તાજેતરમાં જ ગુજરાત વિશ્વકોશ ખાતે ધીરુબહેન પટેલનું એક વ્યકતવ્ય રાખવામાં આવ્યું હતું.
ટૂંકાણમાં જો ધીરુબહેનનો પરિચય આપવો હોય તો એવું કહી શકાય કે પટેલ ધીરુબેન ગોરધનભાઈ (૨૫-૫-૧૯૨૬) : નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ વડોદરામાં. શાળા-શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં. ઊચ્ચશિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં. ૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૪૮માં એમ.એ. ૧૯૪૯થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી ૧૯૬૩-૧૯૬૪માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક. થોડો વખત પ્રકાશનસંસ્થા ‘આનંદ પબ્લિશર્સ’નું સંચાલન ૧૯૬૩-૬૪થી કલ્કિ પ્રકાશન શરૂ કર્યું. ૧૯૭૫ સુધી ‘સુધા’ સાપ્તાહિકનાં તંત્રી. ૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
(content credits –gujaratisahityaparishad.com)
વિશેષમાં ધીરુબહેનના હસ્તે 2006માં ગુજરાતીલેક્સિકોનની સાઇટનું મુંબઈ ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે વ્યકત કરેલા વિચારો પણ તમે નીચે જણાવેલી લિંક ઉપરથી વાંચી શકો છો.
http://www.gujaratilexicon.com/upload/news/dhirubahen_speech.pdf
વિશ્વકોશ ખાતે તેમણે જીવનમાંથી હું શું શીખી વિષે ખૂબ જ ધારદાર અને રસદાર મંતવ્ય રજૂ કર્યું છે જેની વિગતવાર માહિતી અહીં સાથે આપેલ છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.