Gujaratilexicon

(food science)આહાર વિજ્ઞાન અંગેના કેટલાક જાણવા જેવા દાદીમાના નુસખા

April 16 2020
Gujaratilexicon

વૈજ્ઞાનિક રીતે સ્વસ્થ્ય જીવનશૈલી માટે સમતોલ આહાર ખૂબ જ આવશ્યક છે. સમતોલ આહાર (balance diet) એટલે આપણા ખોરાકમાં પ્રોટિન, ફેટ, કાર્બોહાઈડ્રેટસ, ખનિજ-ક્ષારો (minerals) તેમ જ બધા પ્રકારના વિટામિનનો યોગ્ય પ્રમાણમાં સમાવેશ. તો ચાલો આજે જાણીએ આહાર વિજ્ઞાન (food science) અંગેના કેટલાક જાણવા જેવા દાદીમાના નુસખા.

આ બધાં પોષક તત્ત્વો વધુ સારી રીતે જળવાઈ રહે તે રીતે વાનગીઓ બનાવવી જોઈએ. વાનગીઓ મુખ્યત્વે તળીને, બાફીને, ઉકાળીને, વરાળથી બાફીને અને શેકીને બનાવવામાં આવે છે. જો ખોરાકને વધુ પડતો તળવામાં આવે તો તેનાં પૌષ્ટિક તત્ત્વો નાશ પામે છે, તે જ રીતે ઉકાળવાથી તેમ જ બાફવાથી વરાળમાં તેમ જ પાણીમાં કેટલાંક વિટામિન અને ખનિજ-ક્ષારો નાશ પામે છે. કોઈ પણ વસ્તુ વરાળથી સારી બફાય છે અને તેમાંમીઠાશ આવે છે તેમ જ વરાળથી બાફેલા ખોરાકમાં બધા તત્ત્વો મોટે ભાગે જળવાઈ રહે છે. તેથી રસોઈ માટે કૂકર વાપરવું ફાયદાકારક છે.

રોજ રાંધવામાં આવતો ખોરાક બનાવતી વખતે તેમાં આવેલાં પૌષ્ટિક તત્ત્વો કેવી રીતે સાચવવા તે જોઈએ (Food science) :
  • દાળ નવી લેવી તેમ જ બરાબર બાફી એકરસ કરવી અને પછી ઉકાળવી
  • દાળમાં સૂરણ, કોળું, શિંગદાણા, તલ, ટોપરું, આદુમરચાં, ગોળ-આંબલી નાખવાથી દાળ સ્વાદિષ્ટ બને છે અને કેટલાંક પૌષ્ટિક તત્ત્વોનું પ્રમાણ વધે છે.
  • ભાત બનાવવા માટે જૂના હાથછડ ચોખા વાપરવા જોઈએ.
  • ચોખાને વધારે વખત ધોવાથી અને ભાતને ઓસાવવાથી વિટામિન ‘બી’ અને નિકોટિનિક એસિડ નીકળી જાય છે તેથી ભાતને મસળીને ધોવો ન જોઈએ.

આ પણ વાંચો : અનાજ સંગ્રહ કરવાની વિવિધ રીતો

  • કેટલીક વાર આપણે દેખાવ ખાતર શાકની છાલ કાઢી નાંખીએ છીએ તો જે શાકની છાલ ઉપયોગમાં લઈ શકાતી હોય તે કાઢી ન નાખવી.
  • શાકભાજીના મોટા કટકા કરવા અને વધારે સમય પહેલાં શાક સુધારીને ન રાખવું.
  • લોખંડની છરી કે ચપ્પુ શાકભાજી સુધારવા ઉપયોગમાં લેવું તથા લોખંડના તાસળા/પેણીમાં શાક બનાવવું કેમ કે તેમ કરવાથી તેમાં લોહતત્ત્વ મળી શકે છે.
  • શાકને બાફી તેનું પાણી કાઢી ન નાખવું પરંતુ તેમાંથી સૂપ બનાવવો જોઈએ.
  • રોજ અલગ અલગ શાક બનાવવા જેથી નવીનતા રહે તેમ જ દરેક પ્રકારના તત્ત્વો મળી રહે
  • રોટલીના લોટને એક કલાક પહેલાં પલાળી રાખવાથી લોટ સરસ ફૂલે છે તેમ જ લોટને સારી રીતે કેળવવાથી જે સફેદ તત્ત્વ ઉત્પન્ન થાય છે તે ખૂબ ઉપયોગી છે. તેનાથી રોટલી નરમ, સુંવાળી, મીઠી અને પચવામાં હલકી બને છે.
  • રોટલી, ભાખરી વગેરે માટે જૂના ઘઉં લેવા, નવા ઘઉંનો લોટ પચવામાં ભારે પડે છે.

તેથી જ, સમતોલ આહાર શરીરની તંદુરસ્તી અને વિકાસનું કામ કરે છે. તેમ જ કેટલાક રોગો સામે લડવાની શક્તિ આપે છે. આથી આપણા રોજિંદા આહારમાં ખોરાકના બધા તત્ત્વો પ્રમાણમાં મળી રહે તેવો સમતોલ આહાર લેવો આવશ્યક છે.   

આ બ્લોગમાં આવતા કેટલાંક ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ (Gujarati to English Meaning)

તળવું – fry in oil, ghee, etc.

બાફવું – cook by boiling in water or with steam

શેકવું – bake, cook by baking; foment with hot water, clothes, etc; burn; torment; make miserable

ઉકાળવું – boil; gain, derive, profit; do good; [iron.] spoil.

બ્લોગ લખનાર : મૈત્રી શાહ

Most Popular

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects