ગુજરાતીભાષાનું સૌથી જૂનું અને જાણીતું સમાચાર પત્ર એટલે ‘મુંબઈ સમાચાર’. આ લોકપ્રિય સમાચારપત્ર આજે તેની અવિરત યાત્રાનાં 190 વર્ષ પૂર્ણ કરી 191મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ સમગ્ર ‘ગુજરાતીલેક્સિકોન પરિવાર’ તરફથી હાર્દિક અભિનંદન. તમારી આ વિકાસયાત્રા સતત આગળ વધતી રહે અને સિદ્ધિનાં અવનવાં સોપાન સર કરતી રહે તેવી શુભકામનાઓ.
સમાચારપત્રનું કામ ફકત લોકો સુધી સમાચાર પહોંચાડવા સુધી સીમિત નથી; પરંતુ એ પ્રજા અને રાજા એટલે કે સરકાર વચ્ચે સેતુ સાધવાનું એક માધ્યમ છે. આ પ્રજા–માધ્યમથી તમે ઘણાં લોકજાગૃતિનાં કાર્યો કર્યાં છે તેની અમે સૌ સરાહના કરીએ છીએ. પોતાના સિદ્ધાંતો પર અડગ રહીને કોઈ પણ જાતની કોઈની શેહશરમ ભર્યા વિના; પ્રશ્નને યથાસ્વરૂપે રજૂ કરવાની તમારી નિષ્ઠા માટે અમે ‘મુંબઈ સમાચાર’ સાથે સંકળાયેલા તમામનો આભાર માની ધન્યવાદ કરીએ છીએ.
આવનારી સદીમાં પણ ‘મુંબઈ સમાચાર’ પોતાનો ડંકો બજાવતું રહે અને સમગ્ર વાચકગણને અવનવા સમાચાર અને કૉલમોનાં નજરાણાં ધરાવતું રહે તેવી અમારી મનોકામના સાથે ફરી એકવાર જન્મદિવસનાં ખૂબ ખૂબ વધામણાં.
See the published article in Mumbai Samachar :
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ