Gujaratilexicon

ગુજરાતી વ્યાકરણમાં આવતાં વિવિધ વિરામચિહ્નો અંગે કેટલાંક યાદ રાખવા યોગ્ય સૂચનો

February 28 2020
Gujaratilexicon

ગુજરાતી વ્યાકરણમાં આવતાં વિવિધ વિરામચિહ્નો (Punctuation marks) અંગે કેટલાંક યાદ રાખવા યોગ્ય સૂચનો નીચે મુજબ છે.

  • જ્યાં સહેજ અટકવાની જરૂર હોય ત્યાં અલ્પવિરામ (,) મૂકાય છે
  • અલ્પવિરામ કરતાં વધારે અટકવાની જરૂર હોય ત્યાં અર્ધવિરામ (;) મૂકાય છે
  • જ્યાં પૂરેપૂરો અર્થ કહેવાઈ જાય ત્યાં, વાક્યને છેડે પૂર્ણવિરામ (.) મૂકાય છે
  • કશાની ગણતરી કરવી હોય, વર્ણન કે સમજૂતી આપવાં હોય, અથવા બોલનારનાંં નામ પછી મૂકવું હોય ત્યારે ગુરુવિરામ કે મહાવિરામ (:) મૂકાય છે
  • સવાલ પૂછવાનો ભાવ સમજાય તેને માટે છેલ્લા પદ આગળ સવાલ ચિહ્ન કે પ્રશ્નવિરામ (?‌) મૂકાય
  • અતિશય તીવ્ર લાગણી દર્શાવવા જે ઉદ્ગાર નીકળે તેની પાછળ એક કે વધારે ઉદ્ગારચિહ્ન કે આશ્ચર્યવિરામ (!) મૂકાય
  • કોઈના બોલેલા કે લખેલા શબ્દોને ઉતારવા અવતરણ ચિહ્ન (‘ ‘ કે ” “) મૂકાય
  • કોઈ પણ બાબતના વધુ સ્પષ્ટીકરણ માટે, અથવા વચમાં સૂઝી આવેલો નવો વિચાર એ – – અપસારણ ચિહ્નના ગાળામાં લખાય છે
આ પણ વાંચો : જોડણીના નિયમો
  • અપસારણ ચિહ્ન ન વાપરતાં ( ) ; { } ; [ ] કૌંસનો પણ ઉપયોગ થાય છે
  • ખાસ ભાર મૂકવો હોય ત્યાં તળે ‌‌_ લીટી દોરવામાં આવે છે
  • લખતાં રહી ગયેલાંં અક્ષર, શબ્દ કે વાક્ય ઉમેરવા માટે નીચે ^ કાકચિહ્ન મૂકી ઉપલી તરફ ખૂટતું ઉમેરી દેવામાં આવે છે
  • સામાસિક શબ્દો વચ્ચે, શબ્દનો બીજો અર્થ આપવા માટે અથવા લીટીને છેડે આખો શબ્દ માતો ન હોય ત્યારે તેને યોગ્ય રીતે તોડી – રેખાચિહ્ન કે વિગ્રહરેખા મૂકાય છે.

એટલે એમ કહી શકાય કે, શબ્દો ગમે તેમ તોડી કે અક્ષરેઅક્ષર છૂટા લખી તેમાં છુપાયેલું ખરું વાક્ય (કહેવત) શોધી કાઢો. પ્રથમ ખરા શબ્દો શોધવા. તેમાંથી ક્રિયાપદ શોધી છેડે ગોઠવવું. એને પ્રશ્ન પૂછી કર્તા, કર્મ ને વધારાઓ શોધી શોધી યોગ્ય જગ્યાએ મૂકવા. સરળ રીતે સમજાય તેમ ફરી ફરી વાક્ય વાંચવાથી રહેલી ભૂલ મળશે અને વ્યાજબી રીતે સુધારી સાચું ને અસરકારક વાક્ય રચી શકાશે.

ઉદાહરણ

ખોટું વાક્ય : માળણજોનેચંપાનેમોગરાનાગજરાકરજે

સાચુંં વાક્ય : માળણ, જોને! ચંપા ને મોગરાના ગજરા કરજે.

આ બ્લોગમાં આવતાં કેટલાંક શબ્દોના અંગ્રેજી અર્થ (Gujarati to English Meaning)

અલ્પવિરામ : comma

અર્ધવિરામ : sign of punctuation, semi-colon (;)

મહાવિરામ : colon (:)

ઉપરના બ્લોગ માટેની વિગતો બનાવવા કાન્તિલાલ પ્રભુશંકર મહેતા અને સોમેશ્વર ધીરજરામ દવે રચિત ગૂજરાતી ભાષા-પ્રયાસ પુસ્તકનો સહારો લેવામાં આવ્યો છે.

બ્લોગ લખનાર : મૈત્રી શાહ

Most Popular

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects