Gujaratilexicon

એક ટુકડો આકાશનો

Author : દિનકર જોષી
Contributor : યશવંત ઠક્કર

‘એક ટુકડો આકાશનો’એ પ્રસિદ્ધ લેખક શ્રી દિનકર જોષીએ લખેલી રસપ્રદ નવલકથા છે, જે વીર નર્મદના જીવન પર આધારિત છે. નવલકથાના લેખકે સ્પષ્ટતા કરી છે કે : ‘નર્મદે એની પોતાની વાતો આપણને કહી છે. એના વિશે ઘણી વાતો આપણને ઘણાએ કહી છે. આમ છતાં કેટલીક જગ્યાએ ઘણું ખૂટે છે. આ બધું યથાશક્તિ – યથામતિ જોયાં-તપાસ્યાં પછી આ થોડાંક પૃષ્ઠો આલેખ્યાં છે. નર્મદના જીવનમાં જ્યાં પરસ્પર ઊલટાં વિધાનો મળે છે ત્યાં નવલકથાને જે સહુથી વધુ અનુકૂળ લાગ્યાં એ સ્વીકાર્યાં છે. જ્યાં કશુંક ખૂટતું લાગ્યું છે ત્યાં જરૂર પૂરતી કડી જોડી ય છે!’ 

લેખકે નવલકથાની શરૂઆતમાં, સુધારાવાદી દુર્ગારામ મહેતા અને અંધશ્રદ્ધાના પ્રચારક એવા જાદુગરો વચ્ચેની ધમાલનો પ્રસંગ રજૂ કરીને, વાચકોને નર્મદના બાળપણ વખતના સમાજનો પરિચય આપી દીધો છે. આ રીતે શરૂ થયેલી કથા ઝડપથી આગળ વધતી જાય છે અને વાચક સમક્ષ નર્મદનું જીવન ઉજાગર થતું જાય છે.

લેખકે, નર્મદના ઘડતર પર અસર કરાનારા પ્રસંગોનું આલેખન સચોટ રીતે કર્યું છે, નર્મદની રસિકતાનો પરિચય આપે એવા પ્રસગોનું પણ આલેખન કર્યું છે, પ્રસંગોને અનુરૂપ નર્મદનું મનોમંથન પણ રજૂ કર્યું છે, સંવાદો દ્વારા વિવિધ પાત્રોના વ્યક્તિત્વ પ્રગટ કર્યાં છે. નર્મદે પોતાના માત્ર ત્રેપન વર્ષોના જીવનમાં સમાજસુધારા માટે કેવા કેવા પડકારો ઝીલ્યા, કેવા સાહસ કર્યા, કેટકેટલો સંઘર્ષ કર્યો, કેવી કેવી પ્રવૃત્તિઓમાં રસ દાખવ્યો, કેવી જીત મેળવી અને કેવી પછડાટો ખાધી એ બધું જ આ નવલકથામાં લેખક પોતાની આગવી રીતે રજૂ કર્યું છે. કથાનો પ્રવાહ સતત વહેતો રહે છે. પ્રવાહિતાને આ નવલકથાની વિશિષ્ટતા કહી શકાય. લેખકની શૈલી, નવલકથા પૂરી થાય ત્યાં સુધી વાચકને જકડી રાખે એવી છે.  

નર્મદ કવિ, લેખક, શિક્ષક, રસિક, સમાજ સુધારક, પત્રકાર, સ્વમાની, ટેકીલા અને નીડર હતા. તે તડ ને ફડ કરનારા, ઉતાવળિયા, નવીન શીખવા માટે ઉત્સાહી અને ઉદ્યમી હતા. તે સાથે સાથે પરિવાર પ્રેમી પણ  હતા. એને સગાં હતાં, મિત્રો હતા અને શત્રુઓ પણ હતા. આવાં નર્મદ વિશેનો જો વિગતવાર પરિચય મેળવવો હોય તો આ નવલકથા વાંચવી જ રહી. આ નવલકથા પ્રવીણ પ્રકાશન પ્રા. લિમિટેડ દ્વારા 1984માં પ્રગટ થઈ છે.

Most Popular

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects