વર્ષ 2019 ખૂબ જ ઝડપથી પસાર થઈ ગયું, હજુ હમણાં જ ઉત્તરાયણ ગઈ હોય એવું લાગે છે; પરંતુ ઉત્તરાયણ આવી રહી છે. સમયનું કામ જ એ છે કે તમને ખબર પણ ના રહે એટલી ઝડપથી પસાર થઈ જાય છે અને એવી જ રીતે વર્ષ 2019 ગયું.
2019માં ઘણી એવી ઘટનાઓ બની જેની ઘણી નોંધ લેવાઈ અને ચર્ચાઈ. આ બધી ચર્ચાના કેન્દ્રમાં કોઈ એક શબ્દ રહેતો (Trending words of 2019). જેમ કે, વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમની આગેવાની લીધી હોય કે ફટકાબાજી કરી હોય કેન્દ્રમાં વિરાટ જ રહ્યો, લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની, ચર્ચા ખૂબ થઈ પરંતુ કેન્દ્રમાં ચૂંટણી શબ્દ જ રહ્યો. તો, અમે આવા જ આખા વર્ષ દરમિયાન સૌથી વધારે બોલાયેલા શબ્દોની કક્કાવાર એક યાદી બનાવી છે એ વાંચો અને આનંદો.
કોઈ નાના બાળકને કક્કો બોલવાનું કહો તો એના મુજબ ક કલમનો ક, ખ ખડિયાનો ખ, ગ ગણપતિનો ગ હશે અને મોટાભાગના લોકોએ જે કક્કો નાનપણમાં શીખ્યો એ જ સાંભરી શકે છે. અત્યારે ભલે ખડિયો જોવા નથી મળતો પરંતુ આપણે આપણા કક્કામાં ખડિયાનો સમાવેશ કરીએ છીએ જે આપણા મનની વિશાળતા દર્શાવે છે પરંતુ બદલાતા જમાના સાથે કક્કો પણ બદલાવો જ જોઈએ ને!
તમે 4 વર્ષના બાળકને સમજાવો કે ‘ટ ટપાલીનો ટ’ તો તે બાળક માસુમતાથી પૂછવાનું જ છે કે ‘ટપાલી એટલે?’ સવાલ સ્વાભાવિક છે પરંતુ તે જ ભૂલકાને એમ કહેશો કે ‘ટ ટિકટોકનો ટ’ તો તે તરત સમજી જશે. કારણકે તે જે સાંભળી રહ્યું છે તેની સાથે સમજવું વધુ સરળ પડે.
તો કરી લો તમારા કક્કાને અપડેટ અને બની રહો ‘આધુનિક જમાનાને અનુરૂપ’ (કક્કામાં અમુક શબ્દ એવા હોઈ શકે કે જે મૂળ ગુજરાતી નથી પરંતુ તેને અવગણવા જેવા નથી એટલી વાર બોલાયેલા છે)
કલમ પત્રકારની હોય કે બંધારણની અથવા તો કૃષિની; કલમ શબ્દ આખા વર્ષ દરમિયાન ચર્ચામાં રહ્યો
વર્ષ દરમિયાન “વર્લ્ડ કપ કોણ જીતશે?”, “વરસાદ ક્યારે બંધ થશે?”, “વાવાઝોડું ક્યારે આવશે? જેવા સવાલો આપણા મનમાં ઉઠ્યા જેનો જવાબ એક જ હતો, “ખબર નહિ”
150મી જન્મજયંતિ નિમિત્તે અબાલવૃદ્ધ સૌ કોઈએ ગાંધીજીને યાદ કર્યા
લોકસભાની ચૂંટણી વખતે દરેક રાજકીય દળોએ પોતાના વાયદાઓ જાહેર કરતુંં ઘોષણાપત્ર બહાર પાડ્યું જેની ખૂબ ચર્ચાઓ ચાલી
ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવા માટે ISRO દ્વારા ભારે મહેનતથી બનાવાયેલ ચંદ્રયાન આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહ્યું
લાંબા ચાલેલા ચોમાસાને લીધે છત્રી અને છત્રી સાથે સંલગ્ન ટુચકાઓ ખાસ્સા ચર્ચાયા
વિશ્વમાં વધી રહેલી જનસંખ્યા એક મહત્ત્વનો મુદ્દો બની રહી છેેે..
પહેલા એમેઝોનના જંગલોમાં લાગેલી આગ અને ત્યારબાદ મહારાષ્ટ્રના આરે જંગલોમાં ઝાડના કપાણ મુદ્દે ખૂબ ચર્ચાયેલો શબ્દ.
આમ તો બિનગુજરાતી શબ્દ પરંતુ ઈન્ટરનેટ જગતમાં પોતાનું અલગ જ સ્થાન બનાવી લેનારી એપ ટિકટોક.
વર્ષની શરૂઆત હાડ થીજાવનારી ઠંડીથી થઈને અંત પણ ઠંડીથી જ થયો. સાર્વત્રિક પડી રહેલી ઠંડી લોકચર્ચાનો વિષય બન્યો.
વર્લ્ડકપ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરી ક્રિકેટ જગતમાં ભારતનો ડંકો વગાડ્યો તેની ચર્ચા ચાલી હતી
ચૂંટણીમાં મતદારોને રીઝવવા વિવિધ રાજકીય પક્ષો દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવતો ઢંઢેરો ખાસ્સો ચર્ચાયો
ક્યારેક નાણાંની અછત તો ક્યારેક બેંકમાં રહેલાં નાણાં પર બેન્કની જવાબદારી આ બધા મુદ્દાઓમાં નાણાં શબ્દ કેન્દ્રમાં રહ્યો
કોઈ પણ ક્ષેત્રમાં પાવરધા રહેવા સમાજના દરેક વર્ગે તાલીમનું મહત્ત્વ સમજ્યું અને આ શબ્દ ચર્ચામાં રહ્યો
આ વર્ષે રજૂ થયેલી ફિલ્મ એવેન્જર્સ : એન્ડ ગેમમાં બતાવવામાં આવેલા થોરના રમુજી અવતારને ફિલ્મના ચાહકોએ વધાવ્યો
પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં મહિલાઓને દર્શન માટે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર ચર્ચાઓ ચાલી
માનવ જીવનના મૂલ્યો સમજવા ધર્મનું આગવું મહત્ત્વ છે, આ વર્ષે ધર્મની ખૂબ ચર્ચા રહી
વિશ્વમાં સૌથી વધારે યુવાઓ ધરાવતા દેશમાં નોકરી શબ્દ ખાસ્સો પ્રચલિત રહ્યો
‘ક્લાઈમેટ ચેન્જ’ મુદ્દે સમગ્ર વિશ્વ એક થયું અને પર્યાવરણની સંભાળ માટે ઘણી ચર્ચાઓ ચાલી
આ વર્ષે અલગ અલગ વિષય વસ્તુને લઈને બનેલી ફિલ્મોએ આખું વર્ષ બોલિવુડને ગાજતું રાખ્યું
વર્ષની શરૂઆતમાં ફિલ્મ બદલામાં પોતાના ધારદાર અભિનયથી કે વર્ષના અંતે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મેળવીને સદીના મહાનાયકે જનતામાં ‘બચ્ચન’ શબ્દનેે ચર્ચાતો રાખ્યો.
ભારતમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીના કારણે ભારત શબ્દ વિશ્વફલકમાં ચર્ચાનો વિષય રહ્યો.
યુવાઓ અને બાળકોમાં વધી રહેલા મોબાઇલના ક્રેઝને લઈને મોબાઇલ શબ્દ ચર્ચામાં રહ્યો
આંતરરાષ્ટ્રીય સ્તરે યોગને મળેલા આવકાર બાદ અને યોગ વિશેની જાગૃતિ બાદ યુવાનોમાં પણ યોગ શબ્દ પ્રચલિત રહ્યો
ભારતીય ટીમનું વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન હોય કે પીવી સિંધુની જબરદસ્ત રમત આ શબ્દ ખૂબ જ ચર્ચાયો
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની ચૂંટણી અને સરકાર પર ઉઠેલા સવાલમાં લોકશાહી શબ્દ મહત્ત્વપૂર્ણ રહ્યો
આ વખતે ચોમાસુંં દિવાળી સુધી ચાલ્યું અને દિવાળી બાદ પણ અમુક સ્થળોએ વરસાદ પડ્યો જેની ખાસ્સી ચર્ચાઓ ચાલી
વધી રહેલા શહેરીકરણને લીધે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, ગામડાંંને જ શહેર બનાવવાની વાત ઘણાં લોકો દ્વારા ચર્ચાઈ
પરીક્ષા હોય કે હિસાબ દરેક ક્ષેત્રમાં આ શબ્દનું વિશેષ સ્થાન છે અને આ માટે જ વાર્ષિક શબ્દ બહોળા પ્રમાણમાં બોલવામાં આવે છે
ચૂંટણીમાં કયો પક્ષ સત્તા માટે દાવેદાર બનશે તેની ઉત્કંઠા ચારેબાજુ રહી આથી સત્તા શબ્દ ચર્ચામાં રહ્યો
મૂળ શબ્દ ‘હેલારો’ પરથી આવેલ આ શબ્દ આજે એટલો પ્રખ્યાત બન્યો છે જેનો શ્રેય નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ હેલ્લારોને જાય છે
દિન પ્રતિદિન ઊંચી થઈ રહેલી ઇમારતો અને તેની સલામતી માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન આ શબ્દ ખૂબ ચર્ચાયો હતો
વર્તમાન પત્રો, સામયિકો, કવિતાઓ દ્વારા આ શબ્દ ચર્ચામાં રહ્યો
વર્લ્ડકપ અને ચૂંટણીવાળા આ વર્ષમાં આ ક્ષેત્રના જ્ઞાતાઓની બોલબાલા રહી
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.