સિદ્ધહસ્ત ગુજરાતી લેખિકા કાજલ ઓઝા વૈદ્યનો નારીસંબંધોને ઉજાગર કરતાં 44 લેખોનો સંગ્રહ એટલે સર્ચલાઈટ. લાગણીની ભીની ભીની વાતો, તેના ઋજુ-કઠોર ભાવોનું પ્રતિબિંબ, ટીનએજની આકાંક્ષાઓ, બે જનરેશન વચ્ચેની સંવાદિતા અને વિસંવાદિતા, સ્ત્રીપુરુષ સંબંધોની સંવેદનાના તાર ઝંકૃત કરતી ગુફતેગો, લગ્નેતર સંબંધોની છણાવટ, માતૃત્વ- પિતૃત્વના અગમ ઉંડાણ, સાસુ-વહુના સંબંધો, સાસુ-જમાઈના સંબંધો – એના પર સર્ચલાઈટ ફેંકી વાચકને જકડી રાખે છે, અને વાંચ્યા બાદ સંબંધોની એ વાત વાચકના મનમાં એવી ગુંજે છે કે તેના પોતાના સંબંધોના તાણાવાણા ક્યાંય ગૂંથાઈ કે ગૂંચાઈ ગયા હોય તો તેને ખોલવામાં મદદરૂપ થાય છે.
આ સંબંધોની વાતો કેવી હટકે લખાઈ છે એ માટે પુસ્તક્માથી કેટલાક વાક્યો ટાંકુ છું. જેમાં લાગે છે કે લેખિકા વાચકને ટેકનિક આપે છે જીવન જીવવાની, બલ્કે, સુખી થવાની…
જીવનના ત્રણે તબ્બકાઓ – શૈશવ, યૌવન અને વાર્ધક્ય–માં સંબંધો કઈ રીતે બદલા છે તેનું સચોટ નિરીક્ષણ અને આલેખન. પ્રત્યેક ક્ષણમાં જીવવું એટલે શું તેનો જવાબ આપે છે સર્ચલાઇટ. ટૂંકમાં, એટલું ચોક્કસ કહી શકાય કે સંબંધોની એવી માર્મિક છણાવટ કે પુસ્તક એકવાર વાંચવાનું શરૂ કરો તો મૂકી ન શકાય !
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ