શ્રી ભગવતી ચરણ વર્માની હિન્દી ભાષાની ગુજરાતી અનુવાદિત આ નવલકથા. જેમાં માનવજીવનના સંસાર રંગમંચના વ્યવહારોનું સુંદર પ્રતિબિંબ આપવામાં આવ્યું છે. સંસાર-સમાજમાં સારું-નરસું, સુખ-દુ:ખ, જય-પરાજય, સત્ય-અસત્ય, ધર્મ-અધર્મ, આસ્તિક-નાસ્તિક, પાપ-પુણ્ય જેવા વૃંદો છે જે સમજવા અનુભવવા જટિલ અને મુશ્કેલ છે. ઇતિહાસના ચંદ્રગુપ્ત અને ચાણક્યની પૃષ્ઠભૂમિના પાત્રો દ્વારા કથાનું ચિત્રણ કર્યું છે. મનુષ્યજીવન સીધી રેખા જેવું હોતું નથી. વ્યક્તિની મનોદશા એક સરખી રહેતી નથી અલગ-અલગ પ્રકારની પરિસ્થિતિમાં અલગ-અલગ માનસિકતા માર્મિક રીતે પાત્રો દ્વારા ઉપસાવી છે. કથાનક કથાને અનુરૂપ કાળ-યુગની પ્રશિષ્ઠ ભાષામાં સંવાદો ટૂંકા અને ચોટદાર છે. છતાં આડંબર યુક્ત નથી. કથા દર્શનપ્રધાન ધર્મ અને નૈતિકતા વચ્ચેના તર્ક-વિતર્કમાં રમતી રહે છે.
પાત્રોમાં ‘ચિત્રલેખા’ વિધવા નર્તકી છે. મહાત્મા રત્નાબંર અને તેના શિષ્ય શ્વેતાંક અને વિશાલ દેવ છે. જેમાં શ્વેતાંકનો પાપ શું છે ? તેનું સ્વરૂપ ? તેનું સ્થાન ક્યાં ? જાણવાના પ્રશ્નથી કથાનો આરંભ છે. આ પ્રશ્નનો જવાબ શબ્દોથી નહીં પણ અનુભવથી સમજાવવા તેઓ તેમના યોગી શિષ્ય કુમારગિરિ પાસે વિશાલ દેવ અને સામંત બીજગુપ્ત પાસે શ્વેતાંકને સોંપે છે. સંસારના અનુભવમાં વહી કે ડૂબી ન જાઓ તેવી ચેતવણી છતાં શ્વેતાંક સામંત મૃત્યુંજયની દિકરી યશોધરા સાથે વિવાહથી જોડાઈ સંસારી બને છે. વિશાલ દેવ કુમારગિરિના આશ્રમમાં તેમનું પતન જોતો સંઘર્ષ કરતો તેનાથી અલિપ્ત રહે છે. બીજગુપ્ત શ્વેતાંકના વિવાહ માટે પોતાનું સર્વસ્વધન અને સામંત પદનો ત્યાગ કરી દાન કરી દે છે અને તેની પ્રેમિકા ચિત્રલેખા પણ તેની સાથે ત્યાગના માર્ગે જોડાય છે. મનુષ્ય વ્યક્તિરૂપે જન્મી સ્વભાવની વિશેષતા, અનુભવ, ચિંતન દ્વારા આગળ વધે છે, અને પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. આ પ્રકારે મનુષ્ય સ્વતંત્ર કર્તા નથી જીવન પક્રિયામાં સાધન માત્ર છે.
ભોગ અને સંયમમાં પાપનો અનુભવ કરતા આ પાત્રોમાં શ્વેતાંકના મુખે ‘અને પાપ ?’ આ પ્રશ્નથી આરંભાયેલા કથાના એક વર્ષના અંતે ગુરુ રત્નાબંરનો તેમને પ્રશ્ન ‘કોણ પાપી ?’થી સમાપન પ્રકરણ શરૂ થાય છે. જેના જવાબમાં શ્વેતાંક અને વિશાલદેવ એક જ વ્યક્તિ માટે અલગ-અલગ મત દર્શાવે છે. ત્યારે રત્નાબંર જણાવે છે ‘તમે બન્ને અલગ-અલગ પરિસ્થિતિમાં રહ્યા અને તમારા બન્નેની પાપની ધારણા અલગ-અલગ થઈ ગઈ ……. મનુષ્ય પોતાનો સ્વામી નથી તે પરિસ્થિતિનો દાસ છે. વિવશ છે, તે કર્તા નથી કેવળ સાધન છે તો પણ પાપ અને પુણ્ય શું ?. માટે સંસારમાં પાપની એક પરીભાષા થઈ શકી નથી અને થઈ શકશે નહી …. આપણે તે જ કરીએ છીએ જે કરવું પડે છે.
પ્રાક્ કથનમાં પાપ પુણ્યની વ્યાખ્યા જેવું વર્ણન છે જે નોધીએ – ‘સમાજમાં ‘પર’ના હિતાર્થે મનુષ્યનું કર્મ અથવા ઉદ્દેશ્યથી તેના ‘સ્વ’નું વિસર્જન ‘પુણ્ય’છે અને ‘સ્વ’ના અર્થ ‘પર’નું સ્વત્વ હરણ અથવા પર પીડન ‘પાપ’ છે. જ્યાં ઉપર્યુક્ત બેમાંથી કોઈ સ્થિતિ જ નથી, ત્યાં તેનું કર્મ ન તો પાપ છે, અને ન તો પુણ્ય (પાના નં. xi)
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.