યે દોસ્તી હમ નહીં છોડેગે !
January 09 2020
Written By Rahul Viramgamiya
સની ઓ સની…! કાલુ કબૂતરે જોરથી ઘૂ…ઘૂ કરતાં બૂમ પાડી. સની સસલું એની બખોલમાંથી બહાર નીળ્યું
અને પૂછ્યું, શું વાત છે, કાલુ?’‘સનીભાઈ, તમારી ખાસ દોસ્ત ખેમી ખિસકોલીને વિકા વરૂએ પકડીને એક છોડ સાથે બાંધી દીધી છે. એણે મને બોલાવીને કહ્યું કે સની સસલું મારો શિકાર બને તો જ ખેમીને છોડીશ.
સની કહે, દોસ્તીમાં જાન આપવામાં હું પીછેહઠ નહીં કરું ચાલ, હું આવું છું કાલુ કબૂતરે એને રોકતાં કહ્યું ‘પણ સનીભાઈ તમે શિકાર બની જાઓ. એ પછીય વિકો વરૂ ખિલકો લીબહેનને ન છોડે તો ? સનીએ થોડીવાર વિચાર કયૌ પછી કહે, ચાલ ત્યાં જઈએ તો ખરા.વિકાએ ખાખરાના થડ સાથે ખિસકોલીને બાંધી હતી. સનીએ
દૂર એક ઝાડી પાસે ઊભા રહી ને વિકા વરૂને કહ્યું વિકાભાઈ હું તમારો શિકાર બનવા તૈયાર છું એ પહેલાં એક વાત કરવી છે વરૂ કહે શું વાત છે? સની કહે તમારે રોજેરોજ શિકાર કરવા જાતજાતના દાવપેચ રમવા પડે છે અને અમારે પણ તમારાથી સાવધાન રહેવું પડે છે. એને બદલે તમને રોજ મનભરીને શિકાર કરવાનો રસ્તો બતાવું તો? એવું તે હોતું હશે? વિકો વરૂ બોલ્યો.સની કહે, જુઓ દરિયાકિનારે એક સાંકડો
રસ્તો એક ટાપુ પાસે જાય છે. ત્યા રોજ રાત્રે ભરતી વખતે ઢગલાબંધ માછલીઓ દોડી આવે છે. વિકો કહે, ગપ્પાં મારીને મને ઉલ્લુ બનાવવા માગે છે?’ સની કહે,‘એવું હોય તો તમે જાતે દરિયાના ટાપુ ઉપર જઈ
માછલીઓ પકડી લો. પછી સંતોષ થાય તો જ ખેમીને છોડજો. વિકાસ થોડોક વિચાર કયૌ. એને આમાં કોઈ
જોખમ ન લાગ્યું.એણે કહ્યું ‘ઠીક છે! પણ સની જો જરાય ગરબડ થઈ છે તો તારી ખેર નથી! ’ સની કહે,‘હું પણ દરિયાકિનારે આવીશ બસ! વિકાએ ખેમીને ખાખરાના થડ પાસેથી ખોલીને મોંમા પકડી લીધી. મોંમાં
ખિસકોલીને પકડીને દરિયાકિનારે ચાલવા લાગ્યો. સની અને બીજાં પશુ-પંખી પણ દરિયાકિનારે પહોંચ્યાં.
વિકાએ ખેમીને નારિયેળીના થડ સાથે બરાબર બાંધી દીધી. ખાતરી કરી કે કોઈ એ દોરી ખોલી શકે એમ
નથી. પછી સનીએ બતાવેલા સાંકડા અને નીચા રસ્તા પર ચાલતો થોડેક દૂર આવેલા ટાપુ ઉપર પહોંચ્યો.
ટાપુ રસ્તા કરતાં થોડોક ઊંચો હતો. સૂર્ય આથમ્યો અને રાત પડવા લાગી. સનીએ કહ્યું, વિકાભાઈ, હવે તૈયાર થઈ જાઓ. માછલીઓ આવવાની તૈયારી છે.’ દરિયામાં ભરતીનાં મોજાં ઘૂઘવવાં લાગ્યાં વિકો પાણીમાં તાકીને તરાપ મારવા તૈયાર ઊભો રહ્યો.પાણીનાં મોજા તોફાની બન્યાં તો એને થયું કે પાછો રતો રહું! એ પાછો ફયૌ તો પાછા જવાનો રસ્તો તો પાણીમાં ડૂબી ગયો હતો. વિકાને હવે બીક લાગવા માંડી. એણે પાણીમાં ચાલીને પાછા ફરવા માટે રસ્તો કઈ જગ્યાએ હતો એનો અંદાજ લગાવવા માંડ્યો. એટલામાં પાણી ખાસ્સાં વધી ગયાં. ટાપુ ઉપર વિકાના પગ નીચે પાણીનાં મોજાં આવવાં લાગ્યાં. વિકો કહે,’સની! પાણી ટાપુ ઉપર ચઢી ગયાં. સની કહે,‘બસ! તો આવજો! બોલ્યું-ચાલ્યું માફ! ભગવાન તમારા આત્માને શાંતિ આપે! વિકો ગુસ્સે ભરાઈને બોલ્યો,’મને ઉલ્લુ બનાવ્યો? હરામખોર ઊભો રહે. ઓ…બાપ રે…! એક મોટું
મોજું આવ્યું અને વિકા વરૂને તાણીને દરિયામાં લઈ ગયું હતું. બધાં પશું-પંખી આનંદથી નાચી ઊઠ્યાં. ‘સનીભાઈ, તમે તો બધાને બચાવી લીધા. સનીએ પોતાના ધારદાર દાંતથી ખેમી ખિસકોલીને બાંધેલી દોરી
કાતરી નાખી. ઉકા ઉંદરે તેને મદદ કરી. ખિસકોલી આઝાદ થઈ ગઈ. એ સની સસલાને બાઝી પડી. ‘ઓહ! દોસ્ત તેં તો આપણી દોસ્તી બરાબર નિભાવી. સની કહે;‘યે…દોસ્તી…હમ નહીં…છોડેંગે!‘
More from Rahul Viramgamiya
More Stories
Interactive Games
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ