રાવજી પટેલની ‘અશ્રુઘર’ નવલકથા 1966માં પ્રગટ થઈ છે. આ ટૂંકી નવલકથા એની વિશિષ્ટ રજૂઆતના કારણે વિદ્વાનોને ગમી છે અને વાચકોને પણ ગમી છે. ‘અશ્રુઘર’નો નાયક સત્ય છે, જે અત્યંત લાગણીશીલ છે. સત્યને ક્ષયની બીમારી હોવાથી એ એક સેનેટોરિયમમાં સારવાર લે છે. સેનેટોરિયમમાં એને સતત સ્વજનોનું સ્મરણ થયા કરે છે. સ્વજનોની લાગણી અને હૂંફનો અભાવ એનેRead More
શ્રી ભગવતી ચરણ વર્માની હિન્દી ભાષાની ગુજરાતી અનુવાદિત આ નવલકથા. જેમાં માનવજીવનના સંસાર રંગમંચના વ્યવહારોનું સુંદર પ્રતિબિંબ આપવામાં આવ્યું છે. સંસાર-સમાજમાં સારું-નરસું, સુખ-દુ:ખ, જય-પરાજય, સત્ય-અસત્ય, ધર્મ-અધર્મ, આસ્તિક-નાસ્તિક, પાપ-પુણ્ય જેવા વૃંદો છે જે સમજવા અનુભવવા જટિલ અને મુશ્કેલ છે. ઇતિહાસના ચંદ્રગુપ્ત અને ચાણક્યની પૃષ્ઠભૂમિના પાત્રો દ્વારા કથાનું ચિત્રણ કર્યું છે. મનુષ્યજીવન સીધી રેખા જેવું હોતું નથી.Read More
‘રોમા’ નવલકથા ચંદ્રકાંત બક્ષીએ 1959માં લખી છે. લેખકે 1985માં આ નવલકથાની બીજી આવૃત્તિ વખતે જણાવ્યું હતું કે, ‘રોમાં જે કાળમાં લખાઈ એ કાળમાં નાની ફ્રેંચ નુવેલા પ્રકારની કથાઓની એના પર અસર હતી.’ મુંબઈમાં રહેતી રોમા નામની યુવતીની આ કથા છે. રોમા રાજનને પ્રેમ કરે છે, રાજન સાથે લગ્ન કરે છે અને એનો સંઘર્ષ શરૂRead More
શ્રી ચંદ્રકાંત બક્ષીની પેરેલિસિસ નવલકથાની પ્રથમ આવૃત્તિ 1967માં પ્રગટ થઈ હતી. આ નવલકથા વાચકોને ખૂબ જ પસંદ પડી છે. લેખકની લોકપ્રિયતાની જેમ જ આજે પણ આ નવલકથાની લોકપ્રિયતા અકબંધ છે. આ નવલકથાનો નાયક પ્રોફેસર શાહ પેરૅલિસિસનો દર્દી છે. એ બુદ્ધિશાળી છે એટલે સતત મનોમંથન કરે છે. સતત સવાલો પણ કરે છે. ડૉક્ટર દેસાઈ એને કહેRead More
પ્રસિદ્ધ લેખક શ્રી ધ્રુવ ભટ્ટની ‘તિમિરપંથી’ નવલકથા 2015માં પ્રગટ થઈ છે. આ નવલકથામાં કળાની અનોખી વાત રજૂ કરવામાં આવી છે. કળા પણ શાની? ચોરીની. ચોરીની કળા સાથે સંબંધ ધરાવતા લોકોની આ કથા લેખકે પોતાની આગવી શૈલીથી રજૂ કરી છે એટલે નવલકથા વાંચવાની શરૂઆત કર્યા પછી વાચક પાસે એક જ વિકલ્પ રહે છે, નવલકથા પૂરી કરવાનો.Read More
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત અને ભગવતીકુમાર શર્મા દ્વારા લિખિત આ નવલકથાની પ્રથમ આવૃત્તિ આદર્શ પ્રકાશન દ્વારા 1981માં બહાર પડી, ત્યારબાદ 1992, 2004 અને 2012માં તેની દ્વિતિય, તૃતીય અને ચતુર્થ આવૃત્તિ બહાર પડી. અશ્વ, સર્પ અને અશ્વસ્થ એમ ત્રણ ખંડો અને છપ્પન જેટલાં નાના મોટા પ્રકરણોમાં વહેંચાયેલી આ નવલકથા એટલે ઊર્ધ્વમૂલ જેનો અર્થ થાય છેRead More
રાવજી પટેલની નવલકથા ‘ઝંઝા’ 1966માં પ્રગટ થઈ છે. આ નવલકથાનો નાયક પૃથ્વી નામનો યુવાન છે. એનો પરિવાર પૈસે ટકે સુખી છે, પરંતુ પૃથ્વીને એ સુખ મંજૂર નથી. એને એકને એક પ્રકારનું જીવન જીવવાનું ગમતું નથી. એને મનની ઝીણામાં ઝીણી વાત વ્યક્ત થઈ શકે એવું જીવન જીવવું છે. આથી એ પોતાનું ઘર છોડીને ભાડાની એક ઓરડીમાંRead More
ઈ.સ ૧૯૫૬માં ખુશવંતસિંહે તેમની ચિરજયી ક્લાસિક કૃતિ ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ લખી. ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ જય મકવાણાએ કર્યો છે. આ સમયગાળા વખતે અખંડ ભારત ભારત અને પાકિસ્તાન એમ બે દેશોમાં વિભાજીત થઈ ગયા હતા અને તે વાતને લગભગ છ વર્ષનો સમયગાળો થઈ ગયો હતો. આ નવલકથાના લેખક ખુશવંતસિંહે ઓલ ઇન્ડિયા રેડિયોમાં પત્રકાર તરીકે કારકિર્દીનો પ્રારંભRead More
કાજલ ઓઝા વૈદ્ય દ્વારા લિખિત આ પહેલી બોલ્ડ નવલકથા છે. આ નવલકથાની નાયિકા પોતાના પતિને અનહદ ચાહે છે. સુખ, સગવડ, સંપત્તિ એની પાસે હોય છે. તેનું હૃદય એના પતિ આદિ માટે ધબકતું હોય છે અને શ્વાસ એના પ્રેમી શૈલરાજસિંહને ઝંખે છે. અહીં એવી સ્ત્રીના પ્રણયની સંવેદનશીલ વાત રજૂ કરવામાં આવી છે કે જેને પતિ અનેRead More
‘ધી ઓલમાઇટી’, ‘ધ સેવન્થ સિક્રેટ’, ‘ધી આર ડોક્યુમેન્ટ’, ‘ધ સેકન્ડ લેડી’, ‘ધ પ્રાઇસ’ જેવી અનેક સફળ નવલકથાઓ લખનાર અમેરિકન લેખક ઇરવિંગ વૉલેસનું આ પુસ્તક ‘ધ મેન’ ઈ.સ. 1964માં પ્રકાશિત કરવામાં આવ્યું. રંગભેદના એ સમયમાં લગભગ અશક્ય એવી એક નીગ્રોની અમેરિકાના પ્રેસિડેન્ટ બનવાની ઘટનાને અહીં નિરૂપવામાં આવી છે. અનેક મુશ્કેલીઓ હેઠળ પણ એનું સફળ રાષ્ટ્રપતિ તરીકેRead More
પ્રેમ તો જેને થયો હોય એય સમજે છે અને જેને નથી થયો એ તો વધુ સારી રીતે સમજી શકે છે, પણ અપ્રેમ. લેખક એ વિશે કહે છે કે અપ્રેમ એટલે એવી સ્થિતિ કે જ્યાં પ્રેમ નથી પણ નફરત પણ નથી. વ્યવસાયે વેપારી આલોક ચટ્ટ માણસની પ્રકૃતિ વિશે એકદમ સચોટ નિદાન આપે છે કે જ્યાં પ્રેમRead More
શ્રી ધ્રુવ ભટ્ટની દરેક નવલકથામાં કશો નવો જ વિષય હોય. એમની એવી જ એક રસપ્રદ નવલકથા ‘કર્ણલોક’ 2005માં પ્રગટ થઈ છે. આ નવલકથામાં એક અનાથાશ્રમની વાત છે. આ અનાથાશ્રમમાં સંજોગોને આધિન એવાં કુમળાં બાળકો રહેતાં હોય છે. એ બાળકોને અનાથાશ્રમનું સંચાલન કરનારા વિવિધ સામાજિક કાર્યકરો, કર્મચારીઓ અને અધિકારીઓ સાથે પનારો પડે છે. આ બધા સામાજિકRead More
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.