પ્રથમવાર પ્રગટ થયા પછી લાંબા સમય સુધી અપ્રાપ્ય રહેલી, છ ભાગમાં વિસ્તરેલી મહાગુજરાતના મશાલચી ઈન્દુચાચાની આત્મકથા અરૂણાબહેન મહેતા મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે હવે ચાર વોલ્યુમમાં ફરીથી ઉપલબ્ધ છે. વિમોચન કાર્યક્રમ દરમિયાન રૂ.600/- રોકડેથી ચૂકવીને આ ગ્રંથસંપુટ મેળવી શકાશે જેની મૂળ કિંમત રૂ.1300/- છે.
ગુજરાતના પૂર્વ નાણામંત્રી સનત મહેતાના અધ્યક્ષસ્થાને અને ઈન્દુચાચાને આત્મકથાના લેખન દરમિયાન લહિયાની સેવા આપનારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના અતિથિ વિશેષપદે યોજાનારા આ કાર્યક્રમમાં નવલકથાકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ ભગવતીકુમાર શર્મા આત્મકથા ગ્રંથસંપુટનું વિમોચન કરશે. વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહ ભૂમિકા બાંધશે. તેમને સાંભળવાનો લહાવો ચૂકવા જેવો નથી.
વિમોચન કાર્યક્રમ : શનિવાર, 25 જૂન 2011 – સાંજે 5:00 કલાકે
સ્થળ : ભાઈકાકા ભવન, લો ગાર્ડન, એલીસબ્રીજ, અમદાવાદ.
(પોતાનું વાહન ધરાવનાર પણ આ કાર્યક્રમમાં ઓટોરિક્ષામાં આવીને ઈન્દુચાચાને દિલથી યાદ કરી શકે છે. ગ્રંથસંપુટ ઘરે લઈ જવામાં એથી અનુકૂળતા રહેશે એ વધારાનો લાભ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.