‘અભિવ્યક્તિ’ દ્વારા હાલમાં કળાના ખાસ કરીને સંગીત, નૃત્ય, નાટક અને આર્ટસ ક્ષેત્રના વિવિધ સ્વરૂપો લોકો સમક્ષ મુકવામાં આવી રહ્યા છે. ‘અભિવ્યક્તિ’નો મૂળ હેતુ કલાકાર અને કલારસિકોનો ભેટો કરાવવાનો છે જેના લીધે બંને બાજુ સંતોષની લાગણી પ્રસરી શકે. ‘અભિવ્યક્તિ’ કલાકાર અને કલારસિકો વચ્ચેના સંવાદનો એક સેતુ છે.
હાલમાં અમદાવાદ ખાતે ‘અભિવ્યક્તિ’ દ્વારા એક ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ‘અભિવ્યક્તિ સિટી આર્ટસ ફેસ્ટિવલ’ જ્યાં કલાકારો પોતાની કલા પ્રેક્ષકો સમક્ષ મૂકી રહ્યા છે અને કલાપ્રેમીઓ તેને માણી રહ્યા છે. આ સુંદર કાર્યક્રમનું આયોજન એલ.ડી. એન્જિનિરીંગ કોલેજ ખાતે કરવામાં આવ્યું છે. 28 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ કાર્યક્રમ માણવા પ્રેક્ષકો પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી જેના લીધે વધુમાં વધુ કલાપ્રેમીઓ આ અદ્ભુત આયોજન માણી શકે.
વધુ વિગતો માટે abhivyaktiart.org વેબસાઇટની મુલાકાત લેવાનું ચૂકતા નહીં.
અભિવ્યક્તિ સિટી આર્ટસ ફેસ્ટિવલ
ક્યારે – 14-28 ફેબ્રુઆરી
ક્યાં – એલ.ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ, અમદાવાદ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.