નવરાત્રી એટલે નવ રાત્રીઓનો સમૂહ. જે હિંદુ તહેવાર છે. મુખ્યત્વે ચાર પ્રકારની નવરાત્રી હોય છે. પરંતુ તેમાં શરદ નવરાત્રી સામાન્ય રીતે મહા નવરાત્રી ગણાય છે અને તેની ઉજવણી શરદ એટલે શિયાળાની શરૂઆત, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કરે છે. તેમાં મા અંબે જે શક્તિ સ્વરૂપ છે તેની પૂજા અને ગરબા રમીને નવરાત્રી ઉત્સવ મનાવવામાં આવે છે. આમ આ નવ રાત અને દશમો દિવસ જેને આપણે દશેરા તરીકે ઉજવીએ છીએ.
આમ, નવરાત્રીમાં અને દશેરાના દિવસે લોકો મનમૂકીને ગરબા રમે છે. નવરાત્રી અને દશેરાના ગરબાં પૂરા થતાં લોકોના મનમાં થાય છે હવે ગરબાની રમઝટ પૂરી થઈ પણ એવું નથી ગરબાની રમઝટ માટેનો હજી એક દિવસ જેમાં ચંદ્ર સોળે કળાએ ખીલી ઊઠે છે એટલે પૂનમ. અને તે પણ શરદ ઋતુની પૂનમ જે શરદપૂર્ણિમા/શરદપૂનમ તરીકે ઓળખાય છે.
શરદપૂનમની રાત એટલે ચાંદની રાત, ઠંડો પવન અને અમૃત વરસાવતું આકાશ. ચારે તરફથી ગોળ ચંદ્રમાંનું સૌંદર્ય અને એમાંથી એટલો પ્રકાશ ફૂટે છે જાણે અવું લાગે કે આખી પૃથ્વી આ પ્રકાશમાં નહાય છે. ચારે બાજુ અજવાળું જ અજવાળું લાગે છે. શરદઋતુમાં ચારેબાજુ સ્વાસ્થ્યવર્ધક વાતાવરણ ઉત્સાહમાં વધારો કરે છે.
ચાંદની રાતમાં મહારાસનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગીત-સંગીત, રાસ-ગરબાનો સંગમ જોવા મળે છે. કોઈપણ પ્રકારના ગીત-સંગીત, રાસ-ગરબાનું આયોજન ન થાય તો પણ પૂનમના રાતની ચાંદનીની છટા તો એવી જ સોહામણી લાગે છે.
આમ, દિવાળીના સ્વાગતની તૈયારી અને નવરાત્રીના રમઝટની વિદાય વચ્ચે આ રઢિયાળી રાત શરદપૂર્ણિમા લોકો માટે ગરબા-રાસનો મજા માણવાનો દિવસ બની રહે છે.
દશેરાના દિવસે જેમ ફાફડા-જલેબી ખાવાનું મહત્ત્વ હોય છે, તેમ શરદપૂનમના દિવસે દૂધ-પૌવા, બટાકાપૌઆ અને બટાકાવડાં જેવી વાનગીઓ તે પણ અગાસીમાં બેસીને ખાઈને ઉજવણી કરે છે
આ દિવસે અનેક પ્રકારનાં ગરબાં અને રાસ ગવાય છે જેમ કે,
શરદપૂનમની રાતડી રંગ ડોલરિયો, માતાજી રમવા દ્યોને રંગ ડોલરિયો,
શરદપૂનમની રાતડી હો-હો ચાંદની ખીલી છે ભલીભાંતની
તુ ન આવે તો શ્યામ રાસ જામે ન શામ રાસ રમવાને વહેલો આવ આવ આવ શ્યામ …
રાસ રમવાને વહેલો આવજે……તારા વિના શ્યામ…..
શરદપૂનમ – આસો સુદિ પૂનમની રાત્રિ, શારદી પૂર્ણિમા, માણેકઠારી પૂનમ. (સંજ્ઞા.)
મહારાસ – મોટો રાસ. (૨) ભાગવત પુરાણ દશમસ્કંધમાંની ‘રાસપંચાધ્યાયી’માંનો બીજો ઉત્તર રાસ. (સંજ્ઞા.)
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.