1993માં ‘ગુજરાત સમાચાર’માં એક કોલમ શરૂ થઈ, ‘ડૉક્ટરની ડાયરી’ ગુજરાતના લાખો વાંચકોના હૃદયમાં ઘર કરી ગયેલી આ કોલમમાં દર્દી અને ડૉક્ટર વચ્ચેના સંવાદો, પ્રસંગો અને ઘટનાને રજૂ કરતા લેખક ડૉ. શરદ ઠાકર જેઓ દર્દીને દર્દી નહીં પણ હાર્દને પાત્ર સમજતા અને લાગણી તેમજ સંવેદનાસભર ઉપચાર કરતા. એક-એક દર્દીની એક એક દાસ્તાન અને ડૉકટરના અનુભવ, પ્રસંગ, ઘટના – એક કથા તરીકે આકાર લઈ કોલમમાં રજૂ થતાં 2002માં પુસ્તક સ્વરૂપે પ્રગટ થયેલી ‘ડૉક્ટરની ડાયરી’ના 7 ભાગ પ્રકાશિત થઈ ચૂક્યા છે. એક ભાઈ દરિયાકિનારે બેઠા હતા. પાણીની છાલક સાથે બહાર આવેલી અસંખ્ય માછલીઓમાંથી એક-એક કરીને પાણીની અંદર પાછી નાખતા હતા. બીજા ભાઈ આ જોઈ રહ્યા હતાં. ઘણી વાર થઈ પણ પેલા ભાઈ એમના કામમાં તલ્લીન હતા. પછી જોતાં હતા તે ભાઈની નજીક ગયા અને પૂછ્યું, ’તમે આમ કરો છો તેનાથી શું ફરક પડે છે. ઘણી બધી માછલીઓ તો બહાર રહી જાય છે.’ ત્યારે પેલા ભાઈએ જવાબ આપ્યો કે, ‘તમને કે મને ફરક નથી પડતો પણ એક માછલીને બહુ ફરક પડે છે.’ આવી રીતે નાની નાની વાતોથી જીવનમાં પડતો ફરક બહુ મોટો હોય છે અને આવી નાની ઇચ્છા જીવન સાથે વણાયેલી – સત્યને સ્પર્શતી અને કેટલાયના જીવનને બચાવતી આ ડૉક્ટરની ડાયરીના કેટલાય પ્રસંગો અને કથાઓ સત્ય સાથે જોડાયેલા અને જીવનને સ્પર્શે તેવાં છે.
એક બાપુ લગ્નને બાર વર્ષ થયાં પછી પણ સંતાનપ્રાપ્તિ ન થવાથી તેઓ ડૉક્ટર પાસે આવે છે, અને કેટલા વાના કર્યા બાળક માટે તે જણાવે છે અને ડૉક્ટર ને કહે છે કે, ‘તમારા હાથમાં જશ રેખા છે માટે હવે તમે જ કંઈક કરો અને સારા સમાચાર આપો.’ ડૉક્ટર કહે છે કે, ‘ભાઈ સારા સમાચાર તો ઈશ્વર આપે ડૉક્ટર તો સારવાર કરી જાણે’, અને તેમના ટેસ્ટ દ્વારા ખબર પડે છે કે તેઓ જ્યારે કલીનીક પર આવ્યા ત્યારે જ તે બહેન પ્રેગનન્ટ હતા, પણ જશ ડૉક્ટરને હતો. બીજી બાજું 14 વર્ષની દીકરી કોઈની હવસનો શિકાર બનીને ડૉક્ટર પાસે આવે છે. ડૉક્ટર બચાવો, સમાજમાં ક્યાંય મોં બતાવાય તેવું નથી. તેની ચિંતિત મા ડૉક્ટરને આજીજી કરે છે. ડૉક્ટર તમારા સિવાય કોઈ નહીં બચાવી શકે અને એનો ટેસ્ટ કરતાં ખબર પડે છે કે તે સગર્ભા નથી અને આમ નેગેટિવ રીપોર્ટ પણ ડૉક્ટરને જશ અપાવી શકે છે.
બીજા એક પ્રસંગમાં એક સ્ત્રી આઠ વર્ષમાં સાત વાર સગર્ભા બની ચૂકી હોય છે અને આઠમી વાર ડૉક્ટર પાસે આવે છે. ડોકટરે એને ચેતવણી આપી હોય છે કે, “હવે પછી તું આવી રીતે નહીં આવે તારા શરીરમાં લોહી નથી અને તારો જીવ પણ જઈ શકે છે.” છતાં સગર્ભા સ્ત્રી ડૉક્ટર પાસે સારવાર માટે આવે છે. ડૉક્ટર કહે, “તારો પતિ પણ સમજતો નથી?” ત્યારે સ્ત્રી જે જવાબ આપે છે તે ખૂબ ચોંકાવનારો છે , “મારો પતિ પુરુષ છે અને સ્ત્રી એની સંપત્તિ છે. સ્ત્રી સાથે એનું શરીર અને ગર્ભાશય પણ.” ત્યારે ડૉક્ટર પણ ચૂપ અને વાચકો પણ.
આ ઉપરાંત એક ડૉ. ખીમાણી એવા પણ છે જે ડૉક્ટર છે પણ બધાં જ ખોટાં કામ, 5 રૂપિયાની દવાના 500 લે અને ભ્રષ્ટાચાર કરે છે. છતાં એમ જ માને છે કે પોતે આ જે કંઈ કરી રહ્યાં છે તેની કોઈને જાણ જ નથી, અને તેમની પત્ની જ તેમનો પર્દાફાશ કરે છે. આવા અનેક પ્રસંગો, ઘટનાઓ અને જીવતી જાગતી સંવેદનાઓ ભરેલી છે ’ડૉક્ટરની ડાયરી’માં.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.