વિશ્વખોજ (vishvakhoj) પુસ્તક (gujarati ebook, gujarati book) તમને જીવનમાં શું જોઈએ છે, કેમ જોઈએ છે તે બાબતોનો ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરાવે છે. જીવનમાં હંમેશા મનુષ્ય કંઈકને કંઈક શીખીને પોતે શિક્ષા લેતો રહે છે. આ જીવન જ એક શિક્ષક છે. જેમ બાળક ભણવા માટે શાળાએ પહોંચી જાય અને શિક્ષા ગ્રહણ કરે છે. બાળપણમાં એક શિક્ષક વિધાથીઓને શિક્ષા આપે છે, પરંતુ તે સમય સમાપ્ત થયા પછી આપણું જીવન જ એક શિક્ષક બને છે. આથી દરેક મનુષ્ય પણ આ જીવનની શાળામાંથી શિક્ષણ ગ્રહણ કરવું જોઈએ..
નીકળી પડયો હું શિક્ષા લેવા,
પહોચું એક સચોટ લક્ષ્ય પર,
આ જીવન છે એક શિક્ષક,
અને હું તેનો એક શિષ્ય..
વિશ્વ ખોજ – એક જીવન શિક્ષક, આ લઘુ વાર્તા સંગ્રહ છે, જેમાં મનુષ્યને પ્રેરિત કરતી વાર્તાઓ અને લેખ છે. આ પુસ્તકના લેખક મનોજ નાવડીયા છે અને આ એમનું પ્રથમ પુસ્તક છે.
હંમેશા ઘણી વાર્તાઓ આપણને પ્રેરણા આપતી હોય છે. આ “વિશ્વ ખોજ” પુસ્તકમાં નાની ૨૦ વાર્તાઓનું વર્ણન કરવામાં આવેલ છે. આ પુસ્તક આપણા જીવનમાં આવતાં ઘણાં બધાં પરિવર્તન પર આધારીત છે. જે સમાજમાં બનતાં પ્રત્યક્ષ કે પરોક્ષ બનાવો પર આધારીત છે.
દરેક વાર્તામાં આપણો એક ચહેરો સંતાયેલો હોય છે. જો આપણે પોતાને તે જગ્યા પર મૂકીને જોઈએ તો તે આપણને જરૂર દેખાઈ આવે છે. આથી તેમાંથી મળતાં સારા વિચાર, શીખ અને સમજણને ગ્રહણ કરીને તેનો આચરણ કરવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.