ઈ.સ ૧૯૫૬માં ખુશવંતસિંહે તેમની ચિરજયી ક્લાસિક કૃતિ ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ લખી. ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ જય મકવાણાએ કર્યો છે. આ સમયગાળા વખતે અખંડ ભારત ભારત અને પાકિસ્તાન એમ બે દેશોમાં વિભાજીત થઈ ગયા હતા અને તે વાતને લગભગ છ વર્ષનો સમયગાળો થઈ ગયો હતો.
આ નવલકથાના લેખક ખુશવંતસિંહે ઓલ ઇન્ડિયા રેડિયોમાં પત્રકાર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેઓ એક પ્રખ્યાત પત્રકાર, ઇતિહાસકાર અને ઉત્તમ નવલકથાકાર હતા.
આ પુસ્તકમાં માર્ગરેટ બૌર્ક વ્હાઇટ દ્વારા ખેંચાયેલી તસ્વીરોનું ચિત્રણ ઉમેરાયું છે, જેમાં માનવીની હાલત અનુકંપા પ્રગટાવે તેવી છે. માર્ગરેટે ૧૯૫૬ સુધી ‘લાઇફ’ મેગેઝિનમાં ફોટોગ્રાફર તરીકે કામ કર્યુ હતું. 20મી સદીના ખ્યાતનામ તસ્વીરકારમાં તેમની ગણના થાય છે. આ પુસ્તકમાં તેમણે તેમના કેમેરાની કરામત દ્વારા જે જીવંત દૃશ્યો ઝડપ્યાં છે તે ખૂબ જ સચોટ અને ધારદાર છે.
ભારત પાકિસ્તાનના વિભાજનની ઘટનાની સાક્ષી બનેલી દરેક વ્યક્તિ પાસે પોત પોતાની નોખી કથા-વ્યથા હતી, હૈયાફાટ આક્રંદ હતું. માણસાઈ લાજે તેવી હિજરત બીજે ક્યાંય થઈ નથી. પોતાનાં વસેલાં ઘર-બાર અને સ્વજનોનો ત્યાગ કર્યો. એ બધાના સાક્ષી બનેલા કેટલાંક પાત્રોની સત્યઘટનાઓને અહીં કથા સ્વરૂપે આલેખવામાં આવી છે જે વાચકને વિભાજનનો સમયગાળો તેની નજર સમક્ષ તાદૃશ કરવા સક્ષમ છે.
ગામના બદમાશ જગતસિંહ પોતાના પ્રેમ માટે જાનની બાજી લગાવી દે છે અને ભારતમાંથી હજારો મુસલમાનોને લઈ જતી ટ્રેનને સહી સલામત પાકિસ્તાન પહોંચાડવામાં મદદ કરે છે.
ભારત- પાકિસ્તાન વિભાજન વખતની વ્યથા આલેખતી આ ઐતિહાસિક નવલકથા અચૂક વાંચવા જેવી ગણાય છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.