Sequence game એટલે શું. શબ્દકોશ પ્રમાણે Sequence એટલે અનુક્રમ, ઘટનાક્રમ, અખંડિત માલિકા, ક્રમ પ્રમાણે સાથે લાગી આવતી વસ્તુઓ, પરંપરા, શ્રેણી, ચિત્રપટની ઘટના કે પ્રસંગ, નિષ્પત્તિ, ફળ, પરિણામ.
પણ શું તમે ક્યારેય પણ sequence game વિશે સાંભળ્યું છે ?
આ sequence એ એક પ્રકારની બોર્ડ ગેમ છે
આ ગેમ રમવા માટે ઓછામાં ઓછા 2 ખેલાડીઓની જરૂર પડે અને વધુમાં વધુ 12 ખેલાડીઓ સાથે આ ગેમ રમી શકાય.
જો 3 કરતાં વધુ ખેલાડીઓ હોય તો તમારે તેમને 2 કે 3 પ્લેયર ધરાવતી ટીમમાં ખેલાડીઓની વહેંચણી કરવી પડે. દા.ત. 4 ખેલાડીઓ હોય તો 2-2ની બે ટીમ, 9 ખેલાડી હોય તો 3-3ની 3 ટીમ તે રીતે.
આ એક પ્રકારની માઇન્ડ ગેમ છે. બોર્ડને ટેબલની વચ્ચે રાખો.
જો 3 ટીમ હોય તો ટીમ 1ના પહેલા પ્લેયર પછી ટીમ 2નો પહેલો પ્લેયર અને ત્યારબાદ ટીમ 3નો પહેલો પ્લેયર બેસશે .
ત્યારબાદ ટીમ 1નો બીજો પ્લેયર બેસે એ રીતે બેસવાનું હોય છે એટલે કે alternate પોઝિશન પર બેસવાનું હોય છે.
આ ગેમમાં 2 પ્લેયર વચ્ચે 7 કાર્ડ, 3 પ્લેયર વચ્ચે 6, 4 વચ્ચે 6, 6 વચ્ચે 6, 8 અને 9 પ્લેયર વચ્ચે 4 કાર્ડ, 10 અને 12 પ્લેયર વચ્ચે 3 કાર્ડની વહેંચણી કરવામાં આવે છે.
આ ઉપરાંત ગેમમાં અલગ અલગ 2-3 કલરના coin આપવામાં આવેલા હોય છે. દરેક ટીમ પોતાના કોઈનનો કલર નક્કી કરી અને પોતાના પ્લેયર વચ્ચે તે વહેંચી દે છે.
બોર્ડમાં દરેક કાર્ડના કલરની બે પેર હોય છે ફકત જેકનું પાનું તેમાં હોતું નથી. દા.ત. લાલના એક્કાથી બાદશાહ સુધીની જેમાં જેકનો (Jack) સમાવેશ થતો નથી તેની બોર્ડમાં બે જગ્યાએ ગોઠવણી હોય છે તો તમે જે પાનું ઉતરો તેનો કોઈન મૂકવા માટેના બે ઓપ્શન તમારી પાસે હોય છે.
જો 2 ખેલાડીઓ અથવા 2 ટીમ આ ગેમ રમી રહી હોય તો એક ખેલાડી અથવા એક ટીમે સામે વાળા ખેલાડી કે ટીમ કરતાં પહેલાં બે sequences બનાવી પડે. આ જ રીતે જો 3 ખેલાડી કે 3 ટીમ હોય તો પણ એક ખેલાડી અથવા એક ટીમે સામે વાળા ખેલાડી કે ટીમ કરતાં પહેલાં બે sequences બનાવી પડે.
આ ગેમમાં ઘણાં બધાં નિયમો છે. જેમ કે,
સિક્વન્સ ગેમ એ એક પરિવાર સાથે મળી રમી શકાય તેવી બોર્ડ ગેમ છે. આ ગેમ રમવી સરળ છે. 7 વર્ષથી ઉપરની બધી જ ઉંમરની વ્યક્તિ તે રમી શકે છે.
આ ગેમ એક વ્યૂહરચના ગેમ પણ કહી શકાય. તમારી તર્કશક્તિ વિકસાવવાની અનોખી તક અહીં મળે છે. સામેની ટીમ કે પ્લેયરની ગેમને સમજીને તમારે તમારી ચાલ ચાલવાની હોય છે. આ બાબત તમને જીવનમાં અન્ય લોકોના સ્વભાવ, ચાલચલગતને સમજવાનો મોકો આપે છે. તમે તમારી જાતને સ્પર્ધાત્મક વાતાવરણ માટે તૈયાર કરી શકો છો. પરિવાર સાથે મળી રમી શકાતી આ ગેમ વળી પારિવારિક ભાવનાને પ્રાધાન્ય મળે છે અને અરસપરસનુંં બંધન વધુ મજબૂત બને છે.
sequence – અનુક્રમ, ઘટનાક્રમ, અખંડિત માલિકા, ક્રમ પ્રમાણે સાથે લાગી આવતી વસ્તુઓ, પરંપરા, શ્રેણી, ચિત્રપટની ઘટના કે પ્રસંગ, નિષ્પત્તિ, ફળ, પરિણામ
alternate – (બે જાતની વસ્તુઓ અંગે) એક પછી બીજું થતું, વારાફરતી થતું, (ક્રમ અંગે) એકાંતરે આવતી વસ્તુઓનું બનેલું, (નામ સાથે) દરેક બીજી વસ્તુ, એક પછી એક વારાફરતી ગોઠવવું કે થવું
Jack – ભારે વજન અધ્ધર ઊંચકવાનો ઊંટડો, ગાડીની ધરી ઊંચકવાનું પેચવાળું સાધન, જૅક (૨) ગુલામનું પત્તું (૩) માંસ શેકવાનો સળિયો કે કલથો, એક (બહુધા નાની) ખાઉધરી માછલી (૪) તાકીને મારવા મૂકેલો દડો (૫) વહાણનો ઝંડો, મોરા આગળ ફરકતો રાષ્ટ્રીયતાનો દ્યોતક, ગોળ કાંકરીઓ ઉછાળીને રમાતી રમત (૬) ચામડાની ડોલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.