ગુજરાતની આર્થિક રાજધાની ગણાતું અમદાવાદ શહેર આજે ફક્ત ભારત નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. જો કે આ વાતને હવે ફોર્ચ્યુન દ્વારા પણ સમર્થન અપાયું છે. તેમ છતાં એક અમદાવાદી અને ગુજરાતી સહિત ભારતીય તરીકે ગૌરવ લેવાની બાબત એ છે કે સંપૂર્ણ વિશ્વમાં બિઝનેસ માટે સૌથી ઉત્તમ શહેરની યાદીમાં અમદાવાદ સૌથી મોખરે છે. જેની ટોપ 15ની યાદી કંઈક આ મુજબ છે.
Ahmedabad (India)
Austin (USA)
Bogota (Colombia)
Chengdu (China)
Chongqing (China)
Doha (Qatar)
Gurgaon (India)
Lagos (Nigeria)
Melbourne (Australia)
Salt Lake City (USA)
San Jose (Costa Rica)
Santiago (Chile)
Stockholm (Sweden)
Vancouver (Canada)
Warsaw (Poland)
તમે આ માટેની વધુ માહિતી તેમ જ સંપૂર્ણ યાદી અહીં ક્લિક કરીને જોઈ શકો છો.
આજે ગુજરાત અને અમદાવાદનો વિકાસ પૂરા વિશ્વમાં ગૂંજી રહ્યો છે તેમાં કોઈ બેમત નથી. જો કે અમદાવાનો આ વિકાસ હંમેશા સાહસિક વૃત્તિ માટે જાણીતા દરેક અમદાવાદીને આભારી છે. અમદાવાદમાં અત્યાર સુધીનો અનુભવ અમારી સાથે શેર કરો…
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ