Sattvik Food Festival – 2019 – સૃષ્ટિ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2019માં 17મા સાત્ત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલાના પટાંગણમાં કરવામાં આવ્યું છે.
વીસરાતી વાનગીઓનો આ મહોત્સવ વર્ષ 2004થી શરૂ થયો. આ આયોજન હની બી નેટવર્કનો એક ભાગ છે. આઇઆઇએમના પટાંગણમાંથી શરૂ થયેલ આ મહોત્સવ આજે સ્વાદરસિકો માટે એક અગત્યનો મહોત્સવ બની ગયો છે અને તેઓ આખું વર્ષ આ આયોજનની રાહ જોતાં હોય છે. ફકત ખાણીપીણી માટે જ નહીં પરંતુ ઓર્ગેનિક વસ્તુઓની ખરીદી માટે પણ.
આ આયોજનનો હેતુ લુપ્ત થઈ રહેલી અને ઓછી જાણીતી વાનગીઓ તથા ખેતપેદાશોને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો છે. અહીં અવનવી ઓછી જાણીતી વાનગીઓ સિવાય સ્વાથ્સ્થય વર્ધક ખેત-પેદાશો, જીવામૃત, કૃત્રિમ ખાતર અથવા જંતુનાશક દવાઓ વિના પેદા કરેલ શાકભાજી – Organic fruits and vegetables અને ઔષધિઓ પણ પ્રાપ્ય છે.
આ ઉપરાંત અહીં આવેલા વિવિધ ફૂડ સ્ટોલ ઉપરથી વિવિધ મિલેટ એટલે કે રાગી, જાર, બાજરા વગેરેમાંથી બનાવેલ વિવિધ વાનગીઓનો રસાસ્વાદ તમે કરી શકો છો.
Explore the gujarati meaning of word : Millet
આ ઉપરાંત બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે પેપર બેગ બનાવવી, પગલુછણિયું, વાંસની ટોપલી, કુંભારીકામ વગેરે શીખવવામાં આવે છે.
Do you know what is the English meaning of – પગલુછણિયું
આ વર્ષે 125 જેટલા ખેડૂતો તેમની વિવિધ ખેતપેદાશોનું નિદર્શન અને વેચાણ અહીં કરી રહ્યા છે. ભારતભરમાંથી અહીં ખેડૂતો આવે છે. અહીંથી તમે ઓર્ગેનિક બિયારણ (Organic fruits and vegetables), છોડ, જીવામૃત, કૂંડા – ખાસ કરીને છાણ અને માટીમાંથી બનાવેલા ખરીદી શકો છો.
આ પણ વાંચો : શું તમે અનાજ સંગ્રહ કરવાની વિવિધ રીતો વિશે જાણો છો ?
સવારના 11 વાગ્યાથી સાંજના 10 વાગ્યા સુધી ચાલતાં આ ફૂડ ફેસ્ટિવલમાં તમે વિવિધ વાનગીઓના રસાસ્વાદની સાથે ફોક કાર્યક્રમ પણ નિહાળી શકો છો અને આ ઠંડીની મોસમમાં ત્યાં મળતાં ગરમ ગરમ કાવાની લહેજત અને તેની સાથે ખીચીયા પાપડ, રાગીના લોટમાંથી બનાવેલ હાંડવો, મક્કે દી રોટ, સરસોં દા સાગ ખાવાની મજા જ કંઈક ઓર છે વળી જામફળનું શરબત, ફીંડલાનું શરબત, ઓર્ગેનિક ચા, સૂકામેવા, રોટલા, ખીચડી …. આ વાનગીઓની યાદી તો હજુ ઘણી લાંબી છે, તો આજે જ આ ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લો અને મોઢામાં ફકત પાણી જ નહીં પણ શ્વાસોશ્વાસમાં પણ તેની સુગંધ ભરી લો.
સાત્ત્વિક ફૂડ ફેસ્ટિવલ માણવાનું સ્થળ :
Sattvik Food Festival
સ્થળ – શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, એસ.જી. હાઇવે, અમદાવાદ.
તારીખ – 21-25 ડિસેમ્બર, 2019
સમય – 11 AM to 10 PM
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.