ભારતના રાષ્ટ્રપિતા અને વિશ્વને સત્ય તેમજ અહિંસાની શક્તિનું દર્શન કરાવનાર મહાત્મા ગાંધીના જીવનના બાળપણથી માંડીને ઈ.સ.1921 સુધીના સમયગાળાના સારા-નરસા પ્રસંગોને આવરી લેતું પુસ્તક એ ‘સત્યના પ્રયોગો’. 1925થી 1929ના સમયગાળા દરમિયાન ‘નવજીવન’માં સાપ્તાહિકરૂપે પ્રકાશિત થયેલી આ આત્મકથામાં ગાંધીજીના જીવનના રાજકીય કરતાં આધ્યાત્મિક અને નૈતિક અનુભવો પર વધુ ભાર મુકાયો છે. સમગ્ર પુસ્તકમાં તેમણે અપનાવેલા સત્ય, અહિંસા,Read More
‘ઈન્દુચાચા’ તરીકે લોકપ્રિય બનેલા ઈન્દુલાલ યાજ્ઞિક ખરા અર્થમાં લોકનેતા હતા. ગામડાનો ગરીબ ખેડૂત હોય કે શહેરનો મજૂરી કરતો મજૂર હોય, ગમે ત્યારે તે ઈન્દુલાલનો સાથ મેળવી શકતો. મહાગુજરાત આંદોલનમાં તેમની નેતાગીરી બેમિસાલ બની રહી હતી. દ્વિભાષી મુંબઈ રાજ્યનું વિભાજન કરીને તેના બે ભાગ કરી, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના નિર્માણનો નિર્ણય મહાગુજરાત આંદોલનના પગલે લેવાયો. આમRead More
વિશ્વવિખ્યાત ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગૉગનું જીવન આલેખતી, અમેરિકન ચરિત્રકાર અરવિન્ગ સ્ટોને લખેલી કથા ‘લસ્ટ ફોર લાઈફ’ વિશ્વભરના વાચકોની પ્રિય કૃતિ છે. આ કૃતિ પરથી આ જ નામની ફિલ્મનું પણ નિર્માણ હોલીવૂડમાં થઈ ચૂક્યું છે. આ અદ્ભુત કૃતિને ગુજરાતીમાં ઊતારવાનું, અને એ રીતે વિન્સેન્ટ જેવા ચિત્રકારના જીવનનો સઘન પરિચય કરાવવાનું શ્રેય વિનોદ મેઘાણીને જાય છે.Read More
નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થયેલી ‘બક્ષીનામા’ જાણીતાં સાહિત્યકાર શ્રી ચંદ્રકાંત બક્ષીની આત્મકથા છે. પોતાની વિશિષ્ટ શૈલી તથા મિજાજથી વાચકોના હૈયામાં અનેરું સ્થાન ધરાવનાર ચંદ્રકાંત બક્ષીએ વાર્તા, નિબંધ, નવલકથા તથા નાટ્યક્ષેત્રે વિપુલ માત્રામાં કામગીરી કરેલી છે. ‘બક્ષીનામા’ ત્રણ ખંડોમાં વહેંચાયેલી તેમની એવી આત્મકથા છે, જેમાં સચ્ચાઈનો રણકાર છે. સક્ષમ વાર્તાકાર હોવાને કારણે બક્ષીબાબુની ‘બક્ષીનામા’ વાંચતીRead More
દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો….. (લેખક: એમ. એફ. હુસેન, અનુવાદ: જગદીપ સ્માર્ત) ભારતીય ચિત્રકારોની આત્મકથાઓ એટલા પ્રમાણમાં લખાઈ નથી. ગુજરાતીમાં તેનું પ્રમાણ એથી ઓછું છે. આવા માહોલમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર મકબૂલ ફિદા હુસેને લખેલી આત્મકથા ગુજરાતીમાં ઉપલબ્ધ થાય એ મોટી વાત છે. મૂળ હિન્દી(ઉર્દૂ)માં ‘એમ. એફ. હુસૈન કી કહાની, અપની જુબાની’ના શિર્ષકથીRead More
(લેખિકા: મૃણાલિની સારાભાઈ, અનુવાદક: બકુલા ઘાસવાલા) ‘એક નૃત્યમય જીવન’નું પેટાશિર્ષક ધરાવતી આ આત્મકથા ખ્યાતનામ નૃત્યાંગના મૃણાલિની સારાભાઈએ મૂળ અંગ્રેજીમાં લખેલા પુસ્તક ‘ધ વૉઈસ ઑફ હાર્ટ’નો ગુજરાતી અનુવાદ છે. વલસાડ સ્થિત નારીવાદી કર્મશીલ અને લેખિકા બકુલા ઘાસવાલાએ પ્રવાહી ગુજરાતીમાં તે ઊતાર્યું છે. ‘અમ્મા’ તરીકે જાણીતાં મૃણાલિની સારાભાઈની જીવનકથાને બકુલાબેને શી રીતે ઓળખાવી છે એ જાણવું રસપ્રદRead More
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.