Gujaratilexicon

મધ્યબિંદુ

Author : કાજલ ઓઝા વૈદ્ય
Contributor : પિયુષ કનેરીયા

કાજલ ઓઝા વૈદ્ય દ્વારા લિખિત આ પહેલી બોલ્ડ નવલકથા છે. 

આ નવલકથાની નાયિકા પોતાના પતિને અનહદ ચાહે છે. સુખ, સગવડ, સંપત્તિ એની પાસે હોય છે. તેનું હૃદય એના પતિ આદિ માટે ધબકતું હોય છે અને શ્વાસ એના પ્રેમી શૈલરાજસિંહને ઝંખે છે. અહીં એવી સ્ત્રીના પ્રણયની સંવેદનશીલ વાત રજૂ કરવામાં આવી છે કે જેને પતિ અને પ્રેમીની વચ્ચે જીવાતી જિંદગીમાંથી પસાર થઈને જીવતાં આવડે છે અને આ વાત વાચકના હૃદયને સ્પર્શે છે.

આ નવલકથાનો પ્રાણ એ છે કે એક સ્ત્રી બે જણાને પ્રેમ ના કરી શકે? એક સરખી તીવ્રતાથી બે જણાને ચાહી ના શકે? બે દીકરાઓને એકસરખો પ્રેમ કરતી મા સામે કેમ કોઈ વિરોધ નથી કરતું? એ વાત ખૂબ જ સુંદર રીતે કાજલ ઓઝા વૈદ્યે અહીં રજૂ કરી છે.

આ પણ વાંચો : કાજલ ઓઝા વૈદ્યના અન્ય પુસ્તકોના પરિચય

જિંદગીના સત્ય અને હકીકત સામે ઊભા થયેલાં ઝંઝાવાત અહીં ખૂબ જ રસાળ રીતે પીરસવામાં આવ્યા છે. સ્ત્રી-પુરૂષની સંવેદના, રૂચિ, સ્વભાવ, સુખ, પસંદગી, અધિકાર તથા પોતાની સચવાયેલી સ્મૃતિઓ, સ્નેહ- સંભારણાં, સહજીવન અને સહ-અસ્તિત્વનું મૂલ્ય અને મહત્ત્વ શું છે? એ વાત અહીં સુપેરે માંડી છે, જે વાચકને અંત સુધી જકડી રાખે છે.

સમાંતર રેખા જેવા, કોઈ એક બિંદુએથી શરૂ થઈને, કોઈ એક બિંદુએ પુરા થઈ જનારા.. આ સંબંધો ત્રણ અલગ-અલગ દિશાએથી આવતી, અને ત્રણ અલગ-અલગ દિશામાં જતી રેખાઓ વચ્ચે, કશુંક તો એવું હતું જે ત્રણેયને સ્પર્શ કરતું હતું અને એ ત્રણેયમાં એ જ હતું ત્રણેયનું મધ્યબિંદુ.

Most Popular

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects