પ્લેગ, કૉલેરા, ટાઇફૉઇડ જેવી ભયાનક આ વ્યાધિ નથી, તો પણ વિશ્વના દરેક દેશના લોકોને લાગુ પડતી શરદી (Cold) કામકાજના કલાકો બગાડી આર્થિક ફટકો આણનારી છે. આ માંદગી છે તો સાધારણ ચિહ્નોવાળી પણ બીજા રોગો કરતાં એ થોડા દિવસ ટકે છે.
શરદીને સળેખમ અંગ્રેજીમાં Cold Coryza પણ કહે છે. એક મિલિમિટરના હજારમાં ભાગ જેવડા કદના વાયરસથી શરદી થઈ આવે છે.
અમુક ઋતુમાં શરદી થઈ આવવાના કારણો હજુ સમજાયા નથી. માનવીના શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટવાથી ગળામાં વસતા રોગજીવાણુઓને લીધે શરદી થઈ આવે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડનારા કારણો ઘણાં છે. જેમ કે,
એક મિનિટે બે માઇલની ઝડપથી ખવાતી આપણી છીંક ચેપી જંતુઓથી ભરપૂર પાણીના સીકરો ઉડાડે છે. આ છીંકના ફુવારામાં હજારો રોગજીવાણુઓ બહાર પડે છે, જે બીજઓને ચેપ લગાડે છે. માટે નાક આગળ રૂમાલ રાખી છીંકવું જોઈએ. અને એ રૂમાલમાં આવેલા રોગ જીવાણુઓ સ્પર્શથી બીજામાં રોગ સંચાર કરે છે, માટે એમની સાચવણી અને સાફસૂફી અત્યંત અગત્યના છે.
આ પણ વાંચો : કોરોના…કોરોના…ડરોના… ડરોના
શરદી થઈ હોય ત્યારે વ્યાયામ અને આરામનું પ્રમાણ જાળવવું જોઈએ. થાકી જવાય એટલી હદે કામમાં મંડ્યા ન રહેવું જોઈએ.
ખાવાનું ખાતા પહેલાં હાથ ધોવા જોઈએ. ખોરાક કે મોઢા લગોલગ વાતો કરતાં બીજાને રોકવા જોઈએ.
ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ રેસ્ટોરાં કે મેદનીથી અલગ ખુલ્લામાં રહેવું જોઈએ અને તેમણે વિટામીન એ, બી અને સી ભરપૂર પ્રમાણમાં મળે તેવો ખોરાક ખાવો જોઈએ.
મુખ્યત્વે શિયાળામાં શરદી વધુ થતી હોય છે. ઉનાળામાં શરદી થવાનું કારણ શ્રમ પછી શરીરને એકદમ ઠંડી લાગવાનું છે, અથવા ધૂળ કે બીજાં કારણોથી થતી એલર્જી છે.
શરદી થવાનું એક કારણ એલર્જી પણ છે, આથી વધારે પડતા સ્ટાર્ચ પદાર્થ તથા ગળપણ ન ખાવા જોઈએ. ચા, કોફી, દારૂ અને બીડી પણ વર્જ્ય છે.
એક એવી કહેવત છે કે, ‘શરદી આપોઆપ મટે સાત દિવસમાં, ને દવાથી મટે આઠ દિવસમાં.’
દાહ : burning, burning sensation, feeling or excessive heat.
મસા : piles
લીંટ – sticky matter, mucus or snot emitting from nose
ઉપરની માહિતી માંદગીના મૂળ – જીવનમાં સાજા રહેવાની કળા, લેખક : ડૉ. શિવપ્રસાદ ત્રિવેદીના પુસ્તકના આધારે તૈયાર કરવામાં આવી છે.
બ્લોગ લખનાર : મૈત્રી શાહ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.