Gujaratilexicon

રોમા

Author : ચંદ્રકાંંત બક્ષી
Contributor : યશવંત ઠક્કર

‘રોમા’ નવલકથા ચંદ્રકાંત બક્ષીએ 1959માં લખી છે. લેખકે 1985માં આ નવલકથાની બીજી આવૃત્તિ વખતે જણાવ્યું હતું  કે, ‘રોમાં જે કાળમાં લખાઈ એ કાળમાં નાની ફ્રેંચ નુવેલા પ્રકારની કથાઓની એના પર અસર હતી.’  

મુંબઈમાં રહેતી રોમા નામની યુવતીની આ કથા છે. રોમા રાજનને પ્રેમ કરે છે, રાજન સાથે લગ્ન કરે છે અને એનો સંઘર્ષ શરૂ થાય છે. એના જીવનમાં એક પછી એક એવી ઘટનાઓ બનતી જાય છે અને રોમા ઘડાતી જાય છે. એ રીતે જોઈએ તો આ કથા, મુંબઈમાં નોકરી કરતી એક યુવતીની સંઘર્ષકથા છે. લેખકની વિશિષ્ઠ રજૂઆતના પરિણામે આ કથા રસપ્રદ બની છે. એ વખતે બીજા ગુજરાતી લેખકોએ જે પ્રકારની નવલકથાઓ લખી છે એના કરતાં આ નવલકથા નોખી ભાત પાડનારી છે. આજે પણ આ નવલકથા એટલી જ નવીન લાગે છે જેટલી એ ત્યારે લાગતી હતી. આ કથાને રસપ્રદ બનાવાનાર લક્ષણો છે: લેખકની બળકટ ભાષા, શહેરી અને આધુનિક પાત્રોનું વાસ્તવિક  ચિત્રણ, ટૂંકા પણ સ્પષ્ટ સંવાદો, જે તે સ્થળના ટૂંકા અને સચોટ વર્ણનો, નોકરી કરતી મહિલાનાં જીવનની વાસ્તવિકતાનો પરિચય, ઘટનાઓની ઝડપી રજૂઆત, વગેરે વગેરે. 

નવલકથાની નાયિકા દ્વારા પ્રગટ થતા વિચારો પણ કેવા અનોખા છે! કેટલાંક ઉદાહરણો…

-‘હર્ક્નેસ રોડ પર એકલી ફરતી સ્ત્રી મને હંમેશા કરુણ લાગી છે.’

-‘લગ્ન એ દરેક સ્ત્રી માટે એક ક્રૂર સમસ્યા હોય છે.’

-‘પ્યાર કરવા માટે મને મુંબઈનો દરિયો ગમે છે – એ આગ્રાનો તાજ નથી. દરિયાની સૂસવતી ખારી હવા અને તડકામાં પાણી પર ઝૂલતા ફીણમાંથી મને પ્યારની ફોરમ આવે છે; પણ તાજના ઠંડા સંગેમરમરમાંથી  ફોરમ ઊઠતી નથી.’ 

-‘માતૃત્વ એ સ્વયંભૂ ચીજ છે. હૃદયના ધબકારા જેવી. એ ઓછી થતી નથી. એ જીવંત રહે છે અથવા મરી જાય છે.’

-હિંદુસ્તાનના તડકામાં વિધવાઓની જવાની જલ્દી પાકી જાય છે.’

…ચંદ્રકાંત બક્ષીની નવલકથાના પાત્રો જ આવું કહી શકે.

[આ નવલકથાના પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ છે.]

Most Popular

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects