કુશળ અને ધારદાર વાર્તાકારોમાં અજય સોનીનું નામ મોખરે છે. અજયભાઈની વાર્તાઓ આપણને આપણી પોતાની લાગે. તેમની રજૂઆત એટલી સરળ હોય કે જાણે આપણે આજુ બાજુના વાતાવરણમાં તે ગુંથાયેલી હોય અને પાત્રોના મનમાં શું ચાલે છે તેમની મથામણ આ બધું પાત્રો દ્વારા આપણા સુધી આપોઆપ આવી જાય. તેમના આ પુસ્તકમાં કચ્છની ભૂમિ કેન્દ્રસ્થાને છે.
કચ્છ જેવા સૂકા પ્રદેશમાં સંવેદનાની લહેર,માનવતાની લહેર અને કચ્છના અખાતમાં મીઠાશનો સરવાળો એટલે ‘રેતીનો માણસ’.
સરહદી પ્રદેશ અને રણ પ્રદેશ હોવાને કારણે કચ્છ એક અલગ અને અટુલું પડે છે તે જ રીતે વાર્તાના પાત્રોમાં મોટેભાગે એકલતા જોવા મળે છે તેમ છતાં ખોટી લાગણી કચ્છીઓના લોહીમાં નથી એનું સ્પષ્ટ પ્રતિબિબ ‘રેતીના માણસ’માં જોવા મળે છે. તેમ છતાં આ નિરાશાવાદી વાર્તાઓ નથી. અગ્નિકન્યા, વાછટ, રેતીનો માણસ, રેતનદી અને જંગલ, ખરડાયેલી માટી અને તર્પણ વાર્તા આપણી અંદરની માણસાઈને હલાવી મૂકે છે. ધરતીકંપ પછીના જે રીતે કચ્છે આ કુદરતી લપડાકનો પડધો ઝીલ્યો એ સમગ્ર વિશ્વએ જોયું પણ ધરતીકંપ શું હતો એ માત્ર કચ્છીઓએ જ જોયો છે એ દર્શાવવાનો પ્રયત્ન બે-ત્રણ વાર્તાઓમાં થયેલ છે. દોઢ દાયકા પછી પણ ઘડિયાળમાં નવની આસપાસનો સમય જોઈ નાયક ધ્રુજી જાય છે એ ભય પણ વાર્તાઓમાં ઝીલાયો છે.
ધૂંધળી વાસ્તવિકતાઓને પામવાના પ્રયત્નો જાણે વાર્તામાં ખળભળાટ મચાવે છે. એકંદરે સામાન્ય ઘટનાઓ માનવજીવનમાં કેટલી મથામણો ઊભી કરે છે અને તેની શું અસર પડે છે તે વાત આ પુસ્તકમાંથી આપણને જાણવા મળે છે.
એકવાર અચૂકથી વાંચવા જેવું આ પુસ્તક છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ