Gujaratilexicon

રમણ રીઢાની ડાયરી – પ્રકરણ 2

January 04 2020
Gujaratilexiconpqdc0a909aafcd2b92a165efb9bcf79ddd42e5b906pq pq87fc1335e9098e92156c6333f911e7954b985b15pq

પ્રકરણ 2 : કવિ સંમેલન

લેખક : યશવંત ઠક્કર (Funny stories by Gujarati author Yashwant Thakkar)

હું આજે સાંજે નગરગૃહ પાસેથી પસાર થઈ રહ્યો હતો ને કોઈએ કસકસાવીને મારું બાવડું પકડી લીધું. મેં જોયું તો મને પકડનાર જનાર્દનભાઈ હતા. તેઓ મારા જૂના પાડોશી હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. એકંદરે કામના માણસ હતા. હું કોઈ  ભાગેડુ ચોરને હોઉં અને તેઓ કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર હોય એમ એમણે મને પકડ્યો હતો.

‘કેમ છો રમણભાઈ ?’ એમણે મને પૂછ્યું.

‘મેં કહ્યું : ‘મજામાં.’ અને પછી મેં મારો હાથ છોડાવવા પ્રયાસ કર્યો તો તેઓ બોલ્યા : ‘એમ છોડી દેવા માટે મેં તમારો હાથ નથી પકડ્યો. તમારે અંદર આવવાનું છે.’

‘પણ શા માટે ?’ મેં પૂછ્યું.

‘અરે કોર્પોરેશને એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. મારાથી તમને આમંત્રણ આપવાનું  રહી ગયું છે. હવે એ ભૂલ હું સુધારવા માંગુ છું.’ તેઓ મને લઈને નગરગૃહમાં પ્રવેશ્યા.

‘પણ કાર્યક્રમ શાનો છે ?’ મેં પૂછ્યું.

‘કવિ સંમેલન છે. તમને મજા આવશે.’ તેઓ બોલ્યા.

‘પણ મારે ઘરે પહોંચવાનું છે.’ મેં છૂટવા માટે બહાનું કાઢ્યું.

‘ઘર ભાગી નહિ જાય. ‘ એમ કહીને એમને મને એક ખુરશી પર બેસાડી દીધો અને ધમકી આપતા હોય એમ બોલ્યા : ‘કાર્યક્રમ પૂરો થયા વગર બહાર નીકળવાનું નથી.’ તેઓ પોતે મને બેસાડીને બહાર નીકળી ગયા.

મને એમની દાદાગીરી પસંદ ન પડી, પણ એમને નારાજ કરવાનું મને ઠીક ન લાગ્યું. હું બેસી રહ્યો. મેં નગરગૃહમાં ચારે તરફ નજર કરી. શ્રોતાઓની સંખ્યા બહુ જ ઓછી હતી. મેં મંચ પર બેઠેલા કવિઓ તરફ ધ્યાન આપ્યું. મને શ્રોતાઓના પ્રમાણમાં કવિઓની સંખ્યા વધારે હોય એવું મને લાગ્યું. એક પછી એક કવિ ઊભા થઈને એમની કવિતા સંભળાવતા હતા.

Explore GL Community members Kavita from here

થોડી વાર થઈને જનાર્દનભાઈ ફરીથી અંદર આવ્યા. સાથે ત્રણચાર જણને પકડીને લાવ્યા હતા. એ લોકોને બેસાડીને તેઓ ફરીથી બહાર નીકળી ગયા. થોડી વાર પછી તેઓ ફરીથી આવ્યા અને એક દંપતીને બેસાડીને ફરીથી બહાર નીકળી ગયા. મને સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. શ્રોતાઓની સંખ્યા ઓછી હોવાથી તેઓ રસ્તે જતા લોકોમાંથી લવાય એટલા લોકોને લાવી રહ્યા હતા.

તો બીજી તરફ સંચાલકે કવિઓને એવી સૂચના આપી કે : ‘મહેરબાની કરીને કોઈ કવિ એકથી વધારે કવિતા રજૂ ન કરે. માત્ર કવિતા જ રજૂ કરે. કવિતાની પહેલાં કે પછી મુક્તક રજૂ ન કરે. બને એટલી નાની કવિતા રજૂ કરે. આપણી પાસે કવિઓ ઝાઝા છે અને સમય ઓછો છે.’

Did you know what is the english meaning of word મુક્તતક ?

સંચાલકે શ્રોતાઓને પણ ઠપકો આપ્યો કે : ‘તમે કવિઓને તાળીઓથી વધાવતા નથી એ ઠીક નથી. આપણી સંસ્કાર નગરીના લોકોને આ શોભતું નથી.’ એમની સૂચનાની નજીવી અસર થઈ.

મને આજકાલની કવિતાઓ સમજાતી નથી એટલે ચા પીવાની તલપ લાગી. પણ સાથે સાથે જનાર્દનભાઈની બીક લાગી એટલે બેસી રહ્યો.

કાર્યક્રમ પૂરો થયો અને હું ઝડપથી બહાર નીકળવા જતો હતો ત્યારે મેં જોયું કે એક દાઢીવાળો યુવાન જનાર્દનભાઈને ધમકી આપતો હતો કે : ‘તમે આ કાર્યક્રમમાં મને કવિ તરીકે બોલાવ્યો નથી એ ઠીક નથી કર્યું. તમે મારા જેવા ખરા કવિઓને બોલાવવાના બદલે કહેવાતા કવિઓને બોલાવીને આ સંસ્કાર નગરીની પ્રજાનું અપમાન કર્યું છે. આનો પડધો આવતી કાલના અખબારમાં પડશે.’

જનાર્દનભાઈએ એને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ એ યુવાન ક્રાંતિકારીની અદાથી બહાર નીકળી ગયો.

જનાર્દનભાઈએ મને ઊભા રાખીને કહ્યું : ‘તમે અમારા આજના કાર્યક્રમની શોભા વધારીએ બદલ તમારો ખૂબ જ આભાર માનુ છું.’

‘પણ પેલો તમારી પર ગુસ્સે થઈને ગયો એ કોણ હતો ?’ મેં પૂછ્યું.

‘જવા દોને રમણભાઈ, એક સામાજિક કાર્યકર છે અને પાછો પોતાની જાતને ક્રાંતિકારી કવિ સમજે છે. આ કાર્યક્રમમાં કવિ તરીકે ન બોલાવ્યો એટલે બગડ્યો છે. તમે જ કહો કે કેટલા કવિઓને બોલાવવા? મેં મારા સાહેબને કહ્યું હતું કે, બધું કરાય પણ કવિ સંમેલનનો કાર્યક્રમ ન કરાય. પણ મન્યા નહિ. એમનાં પત્ની પણ કવિતા લખે છે. આજે પણ એમનાં પત્ની મંચ પર હતાં. એમની હઠના કારણે જ અમારા સાહેબે આ કાર્યક્રમ રાખ્યો હતો અને મને બધી જવાબદારી સોંપી હતી. કામ કરીએ તો જશ પણ મળે અને અપજશ પણ મળે.’

રાત પડી ગઈ છે અને મને એક કવિની કવિતાના ભણકારા સંભળાય છે…

વાત મારી જિંદગીની કાઢજો

હોય જો એકાંત આખી રાત તો

આપજો સરનામું મારું રોફથી

ક્યાંય ભેગો થાય જો ઝંઝાવાત તો

પ્રકરણ 1 વાંચવા અહીં ક્લિક કરો

પ્રકરણ 3 વાંચવા અહીં ક્લિક કરો

પ્રકરણ 4 વાંચવા અહીં ક્લિક કરો

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

,

નવેમ્બર , 2024

શનિવાર

23

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects