દુનિયાની દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા ઇચ્છે છે, પણ તેમાંથી કેટલા ટકા લોકો તે સફળતા માટેની કિંમત ચૂકવવા ઇચ્છે છે ? સાચો જવાબ આપીએ તો ખરેખર મોટાભાગનાની તૈયારી હોતી નથી.
પોતાની જાત સાથે પ્રતિબદ્ધ થઈએ – સફળ થવા માટે આ બાબત ખૂબ અગત્યની છે. અન્ય કોઈને ભલે તમે વચન આપી ચૂક્યા હોઈએ પરંતુ જાતને કમીટમેન્ટ આપીએ. જો આપણી પાસે એક અઠવાડિયા પહેલાંની એપોઈન્ટમેન્ટ ન હોય તો સમજવું કે આપણી પાસે કોઈ કામ નથી. આપણે બેકાર છીએ. રોજ રાત્રે સૂતાં પહેલાં પોતાની જાતને પૂછીએ કે આજે આપણી જાત પર ગૌરવ થાય તેવું કયું કામ કર્યું ? આજે શું નવું શીખ્યા ? શું નવું જાણ્યું ? શું નવું અનુભવ્યું ?
કામમાં સુધારો કરવા માટે પોતાની જાત સાથે કટિબદ્ધ થઈએ. આપણે એટલું અવશ્ય યાદ રાખીએ કે દુનિયામાં કદર પરિણામની થાય છે, તેની પાછળ કરેલા અથાક પ્રયત્નોને કોઈ જોતું નથી. સફળ થવા માટે બીજા કોઈની સાથે નહીં પરંતુ પોતાની જાત સાથે એગ્રીમેન્ટ કરવું પડે કે હું જે પણ કાંઈ કામ કરીશ તે ખૂબ જ પ્રામાણિકતાથી કરીશ. મને તે કાંઈ મળે છે તેનાથી હુું કોઈને અનેકગણું આપીશ. આત્મા સાથે કરેલું એગ્રીમેન્ટ કાયદા સાથે કરેલા એગ્રીમેન્ટ કરતાં અનેકગણું ચડિયાતું છે. જવાબદારીઓ ઉપાડી લેનારા જ લીડર બની શકે છે, માલિક થઈ શકે છે. ફરજ – જવાબદારીઓથી ભાગનારાઓને હંમેશાં નોકર થવાનો જ વારો આવે છે.
જીવનમાં માત્ર બે જે સંબંધો એવા છે જે આપણને સુધારે છે, તેમાં એક છે માતા-પિતા સાથેના સંબંધો અને બીજા શિક્ષક સાથેના સંબંધો. કમનસીબે આજનાં માતાપિતા બાળકોને ‘ ના ‘ પાડતાં ગભરાય છે અને શિક્ષકો પ્રત્યના સન્માનની ભાવના ધીમે ધીમે ઓછી થતી જાય છે.
ઘણા લોકો પોતાની જાતને આગળ લાવવા, ઊંચી દેખાડવા બીજાની જાતને પાછળ પાડવા – નીચી પાડી દેવા તત્પર રહેતા હોય છે. પોતાનાં દુઃખો, મુશ્કેલીઓ, તકલીફોને કારણે દુઃખી થવા કરતાં બીજાને સુખી જોઈને, મુશ્કેલીઓ કે તકલીફ રહીત જોઈને દુઃખી થનારાઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. તેવા લોકોનો આ દુનિયામાં તોટો નથી.
આપણા સ્વવિકાસ, કુટંબ, સમાજ અને દેશવિકાસ માટે આપણે એટલું ચોક્કસ સમજવું પડશે કે ચરિત્રના સુઘડતર વગર આ બધું સાચે જ શક્ય નથી. મૂલ્યો એ કોઈની વ્યક્તિગત જાગીર નથી. સદમૂલ્યોને જીવનમમાં સાકાર કરવાથી અનેક સદવિચારો સ્ફૂરે છે, તેમાંનો અેક નાનકડો વિચાર પણ સફળ થવા માટે પૂરતો થઈ શકે છે.
(મેનેજમેન્ટ ગુરુ શીવ ખેરાના એક મોટીવેશન લેક્ચરના આધારે)
………………………………………………………………………………………………………………………………………………………………………
પ્રતિબદ્ધ – બંધાયેલું. (૨) પ્રતિબંધવાળું. (૩) રક્ષિત, ‘પ્રોટેક્ટેડ’ (આ○બા○)
કટિબદ્ધ – કેડ બાંધીને તૈયાર થયેલું. (૨) (લા.) સજ્જ, તૈયાર, ઉદ્યત
કદર – appreciation.
અથાક – tireless.
તત્પર- absorbed in, engrossed in, (that); concentrated; ready.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.