પ્રકરણ 10 : વાસી ખમણ જેવા સંબંધો (Raman ridha ni dayri) (લેખક : યશવંત ઠક્કર)
આજે ગુણવંત લહેરી મળ્યો. એ દર વખત જેવો લહેરમાં નહોતો. મેં પૂછ્યું કે : ‘દોસ્ત, આજે કેમ તું ઢીલો દેખાય છે?’
‘જવા દેને. આ સમાજ ભલભલાને ઢીલા કરી નાખે એવો છે.’ એણે કહ્યું.
‘શું થયું તારા જીવનમાં?’ મેં પૂછ્યું.
ગુણવંત લહેરીએ મને માંડીને વાત કરી : ‘યાર, થોડા દિવસ પહેલાં સમાચાર વાંચ્યા હતા કે અમરસિંહે બચ્ચન પરિવારની માફી માંગી. તને તો ખબર છે ને કે અમરસિંહ અને અમિતાભ બચ્ચન વચ્ચે જબરી ભાઈબંધી હતી, પણ પછી બગડી ગયું. બચ્ચન તો બગાડે એવા નથી, પણ અમરસિંહને તો વાતવાતમાં ધડાકા કરવાની ટેવ. એ તો જ્યારે હોય ત્યારે બચ્ચન પરિવારનું માંડ્યા વાટવા. સંબંધની તો વાટ લગાડી દીધી, પણ બચ્ચને પોતાની ખાનદાની જાળવી રાખી. હવે એવું થયું છે કે અમરસિંહની તબિયત બહુ બગડી છે. એને લાગ્યું છે કે હવે ગાડી બહુ દોડે એમ નથી, છેલ્લું સ્ટેશન નજીક છે એટલે એણે જાહેરમાં બચ્ચન પરિવારની માફી માંગતો સંદેશો આપ્યો છે. જીવનના અંતિમ પડાવ વખતે ભાઈસાહેબ ઢીલા પડી ગયા.’
‘પણ એમાં તું કેમ ઢીલો પડી ગયો છે?’ મેં પૂછ્યું.
ગુણવંત લહેરીએ એના ઢીલા પડી જવાનું કારણ બતાવ્યું : ‘રમણ, સાંભળ તો ખરો. અમરસિંહે જેમ ઘણાય હારે બોલીને બગાડ્યું છે, એમ મેં પણ મારા જીવનમાં ઘણાય હારે બગાડ્યું છે. એટલે મને પણ થયું કે, મેં જેને જેને દુ:ખ પહોંચાડ્યું છે એ બધાની માફી માંગુંં. એક વખત મરવાનું તો છે જ. મરતાં પહેલાં આ કામ કરવા જેવું છે. મેં શરૂઆત કરી મારા એક સગા શાંતિભાઈથી. મેં શાંતિભાઈની માફી માંગી તો એ ભાઈ તો ઊલટાના ઊખળી પડ્યા. મને કહે કે માફી કેવી ને વાત કેવી ! તું જે બોલ્યો છે એ બધું મારા દિલમાં છપાઈ ગયું છે. એણે તો જૂની જૂની વાતો કાઢી કાઢીને મારા માથે મારી. મારો તો મૂડ આઉટ થઈ ગયો. માથું ફરી ગયું. હું તો મન હળવું કરવા ગયો હતો પણ મન ભારે થઈ ગયું. મને થયું કે આ કાર્યક્રમ આગળ વધારવા જેવો નથી. રમણ, તને શું કહું? મારા બીજા સગા તો શાંતિભાઈને પણ સારા કહેવડાવે એવા છે.’
મેં ગુણવંત લહેરીને કહ્યું : ‘ભાઈ, જે થવાનું હતું એ થઈ ગયું. અમરસિંહ અને અમિતાભની વાત અલગ છે. આપણે એમના વાદે ન ચડાય. વળગણો છોડવા જતાં વળગણો વધી પડે એવું ન કરાય. જેની હારે બગડ્યું હોય એની હારે વધારે ન બગડે એનું ધ્યાન રાખજે, પણ વાસી ખમણમાં તેલ, રાઈ અને લીલા ધાણા નાખીને એને તાજા કરવાનાં સાહસ રહેવા દેજે.’
આ પણ વાંચો : યશવંત ઠક્કર દ્વારા લિખિત ઈબુક – ખમણ કોરાં, વધારેલાં ઢોકળાં
ગુણવંત લહેરીથી છૂટા પડ્યા પછી મારું મન વિચારે ચડ્યું. અમરસિંહે બચ્ચનની માફી માંગી એ સમાચાર મેં પણ વાંચ્યા હતા. મને અમરસિંહના શબ્દો યાદ આવ્યા કે : ‘આજના દિવસે મારા પૂજ્ય પિતાજીનો સ્વર્ગવાસ થયો હતો. આ તારીખે છેલ્લા એક દશકથી સતત અમિતાભ બચ્ચન સંદેશ મોકલે છે. જ્યારે બે વ્યક્તિમાં વધારે પ્રેમ હોય છે ત્યારે તેમનામાં થોડી વધારે અપેક્ષા અને ઉપેક્ષા પણ હોય છે. તે સંબંધમાં વધારે ઉગ્ર પ્રતિક્રિયા આવે છે. સંબંધ જેટલો વધારે નજીકનો હોય છે, જ્યારે તૂટે છે ત્યારે તેનું દુઃખ પણ એટલું વધારે થાય છે.’
હું રમણ રીઢા, મને આ ડાયરી લખતી વખતે એક ગીત યાદ આવે છે : ‘દુશ્મન ન કરે દોસ્ત ને વો કામ કિયા હે, ઉમ્ર ભર કા ગમ હમેં ઇનામ દિયા હૈ…’
ઢીલું : not tightly drawn; loose; slack; not hard, soft; lacking courage; weak; slow, lethargic.
આગળ : formerly; in comparison with, by the side of; near (to); before; outside, in public; hence forward, in future.
વળગણ : possession by ghost or evil spirit; evil spirit, ghost; concern, connection; work or person clinging to oneself; illicit sexual relations.
અગાઉના પ્રકરણો વાંચો :
પ્રકરણ 9 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 8 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 7 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 6 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 5 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 4 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 3 વાંચવા અહીં ક્લિક કરો
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં