ચાલો આજે એક અસલ દેશી સ્ટાઇલે વાર્તાની મજા લઈએ.
એક ગામ હતું નામે…નામમાં તો શું છે કે કોઈ પણ ચાલે છતાં ચાલો એક નામ આપી દઈએ….નાનપુર….. ગામમાં જાત-જાતની કોમના લોકો વસે. કોઈ ઊંચ-નીચનો ભેદભાવ નહિં…આમ જોવા જઈએ તો આ એક આદર્શ ગામ હતું.
હવે સ્વાભાવિક છે કોઈ પણ નાનું ગામ હોય કે મોટું તેમાં થોડા ઘણા ઝઘડા-કંકાસ તો રહેવાના જ ને ભાઈ મારા. જો તેમ ના હોય તો વાર્તા આગળ કેવી રીતે વધે. તો ચાલો હવે વાત આગળ વધારીએ. હાં તો એ ગામમાં ચીનુ અને મીનુ રહેતા આમ તો બંને પડોશી પણ બોલવા ચાલવાનો પણ વહેવાર નહિ. જો ચીનુ કહે કે હું ઉત્તર દિશા તરફ જઈશ તો મીનુ કહે મારે શું હું તો આ ચાલ્યો દખ્ખણ તરફ. બસ આખો દિવસ બંનેનું તું તું મે મે ચાલ્યા કરે અને વળી એ વિના બંનેને તો શું ગામ આખાને પણ ચેનના પડે.
હવે એક દિવસની વાત છે, આપણા ચીનુ ભાઈ તેમના ઘરના ઓટલે બેઠા છે. બેઠા બેઠા એ તો વિચારે ચડ્યા. આમ પણ જ્યારે કોઈ માણસ નવરો પડે ત્યારે જ એને વિચારવાનો સમય મળે.
ચીનુ વિચારે કે હું આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરું, ઘરે આવીને રોટલા ટીપું અને પાછી વાળું પાણી કરું એના કરતા કોઈને પરણીને ઘરમાં ના લઈ આવું. એટલે હેય ને મારે આ રોટલા ટીપવાની ઝંઝટમાંથી શાંતિ મળે અને થોડો રોફ પણ જમાવવા મળે. અને પેલા મીનુડાને પણ ખબર પાડી દઉં કે જો તારા કરતાં મારે કેટલી શાંતિ અને લીલાલહેર છે.અને બસ તેઓ તો હવાઈમહેલ ચણવા લાગી ગયા.
હવે તેમના હવાઈ મહેલનું શું થયું તે જાણવા થોડી રાહ જુઓ…. ચાલો ત્યારે અત્યારે તો જન્માષ્ટમી આવી એટલે જય શ્રી કૃષ્ણ…….
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.