‘દીકરી વહાલનો દરિયો’ પુસ્તકના પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર છે. શ્રી વિનોદ પંડ્યા અને શ્રી કાંતિ પટેલે ખાસ્સી જહેમત ઉઠાવીને આ પુસ્તકનું સંપાદન કર્યું છે. આ પુસ્તકમાં છત્રીસ લેખકો અને સાહિત્યકારોએ પોતાની દીકરી વિશે દિલથી કહ્યું છે. દરેક લેખકની રજૂઆતની અલગ અલગ શૈલી હોવાને કારણે એક જ પુસ્તકમાં વાચકને ગાગરમાં સાગર મેળવ્યાનો અનુભવ થાય છે. મોરારીબાપુ, શાહબુદ્દીન રાઠોડ, તારક મહેતા, સુરેશ દલાલ, ચંદ્રકાંત બક્ષી, વર્ષા અડાલજા, રઘુવર ચૌધરી, ગુણવંત શાહ, રજનીકુમાર પંડ્યા જેવી સાહિત્ય જગતની જાણીતી હસ્તીઓની દીકરી વિશેની વાત વાંચતી વખતે વાચકની આંખનો ખૂણો ભીનો થયા વગર રહેતો નથી.
જયોર્જ બર્નાડ શોએ લખ્યું હતું “યોર સન ઇસ યોર્સ, ટીલ હીઝ વાઇફ / યોર ડોટર ઇસ યોર ડોટર ફોર ધ હોલ લાઇફ”. અર્થાત, પુત્ર તેની પત્ની આવે ત્યાં સુધી જ તમારો છે, જયારે પુત્રી જિંદગીની છેલ્લી ક્ષણ સુધી તમારી પુત્રી છે.
શકુંતલાની વિદાય વખતે કણ્વ ઋષિએ કહ્યું હતું “પુત્રીની વિદાયનું દુ:ખ સંસાર છોડી સન્યાસી બનેલાં અમારા જેવા વનવાસીને આટલું બધું થતું હોય તો સંસારીનું શું થતું હશે?” આવી તો અઢળક વાતો આ પુસ્તકમાં સમાયેલી છે. મોરારીબાપુ લખે છે “દીકરી દેવો ભવ:”, રજનીકુમાર પંડ્યા દીકરીને મેઘધનુષ્ય સાથે સરખાવે છે, ડો. પ્રસાદ કહે છે “દીકરી એટલે ઉજળું મોતી”, નિખિલ મહેતા કહે છે “એક દીકરી માટે એક જિંદગી ઓછી પડે”, નિમીત ગાંધી તેમની દીકરીને આંખની કીકી સાથે સરખાવે છે તો, મૃદુલા પારેખ મા તરીકે કહે છે… ‘દીકરી વગરની મા અધૂરી છે.’ ગુણવંત શાહ કહે છે, “દીકરી વિના સુનો સંસાર, દીકરી સાપનો ભારો નથી પણ લીલી લાગણીનો ભારો છે.’ ટૂંકમાં, દીકરી વહાલનો દરિયો વસાવવા જેવું પુસ્તક છે.
કન્યા વિદાય બાદ શ્રી શાહબુદ્દીન રાઠોડે લખ્યું હતું :
કફન પર પાથરી ચાદર
અમે મહેફિલ જમાવી છે
દફન દિલમાં કરી દુ:ખો
ખુશાલી ખૂબ મનાવી છે
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.