Gujaratilexicon

ગુજરાતી ભાષામાં સંક્ષેપ લેખનની રીત

November 28 2019
Gujaratilexicon

સંક્ષેપીકરણ એટલે મૂળ પરિચ્છેદ કે લખાણનું હાર્દ જળવાઈ રહે તે રીતે કરેલો સંક્ષેપ. ભાષાનો કરકસરથી ઉપયોગ કરવાની કળા હસ્તગત કરવા માટે સંક્ષેપીકરણની તાલીમ જરૂરી છે. પ્રશ્નપત્રમાં આપેલ આશરે ૧૦૦થી ૧૨૫ જેટલી શબ્દમર્યાદામાં છાપેલા પરિચ્છેદ કે ગદ્યખંડમાંથી ગમે તેમ વાક્યો ઉઠાવીને ભેગાં કરી નાખવાથી કે તે તૃતીયાંશ શબ્દો કાઢી નાખી બાકીના વાક્યો ગોઠવી, ગમે તેમ થીંગડા મારી દેવાથી સંક્ષેપીકરણ થતું નથી. પરંતુ મૂળ પરિચ્છેદમાં રજૂ થયેલ લેખકના વક્તવ્યને કે કથયિતવ્યને ઓછામાં ઓછા શબ્દો દ્વારા રજૂ કરવાની સમજ અતિ આવશ્યક છે. આ માટે તમે નીચેની રીતને અનુસરો :

  • પ્રશ્નપત્રમાં આપેલ ગદ્યખંડ બરાબર સમજાય તે રીતે, શાંત અને એકાગ્રચિતે વાંચો અને તેનું તાત્પર્ય સ્પષ્ટ થાય તે માટે ફરીથી તે ગદ્યખંડ વાંચી જાઓ.
  • મૂળ ગદ્યખંડમાંથી મહત્ત્વના મુદ્દાઓ જુદા તરવો અને ક્યાંય કશું રહી જતું નથીને તેની ચકાસણી કરો. મુખ્ય મુદા નીચે પેન્સિલથી અન્ડરલાઇન કરી શકાય.
  • સંક્ષેપીકરણ માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવી શકાય. જેવી કે,…
  • તમારા પ્રશ્નપત્રમાં આપેલ ગદ્યખંડમાં રેખાંકિત (લીટી દોરેલા) કે ઘાટા અક્ષરે છાપેલા શબ્દો કે શબ્દસમૂહો માટે તેની નીચે સૂચનામાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તેના ઉપયોગ દ્વારા સંક્ષેપ કરી શકાય.
  • મૂળ પરિચ્છેદમાં તમને એમ લાગે કે જુદાજુદા વાક્યો ભેગા કરવાથી વધારાના વિશેષણો, ક્રિયા વિશેષણો કે કયારેક ક્રિયાપદો ટાળી શકાય. એમ છે, તો ત્યાં વાક્યોને ભેગા કરી સંક્ષેપ કરી તેમને પરિચ્છેદ રૂપે લખી શકાય.
  • મૂળ ગદ્યખંડ કે પરિચ્છેદમાં વધારાની લાગતી વિગતોને તમે વિવેકપૂર્વક કાઢી નાખજો. જેવી કે ગદ્યખંડમાંના વિચારને રજૂ કરતા દૃષ્ટાંતો કે ઉદાહરણો, અવતરણો કે દલીલો, અલંકારો કે સરખામણીઓ વગેરે.
  • મૂળ ગદ્યખંડમાં એક જ વિચારનું પુનરાવર્તન થતું જણાય તો એમાંના મુખ્ય હાર્દને પકડી લઈ પુનરાવર્તન ટાળજો. એક જ ભાવને વારંવાર પ્રગટ કરતાં પર્યાયવાચી કે સમાનાર્થી શબ્દો, વિશેષણો, રૂપકો કે પ્રતીકો યા કલ્પનોને વિવેકપૂર્વક દૂર કરજો.
  • વિચારોની ક્રમિકતા જળવાય, કોઈ મહત્ત્વનો મુદ્દો રહી ન જાય અને તમારા તરફથી ગદ્યખંડમાં ન હોય એવો કોઈ નવો મુદ્દો ઉમેરાઈ ન જાય તેની કાળજી રાખી સંક્ષેપ કરજો.
  • સૂચનામાં દર્શાવ્યા પ્રમાણે ત્રીજા ભાગ જેટલો સંક્ષેપ કરજો. સાદી અને સરળ ભાષામાં સંક્ષેપ કરજો. વધુ પડતો ટૂંકો કે લાંબો સંક્ષેપ ન થઈ જાય તેની કાળજી રાખજો.
  • સંક્ષેપ કર્યા પછી મથાળે આખા ફકરાના મુખ્ય વક્તવ્ય કે હાર્દને ટૂંકમાં સ્પષ્ટ કરે તેવો કોઈ સચોટ ને વેધક શબ્દ કે શબ્દસમૂહ સંક્ષેપના શીર્ષક તરીકે પસંદ કરજો.

મહાવરા માટે ગદ્યખંડ

        “નિરીક્ષણ કરનાર અને વિચાર કરનારને સ્પષ્ટ જણાશે કે પંથી જયારે આત્મા વિનાના મડદા જેવા થઈ કોહવા માંડે છે અને તેમાંથી ધર્મના આત્માનું નૂર લોપ થઈ જાય છે ત્યારે જ તેઓ સંકુચિત દૃષ્ટિ બની એકબીજાને વિરોધી અને દુશ્મન માનવા-મનાવવા માંડે છે. આ કોહવાટ કેવી રીતે શરૂ થાય છે અને તે કેમ વધ્યે જાય છે એ જાણવું હોય, તો બહુ ઊંડાણમાં જવું પડે તેમ નથી. શાસ્ત્રો, તીર્થો, મંદિરો, વગેરે પોતે જડ અને નિષ્ક્રિય હોઈ બીજા ક્રિયાશીલો દ્વારા જ પ્રેરાય છે. એવા ક્રિયાશીલો એટલે દરેક ધર્મના પંડિત, ગુરુ અને ક્રિયાકાંડીઓ જ્યારે એવા પંડિતો, ગુરુઓ અને ક્રિયાકાંડીઓ પોતે જાણ્યે-અજાણ્યે ધર્મની ભ્રમણામાં પડી જાય છે અને ધર્મના મધુર તેમજ સરલ આશરા નીચે તેઓ વગર મહેનતિયું, સગવડિયું અને જવાબદાર બન્યા વગરનું જીવન જીવવા લલચાય છે ત્યારે જ ધર્મના દેહો આત્મા વિહોણા બની સડવા લાગે છે. કોહવા માંડે છે.”

  • પંડિત સુખલાલજી

લેખના લેખક : નટવર આહલપરા

જાણો આ શબ્દનો અર્થ (Meaning in Gujarati)

સંક્ષેપીકરણ – સંક્ષેપ કરવો તે

તાત્પર્ય – રહસ્ય, સાર, તત્ત્વ, મર્મ. (૨) ઉદ્દેશ, હેતુ, મતબલ, આશય, ‘મોટિવ’ (વિ○ર○), ‘ઇન્ટેન્શન’

Most Popular

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects