ભક્ત હરિદાસ

January 09 2020

હરિદાસનો જન્મ એક મુસ્લિ પરિવારમાંં થયો હતો, પરંતુ હરિદાસ નખશિખ ક્રૃષ્ણભક્ત હતા. બહુ નાની વયથી હરિદાસને હરિનામ પ્રત્યે તીવ્ર અનુરાગ હતો.
તેઓ ઘર છોડીને વનગ્રામની પાસે બેનાપોલના નિજૅન વનમાંં એક નાની કુટિયા બનાવીને, તેમાંં રહેતા હતા. હરિદાસ દિનરાત હરિનામ જપમાંં તન્મય રહેતા.
દરરોજ ત્રણ લાખ નામજપ કરવાનો તેમનો નિયમ હતો અને આ નામજપ પણ જોરજોરથી કરતા. હરિદાસ દિવસમાંં એક વાર ભિક્ષાન્ન પર જીવતા અને
બાકીનો સમય નામ જપમાંં તન્મય રહેતા. એકવાર વનગ્રામના દુષ્ટ જમીનદારે હરિદાસની સાધના નષ્ટ કરવા માટે ધનની લાલચ આપીને એક વેશ્યાને હરિદાસ
પાસે મોકલી. હરિદાસજી તો નામસ્મરમાંં તન્મય હતા. તે સુંદરી વેશ્યા કુચેષ્ટા કરવા માંંડી. હરિદાસ નામજપ છોડને તેની સામે જોવા પણ તૈયાર ન થાય. આ રીતે
ત્રણ રાત સુધી વેશ્યા હરિદાસ ને ફસાવવા માટે આવી પણ હરિદાસ વિચલિત ન જ થાય. ત્રણ રાત સુધી તે વેશ્યાએ હરિદાસનું સ્મરણ ક્ર્યું અને પરિણામે તેના અંત
કરણની પણ શુદ્ર્રિ થઈ તે વેશ્યા ફસાવવા આવી હતી, પરંતુ પોતે જ બદલાઈ ગઈ. આખરે હરિદાસનાંં ચરણોમાંં પડીને ક્ષમા માગીને ચાલી ગઈ. તે વેશ્યા વેશ્યા મટીને તપસ્વીની બની ગઈ. તે પોતે હરિનામનો જપ કરવામાંં તન્મય બની ગઈ. સાધુસંંગ અને નામશ્ર વણનો આવો મહિમા છે.
તદનંતર નવદ્ર્રીપમાંં ચૈતન્ય મહાપ્રભુના આશ્રમે આવીને રહે છે. ત્યાંં પણ તેમનું હરિનામ સંકીતૅન વધુ જોરથી ચાલુ રહે છે. સંન્યાસ ધારણ કરીને ચૈતન્ય મહાપ્રભુ
જગન્ન્નાથપુરીમાંં રહે છે. હરિદાસ પણ પુરીમાંં આવીને રહે છે. ચૈતન્ય મહાપ્રભુની આજ્ઞાથી હરિદાસ કાશી મિશ્રા ના બગાચામાંં કુટિયા બનાવીને રહે છે.
હરિદાસના દેહત્યાગ વખતે ભક્ત મંડળી સહિત ચૈતન્ય મહાપ્રભુ ત્યાંં ઉપસ્થિત હતા. તેમણે જ હરિદાસની સમાધિ બનાવી. આજે પણ જગન્ન્નાથપુરીના
દરિયાકિનારે હરિદાસજીની સમાધિ અવસ્થિત છે. આવા હતા – હરિદાસજી! અને આવો છે-હરિનામનો મહિમા !

More from Rahul Viramgamiya

More Article

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

ડિસેમ્બર , 2024

શનિવાર

21

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects