપ્રિય નવલકથા ‘પૃથ્વીવલ્લભ’ને ગણવામાં આવે છે. આમ છતાં, પ્રત્યેક વાચકની અંગત પસંદગી રહેવાની.Read More
નવભારત સાહિત્યમંદિર દ્વારા પ્રકાશિત થયેલ કાજલ ઓઝા વૈદ્ય લિખિત “દરિયો એક તરસનો” એ બે ભાગમાં અને બાવન પ્રકરણોમાં વહેંચાયેલી રસપ્રદ નવલકથા છે. ગુજરાતી ભાષામાં માનસશાસ્ત્ર પર આધારિત કથાઓ ખૂબજ અલ્પ પ્રમાણમાં છે. આ નવલકથા એક એવી સુંદર છોકરીની કથા છે જેની કિશોરાવસ્થા લાઈટ્સ, કેમેરા અને એક્શનની વચ્ચે ખોવાઈ ગઈ છે. માત્ર વીસ વર્ષની નાયિકા મોસમRead More
ગુજરાતના અગ્રગણ્ય સાહિત્યકારોમાંના એક, દેશભક્ત, મુત્સદ્દી તેમજ કુશળ વહીવટદાર એવા ક. મા. મુનશીએ લખેલી પહેલી નવલકથા એટલે ‘વેરની વસૂલાત’. ‘સ્ત્રીબોધ’ માસિકમાં પ્રગટ થયેલી તેમની પહેલી નવલિકા ‘મારી કમલા’ની લોકપ્રિયતાના પગલે ઈ.સ.1913માં ‘ગુજરાતી’ પત્રના માલિક અંબાલાલ બુ. જાનીના આમંત્રણથી તેમણે ‘વેરની વસૂલાત’ નવલકથા લખી, જે આ પત્રમાં ક્રમશ: પ્રસિદ્ધ થઈ. આ નવલકથા એટલી લોકપ્રિય થઈ હતીRead More
ક.મા.મુનશીએ ભલે અનેકવિધ ક્ષેત્રે માતબર પ્રદાન કર્યું હોય, પણ તેમને અમરત્વ બક્ષ્યું છે તેમની સાહિત્યિક કૃતિઓએ. તેમણે સાહિત્યના વિવિધ પ્રકારો ખેડ્યા છે જેમાંથી નવલકથાઓમાં તેમની સાહિત્યિક પ્રતિભા સોળે કળાએ ખીલી છે. નવલકથાકાર તરીકે મુનશીજીની ખરી પ્રતિભાના દર્શન આપણને તેમની ઐતિહાસિક નવલકથાઓમાં થાય છે. એમાં શિરમોર સમી નવલકથાઓ એટલે ગુજરાતના સોલંકીયુગના એક સળંગ કથાનકના ત્રણ સોપાનોRead More
શ્રીકૃષ્ણ – આ એક એવું પૌરાણિક છતાં આધુનિક પાત્ર છે જેના પર લગભગ સૌથી વધુ સાહિત્ય લખાઈ ચૂક્યું હશે. એમની કહાણીઓ તેમજ મહાનતાને શબ્દો દ્વારા વ્યક્ત કરવી દરેક લેખક માટે એક પરીક્ષા જેવું હશે, પણ દૈવી શ્રીકૃષ્ણને એક માનવ તરીકે દર્શાવતા ‘કૃષ્ણાવતાર’માં કનૈયાલાલ મુનશીએ જે રીતે આઠ ભાગમાં એમના કથાનકને ન્યાય આપ્યો છે એ અદ્ભુતRead More
ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલત્રયીનું બીજું સોપાન એટલે ‘ગુજરાતનો નાથ’. ‘પાટણની પ્રભુતા’થી શરૂ થયેલી જયસિંહગાથાના આ બીજા પગથિયામાં સ્વતંત્ર બનવા મથતા યુવાન જયસિંહની કથાનું નિરૂપણ છે. કથાની શરૂઆત કાકના પાટણમાં આગમનથી થાય છે. કાક એક બહાદુર, વિચક્ષણ, બ્રાહ્મણ યોદ્ધો અને પાટણના દંડનાયક ત્રિભુવનપાળનો મિત્ર છે. વિપરીત સંજોગોમાં પાટણનો સાથ આપી તેને મુસીબતથી બચાવતોRead More
નવલકથા, વાર્તા, હાસ્ય, જીવનચરિત્ર, અનુવાદ, સંપાદન જેવાં વિવિધ સાહિત્ય પ્રકારોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર હરેશ ધોળકિયાની અતિશય ચર્ચાયેલી અને વખણાયેલી આ નવલકથા છે. તેના કથાવસ્તુની પૃષ્ઠભૂમિ શિક્ષણ જગત છે. લેખક પોતે શિક્ષક હોવાથી તેની સૃષ્ટિ અને વિવિધ પાત્રોનું આલેખન કરવામાં સરળતા રહે એ માટે તેમણે આમ કર્યું છે, પણ તેમનો મૂળ હેતુ જુદો છે. રશિયન મૂળનાંRead More
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.