ધર્મ એટલે શુ? ધર્મ કેવો હોય ? સ્થિતીશીલ કે ગતિશીલ ? કૃષ્ણનું ધર્મદર્શન ગતિશીલ (ડાયનેમીક) હતું. અપૂર્ણ મનુષ્યને જે સત્ય જડે તે કદી પણ અંતિમ કે નિરપેક્ષ (એબ્સોલ્યુટ) ન જ હોઇ શકે. મહાભારતમાં કૃષ્ણ દ્વારા શું યોગબોધ પ્રાપ્ત થયો ? તેનો મર્મ શું છે? સંસારલીલા આખરે શું છે? આ બધા આંતરસવાલોનું મનોમંથન એટલે આ ભાષ્ય મહાભારત : માનવસ્વભાવનું મહાકાવ્ય.
માનવસ્વભાવનું માર્મિક વિશ્લેષણ ગીતા સિવાય અન્ય ક્યાંય ઝટ જડતું નથી. જ્ઞાની પણ પોતાના સ્વભાવ પ્રમાણે વરતે છે. માનવ સ્વભાવને કારણે જ જગતનાં સઘળાં પરિવર્તનો થતા રહે છે. માનવીનો સ્વભાવ જ કાર્ય, કારણ અને કર્તૃત્વનું નિર્માણ કરે છે. સદ્ગુણ અને દુર્ગુણનો અનુબંધ પણ માણસના સ્વભાવ જોડે રહેલો ગણાય છે.
માનવસ્વભાવનો અનુબંધ માનવના માંહ્યલા સાથે રહેલો છે, એવું પ્રતિપાદન ગીતાનું મૌલિક પ્રદાન છે.
મહાભારતમાં ધર્મ જીવનમય અને જીવનકેન્દ્રી છે.મહાભારતના મૂળનું પણ મૂળ ગીતાના એક શબ્દમાં પડેલું છે. એ શબ્દ છે प्रकृति. કૃષ્ણ અર્જુનને કહે છે : પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ. આ ત્રણ શબ્દોનો અનુવાદ કિશોરલાલ મશરૂવાળાએ ‘ગીતાધ્વનિ’માં કર્યો ‘સ્વભાવે જાય છે પ્રાણી’. તેથી લેખક ગુણવંત શાહનું માનવું છે કે મહાભારત એ માનવસ્વભાવનું મહાકાવ્ય છે.
આ ભાષ્યના લેખક ગુણવંત શાહ છે જેના પ્રકાશક છે આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ. છે. આજની નવી પેઢીને આ ગ્રંથમાં યુધિષ્ઠિરની યુધિષ્ઠિરતા, અર્જુનની અર્જુનતા, દુર્યોધનની દુર્યોધનતા, દ્રૌપદીની દ્રૌપદીતા, કર્ણની કર્ણતા, ભીષ્મની ભીષ્મતા ઉપરાંત યુગાવતાર શ્રીકૃષ્ણની કષ્ણતા સમજાશે.આ વિરાટ કાવ્યમાં નિત્યસંન્યાસી એવા કૃષ્ણ કેન્દ્રસ્થાને છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.