ગુજરાત રાજ્યમાં આવેલ સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સૌ પ્રથમ સિકંદરની સીંગ લોકોને યાદ આવે, કારણકે ગુજરાતી પ્રજા ખાવાપીવાની ભારે શોખીન પ્રજા છે.
ત્યારબાદ તરણેતરનો મેળો (Tarnetar Fair) લોકોને યાદ આવે. આ મેળો ભાદરવા સુદ ચોથથી છઠ સુધી ચાલે છે. આ મેળો રૂપ, રંગ, મસ્તી, યૌવન અને લોકનૃત્યના મેળા તરીકે પણ ઓળખાય છે. આ મેળાની (Tarnetar Fair) મુખ્ય 3 વિશેષતા છે. (1) વહેલી રાતથી લઈને સવાર સુધી ચાલતા ભજનો (2) સામસામા બોલાતા દુહા અને (3) હૂડા અને હાજા રાસ.
પણ તરણેતર ગામ તેના આ મેળા ઉપરાંત ગુર્જર પ્રતિહાર શૈલીના ભગવાન શિવના (shiva) મંદિર ત્રિનેત્રેશ્વરના (Trinetereshwar Temple) કારણે પણ પ્રસિદ્ધ છે.
પુરાણો અનુસાર ભગવાનના ત્રણ નેત્રોને ત્રિકાળનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન શિવ (shiva) સમગ્ર બ્રહ્માંડને જોઈ શકે છે આ ઉપરાંત ભૂતકાળ અને વર્તમાન પર નિયંત્રણ રાખી અને ભવિષ્યને જોઈ શકે છે. આ ખાસિયતને કારણે આ શિવમંદિરનું નામ ત્રિનેત્રેશ્વર મંદિર રાખવામાં આવ્યું હોવાની માન્યતા છે.
અયોધ્યાના સૂર્યવંશી રાજા શ્રી યુવનાશ્વના પુત્ર શ્રી માંધાતાએ આ મંદિરનું નિર્માણ કરાવેલું.
મહાભારતની કથા પ્રમાણે તે સમયે તરણેતરનો પ્રદેશ પાંચાળ પ્રદેશ તરીકે જાણીતો હતો અને ટ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજાયો હતો. અને હાલમાં ત્યાં જે કુંડ છે ત્યાં અર્જુને મત્સ્ય વેધ કર્યો હતો.
અહીં 3 કુંડ આવેલા છે : બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ અને શિવકુંડ. આ કુંડમાં પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીનું આહ્વાન કરી ગંગાજીનું પ્રાગટણ કર્યું હતું અને તેથી જ તરણેતરના મેળામાં આવેલા લોકો ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા કુંડમાં ઋષિ પંચમીના દિવસે પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી અને તેમાં નાહીને ગંગા નાહ્યાનું પુણ્ય મળે છે તેવું માને છે.
દસમી સદીમાંં પ્રતિહાર રાજાઓ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવાયો હોવાની માન્યતા છે.
હાલના મંદિરનો જીર્ણોદ્ધાર લખતરના રાજા કરણસિંહજીએ પોતાની પુત્રી કરણબાની સ્મૃતિમાં ઈ.સ. 1902માં કરાવ્યો હતો.
આ મંદિરમાં બે શિવલિંગ છે એક નાનું અને બીજું મોટું. મોટુંં શિવલિંગ પ્રાચીન છે.
તરણેતર ગામનું સાચું નામ ત્રિનેત્રેશ્વર હતું જે અપભ્રંશ થઈ હાલમાં તરણેતર તરીકે ઓળખાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.