Gujaratilexicon

પાટણની પ્રભુતા

Author : કનૈયાલાલ મુનશી
Contributor : ઈશા પાઠક

ક.મા.મુનશીએ ભલે અનેકવિધ ક્ષેત્રે માતબર પ્રદાન કર્યું હોય, પણ તેમને અમરત્વ બક્ષ્યું છે તેમની સાહિત્યિક કૃતિઓએ. તેમણે સાહિત્યના વિવિધ પ્રકારો ખેડ્યા છે જેમાંથી નવલકથાઓમાં તેમની સાહિત્યિક પ્રતિભા સોળે કળાએ ખીલી છે. નવલકથાકાર તરીકે મુનશીજીની ખરી પ્રતિભાના દર્શન આપણને તેમની ઐતિહાસિક નવલકથાઓમાં થાય છે. એમાં શિરમોર સમી નવલકથાઓ એટલે ગુજરાતના સોલંકીયુગના એક સળંગ કથાનકના ત્રણ સોપાનો સમી નવલત્રયી ‘પાટણની પ્રભુતા’ (1916), ‘ગુજરાતનો નાથ’ (1917) અને ‘રાજાધિરાજ’ (1922).

‘પાટણની પ્રભુતા’ એ આ નવલત્રયીનું પ્રથમ સોપાન કે જ્યાંથી સિદ્ધ્રરાજ જયસિંહની ગાથાનો પ્રારંભ થાય છે. રાજા કર્ણદેવ મૃત્યુશૈયા પર છે, તેનો પુત્ર જયદેવ રાજ્યની ધુરા સંભાળવા માટે ખૂબ નાનો છે. રાજપૂતો અને જૈનો વચ્ચે સંઘર્ષમય વાતાવરણ છે. રાજમહેલમાં અનેક કાવાદાવા અને ષડયંત્રો રચાઈ રહ્યાં છે, જેના પર રાજ્યના બાહોશ મંત્રી મુંજાલ મહેતાની બાજનજર છે. રાણી મીનળદેવી જૈન છે અને હાલમાં મુંજાલ મહેતાની મદદથી રાજ્યનો કાર્યભાર સંભાળી રહ્યાં છે. એક તરફ જૈન મુનિ આનંદસૂરિ છે, જે મીનળદેવીની મદદથી પાટણને જૈન રાજ્ય બનાવવા માટે કાંઈપણ કરી છૂટવા તત્પર છે, તો બીજી તરફ કર્ણદેવના સાવકા ભાઈ દેવપ્રસાદ છે, જેમને આ મંજૂર નથી.

રાણી કોઈપણ ભોગે પોતાના પુત્રને રાજગાદી અને સત્તા મળે તેમ ઈચ્છે છે, તેમાં તેમને મુંજાલ મહેતા જેવા મુત્સદ્દી અને દેશપ્રેમી મંત્રી સાથ આપે છે. લગ્ન પહેલાંથી મુંજાલના વ્યક્તિત્વથી આકર્ષાયેલાં મીનળદેવીને સત્તા હાથમાં આવતાં મુંજાલ મહેતા ખટકવા લાગે છે. આનંદસૂરિના પ્રભાવમાં આવી મીનળદેવી મુંજાલ અને દેવપ્રસાદને પાટણથી દૂર રાખવા અનેક ષડયંત્રો રચે છે. દેવપ્રસાદે મૃત માનેલી પત્ની હંસા જે મીનળદેવીની કેદમાં હોય છે તેનો દેવપ્રસાદને રોકવા તે ઉપયોગ કરે છે. મુંજાલ મહેતાને કેદ કરતાં પાટણની પ્રજા ભડકે છે. આનંદસૂરિના ષડયંત્રના પરિણામે દેવપ્રસાદ અને હંસાનું મૃત્યુ થાય છે અને તેમનો પુત્ર ત્રિભુવનપાળ વેર લેવાના સોગંદ લે છે.

પ્રજાને ત્રિભુવનપાળ અને મુંજાલ મહેતાની સાથે જોઈ રાણીને સત્તા પોતાના હાથમાંથી જતી દેખાય છે. ત્રિભુવન પોતાની ભત્રીજી પ્રસન્નને પ્રેમ કરે છે એ હકીકત જાણતી રાણી તેનો ઉપયોગ કરી ત્રિભુવનને નમાવવા ઇચ્છે છે. પણ પ્રસન્ન તેમની વાત માનવાનો ઇન્કાર કરતાં મીનળદેવી ફાવતાં નથી. તેમને પોતાની ભૂલ સમજાય છે. ભૂતકાળમાં તેમણે જેને ચાહ્યા હતા તે દિવસો યાદ કરી અને મુંજાલ મહેતાનો પાટણ પર પ્રભાવ પારખી તે ખરા દિલથી આ દેશભક્ત મંત્રીની માફી માગે છે અને પાટણ માટે જ જીવવા-મરવાના શપથ લે છે. ત્રિભુવન અને પ્રસન્નના લગ્ન થાય છે અને મુંજાલના સૂચનથી ત્રિભુવનપાળ રાજ્યના દંડનાયકનો કાર્યભાર સંભાળે છે.

જાને ત્રિભુવનપાળ અને મુંજાલ મહેતાની સાથે જોઈ રાણીને સત્તા પોતાના હાથમાંથી જતી દેખાય છે. ત્રિભુવન પોતાની ભત્રીજી પ્રસન્નને પ્રેમ કરે છે એ હકીકત જાણતી રાણી તેનો ઉપયોગ કરી ત્રિભુવનને નમાવવા ઇચ્છે છે. પણ પ્રસન્ન તેમની વાત માનવાનો ઇન્કાર કરતાં મીનળદેવી ફાવતાં નથી. તેમને પોતાની ભૂલ સમજાય છે. ભૂતકાળમાં તેમણે જેને ચાહ્યા હતા તે દિવસો યાદ કરી અને મુંજાલ મહેતાનો પાટણ પર પ્રભાવ પારખી તે ખરા દિલથી આ દેશભક્ત મંત્રીની માફી માગે છે અને પાટણ માટે જ જીવવા-મરવાના શપથ લે છે. ત્રિભુવન અને પ્રસન્નના લગ્ન થાય છે અને મુંજાલના સૂચનથી ત્રિભુવનપાળ રાજ્યના દંડનાયકનો કાર્યભાર સંભાળે છે.

સ્નેહ, રહસ્ય, રાજખટપટ, મુત્સદ્દીગીરી, કુટિલ દાવપેચથી સભર આ નવલકથા લોકોના મન પર અમીટ છાપ છોડે છે.

  • ઈશા પાઠક

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects