હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે, કે તેજના ફુવારે,
અનંતને આરે, કે રંગ રંગ વાદળિયાં,
હાં રે અમે ઉડ્યા હો મોરલાના ગાણે, કે વાયરાના વહાણે,
આશાના સુકાને, કે રંગ રંગ વાદળિયાં,
હાં રે અમે થંભ્યાં,
હો મહેલના મિનારે, પંખીના ઉતારે,
ડુંગરાની ધારે, કે રંગ રંગ વાદળિયાં,
હાં રે અમે પહોચ્યાં,
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે, કે રંગ રંગ વાદળિયાં,
હાં રે અમે નાહ્યાં,
હો રંગના ઓવારે, કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે, કે રંગ રંગ વાદળિયાં,
હાં રે અમે પોઢયાં,
છલકતી છાળે, દરિયાને હિંડોળે,
ગગનને ગોળે, કે રંગ રંગ વાદળિયાં,
હાં રે અમે નાચ્યાં, તારાના તરંગે, રઢિયાળા રંગે, આનંદના અભંગે, કે રંગ રંગ વાદળિયાં,
હાં રે અમે આવ્યાં,
હો રંગ રંગ અંગે, અનંત રુપરંગે,
તમારે ઉછંગે, કે રંગ રંગ વાદળિયાં.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.