માનવમૂલ્યોમાં રહેલી સંવેદનાને સ્પર્શતી અને ભીતરમાં રહેલી કરુણતાને ઉજાગર કરતી આ કૃતિ ખૂબ જ હૃદયસ્પર્શી છે. અસહ્યય પીડાઓ અને મનોવ્યથાઓ વચ્ચે અલગ અલગ બીમારીમાં સપડાયેલા દર્દી અને તેના ડૉક્ટર વચ્ચેના સંબંધો, લાગણીઓ, વ્યવહાર, યાતનાઓ અને આ બધાની વચ્ચે કરુણતા દાખવી સારવારની સાથે સાથે સ્વજન સરીખું પોતીકાપણું જે પ્રગટ થાય છે તે આ કૃતિમાં વાચકની આંખ અને હૈયા બંને ભીંજવે છે.
સજ્જ, શિક્ષિત અને નિષ્ણાંત ડૉક્ટરનું કર્મ અને ધર્મ અહીં રજૂ થયું છે. ફરજની પેલે પાર શ્રદ્ધા થકી એ સામાન્ય જિંદગી જીવતા દર્દીની જિંદગીમાં અજવાળું પાથરી શકે. પોતાના અનુભવ અને જ્ઞાનને કેવળ પોતાના લાભાર્થે પોતાની સીમા સુધી જ મર્યાદિત ન રાખતાં એને માનવસેવા માટે આદરે છે અને પ્રકાશ પાથરે છે એવી સંવેદનશીલ વાત લેખકે અહીં રજૂ કરી છે જે સત્યઘટનાઓ પર આધારિત છે.
‘આંસુ ભીના અક્ષર’ એ લેખક ડૉ. શરદ ઠાકરની પ્રસિદ્ધ કટાર ‘ડૉક્ટરની ડાયરી’ના ચૂંટેલા લેખોનો સંગ્રહ છે. જેમાં ડૉક્ટર અને દરદીની વચ્ચે પાંગરતી સંવેદનાની કડી છે. જેનું ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પ્રકાશન કર્યું છે. આ સંગ્રહમાં લખાયેલ વાતના અક્ષરોના ભાવ અને મર્મ સુધી પહોચતા વાંચકની આંખોમાં ઝળઝળિયાં સહ સ્મિત રેલાશે અને અંતરમાં સાત્ત્વિક દીવો ઉજાગર થશે. તેથી આ કૃતિનું શીર્ષક ‘આંસુ ભીના અક્ષર’ યથાર્થ ઠરે છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં