બા મેં તો બાગમાં બાંધી નિશાળ,
ભણવાને આવે છે ચકલીઓ ચાર,
બા મેં તો બાગમાં બાંધી નિશાળ.
નાની ખિસકોલી ભણવામાં પહેલી,
આવે છબીલી એ તો સૌથી વહેલી,
જરાના બોલે એ સૌથી શરમાય,
જરાના બોલે એ સૌથી શરમાય,
બા મેં તો બાગમાં બાંધી નિશાળ.
કલબેલી કાબર ને છેલ્લે હું કાઢું,
કચ કચ કરે તો એને આંખો દેખાડું,
જરા ના મારુ હું ખોટો એ માર,
જરા ના મારુ હું ખોટો એ માર,
બા મેં તો બાગમાં બાંધી નિશાળ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.