માણ્યો છે ભોજન નો સ્વાદ ??
January 21 2021
Written By Devansh Solanki
આજ ની દોડધામ વાળી જિંદગી માં માણસ ભોજન નો સ્વાદ માણવાનું ભૂલી ગયો છે, ક્યારે શું ખાધું? કેટલું ખાધું?? એ ગણવાનું પણ ભૂલી ગયો છે, એક કોળિયો હજી કંઠે થી નીચે નથી ઉતરતો અને બીજા કોળિયા સાથે તૈયાર એનો હાથ છે. આજ ના કળિયુગ માં માણસ જીભ નો સ્વાદ પણ ભૂલી ગયો છે. કઈ વાનગી ગળી? કઈ વાનગી તીખી? કઈ વાનગી મોરી ?? આ દરેક બાબત નો સ્વાદ માણસ ભૂલી ગયો છે..
રેસ્ટોરન્ટ નું જમવાનું તેમને ખુબ જ સારું લાગે છે, કારણ કે ત્યાં એક થાળી ના અમુક પૈસા ચૂકવાય છે અને ઘરે એક થાળી ફ્રી માં મળે છે. રેસ્ટોરન્ટ ના જમવામાં એક પણ દિવસ ભૂલ નહિ કાઢે કારણકે પૈસા આપવાના છે, એક એક કોળિયો શાંતિ થી ખાશે, દરેક વસ્તુ નો જીભ પર સ્વાદ અનુભવશે. રેસ્ટોરન્ટ કે લગ્ન પ્રસંગ ના જમણવાર માં બધી વાનગી નો સ્વાદ માણશે, પરંતુ આ જ વસ્તુ ઘર ના બનાવેલા ભોજન માં કેમ નથી થતી?? ઘર ના ભોજન માં થોડીક જ મિનિટો માં માણસ ઉભો થઇ જાય છે. બહાર ની વાનગી નો સ્વાદ સારું લાગવાનું એક જ કારણ છે કે માણસ ઘરે માત્ર રોટલી શાક દાળ ભાત ના કોળિયા ભરે છે પરંતુ એ દરેક કોળિયા નો સ્વાદ તો માણતો જ નથી.
થાળી માં રાખેલી દરેક વાનગી નો સ્વાદ માણવો એ ખુબ જ જરૂરી છે કારણ કે માણસને ઘણી વાર એ પણ નથી ખબર હોતી આજે જમવામાં કઈ મીઠાઈ બનાવી છે?? કયું શાક બનાવ્યું છે? આટલી ઉતાવળ માં જમીને માણસ ને ક્યાં જવું છે? નોકરી કે ધંધો?? આ બધું અહીં ને અહીં જ રહેવાનું છે પરંતુ તમારા પરિવાર જનો દ્વારા બનેલા ભોજનનો સ્વાદ તમને આખો દિવસ તંદુરસ્ત રાખશે..થાળી માં પીરસવામાં આવેલી દરેક વાનગી નો સ્વાદ નિરાળો જ હોય છે, કોઈ વાનગી મીઠી, તો કોઈક વાનગી તીખી તો કોઈક વાનગી કડવી પણ હોય છે. આ દરેક અલગ અલગ વાનગી ના સ્વાદ ને જીભ ની સ્વાદેન્દ્રિય પર આપણે અનુભવ કેમ નથી થવા દેતા??
નાના બાળક ને જયારે પ્રથમ વાર કોઈ વાનગી ખવડાવામાં આવે ત્યારે દરેક વાનગી વખતે તેના ચેહરા ની અભિવ્યક્તિ માં બદલાવ આવે છે, જો એ બાળક દરેક વાનગી નો સ્વાદ માણી શકતો હોય, તો આપણે બાળક થી મોટા છીએ?? થાળી માં પીરસેલી દરેક વાનગી નો સ્વાદ માણવો ખુબ જ જરૂરી છે. ઘણી વાર ઉતાવળ માં લીધેલા ભોજન થી માત્ર ચરબી નું પ્રમાણ વધે છે પરંતુ તમારા શરીર ને તંદુરસ્તી નથી મળતી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ આવા ઘણા વિટામિન્સ ની ઉણપ રહી જાય છે, માણસ એટલી ઉતાવળ માં ભોજન કરે છે કે ઘણી વાર એ પણ ભૂલી જાય છે મુખ માં 32 દાંત આપ્યા છે દરેક દાંત નો ઉપયોગ દરેક કોળિયા ને તોડવામાં થવો જોઈએ, ના કે માત્ર 2 દાંત ના જોર થી સંપૂર્ણ ખોરાક આરોગી લેવો.
“ઘર ના ભોજન ને માત્ર પેટ ભરવા ખવાય છે, જયારે બહાર ના ભોજન નો સ્વાદ મણાય છે.”
More from Devansh Solanki
More Article
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.