આદિકાળથી કોઈ પણ સારું કાર્ય કરતી વખતે, નવી વસ્તુ કે મકાન મિલકત ખરીદતી વખતે સામાન્ય રીતે ચોઘડિયું જોવામાં આવે છે. Here, you can understand how to read a Panchang in Gujarati.
સામાન્ય રીતે ચોઘડિયું એટલે ચાર ઘડીનો સમય. દિવસના ચોઘડિયાની શરૂઆત સૂર્યોદયથી અને રાત્રિના ચોઘડિયાનાં શરૂઆત સૂર્યાસ્તથી થાય છે. મુખ્યત્વે ચોઘડિયાં ત્રણ પ્રકારના હોય છે : શુભ, મધ્યમ અને અશુભ.
સામાન્ય રીતે શુભ ચોઘડિયાંમાં શુભ, અમૃત અને લાભ આ ત્રણ પ્રકારનો સમાવેશ થાય છે. પંચાગમાં આ શુભ ચોઘડિયાંં સામે સાથિયાની નિશાની આપવામાં આવે છે.
મધ્યમ ચોઘડિયામાં ચલનો સમાવેશ થાય છે. સારું કાર્ય ચલના ચોઘડિયામાં શરૂ કરી શકાય છે.
અશુભ ચોઘડિયાંમાં રોગ, ઉદ્વેગ અને કાળ એમ ત્રણ પ્રકારનો સમાવેશ થાય છે.
ચોઘડિયાનો સમય દોઢ દોઢ કલાકનો હોય છે અને સૂર્યોદય થાય ત્યારબાદ દિવસના ચોઘડિયાની ગણતરી થાય છે. દા.ત તરીકે સૂર્યોદય 6 વાગે થતો હોય તો પ્રથમ ચોઘડિયાંનો સમય 6 થી 7.30નો રહેશે. દરેક દિવસે અને રાતે ચોઘડિયાં અલગ હોય છે પણ દરેક વારના ચોઘડિયાં ફિક્સ હોય છે. એટલે કે દર સોમવારે પહેલું ચોઘડિયું અમૃત જ રહેવાનું. તે જ રીતે રાત્રિના ચોઘડિયાંનો સમય સાંજના 6થી સામાન્ય રીતે ગણવામાં આવે છે.
દરરોજ આખા દિવસ દરમ્યાન 3 ચોઘડિયાં શુભ અને 3 ચોઘડિયાં અશુભ રહેવાના જ. દરેક વારનો એક સ્વામી હોય છે અને તે વારના ચોઘડિયાંની શરૂઆત તે વારના સ્વામીથી થાય છે. દા.ત. રવિવારના સ્વામી ઉદ્વેગ છે તો રવિવારનું પહેલું ચોઘડિયું ઉદ્વેગ, સોમવારના સ્વામી અમૃત છે, મંગળવારના સ્વામી રોગ, બુધવારમાં લાભ, ગુરુવારના સ્વામી શુભ, શુક્રવારના સ્વામી ચલ અને શનિવારના સ્વામી કાળ. એટલે કે સોમવાર, બુધવાર અને ગુરુવારે સવારના પહેલાં ચોઘડિયામાં સારું કામ કરી શકાય છે.
નવરાત્રિમાંં ઘટ સ્થાપન હોય કે લગ્ન પ્રસંગે કંકોતરી લખવાની હોય કે ગણેશ સ્થાપન કે માંડવા મૂર્હત કરવાનું હોય તો પણ ચોઘડિયાં જોવામાં આવે છે. વળી મૃત્યુ પામેલા માનવીને અગ્નિદાહ આપવા માટે પણ ચોઘડિયાં જોવામાં આવે છે.
આ પણ સાંભળો : લગ્નગીતો,
થોડીક સમજણ અને મહાવરાથી તમે પણ સરળતાથી હવે ચોઘડિયાં જોઈ શકશો.
ચોઘડિયું : period of time equal to four ghadis; auspicious moment or time.
ઉદ્વેગ : agitation, excitement; dread, fright; agony; anxiety; sorrow
અગ્નિદાહ : cremation of a dead body
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ