ભક્તિમાર્ગના પ્રચારક – સંત જ્ઞાનેશ્વર
November 23 2019
Written By Rahul Viramgamiya
ભારતમાંં ભકિત-તત્ત્વજ્ઞાનના પ્રસાર-પ્રચારમાંં સંતોનું પણ મૂલ્યવાન પ્રદાન છે. ચૌદમી-પંદરમી સદીના મધ્યકાળમાંં ભારતના વિવિધ પ્રાંંતોમાંં એવા અનેક સંત-મહાત્માઓ થયા, જેમણે પોતપોતાની ગુજરાતી, મરાઠી વગેરે પ્રાંંતીય ભાષાઓમાંં ભજનો, સાખી, દોહા, છપ્પા, છંદ, અભંગ વગેરેની સરળ ભાષામાંં રચનાઓ કરીને ભકિતમાર્ગે અને જ્ઞાનમાર્ગેનો સમન્વય થયો, વેદોપનિષદ- ગીતાનું તત્ત્વજ્ઞાન સુબોધ પદ્યોમાં અવતારીને વ્યાપક જનસમાજમાંં પ્રચલિત કર્યુઁ. આવા સંતોમાંં મહારાષ્ટ્ર એક સુપ્રસિદ્ધ સંત જ્ઞાનેશ્વર.
નાથ પરંપરા અને જ્ઞાનેશ્વર: જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાંં જ્ઞાનસંપન્ન ભકિત માગૅના આઘ પ્રચારક અને સુધારક તરીકે પૂજનીય સ્થાન પ્રાપ્ત કયું. નાસિક-ગોદાવરીના ક્ષેત્રમાંં વેદપાઠી અને રામાનંદીય શિષ્ય પરંપરાના વિડ્ડલપંત થયા. એમને પત્ની રુકિમણીથી ચાર સંતાન થયા: નિવ્રૃત્તિનાથ,જ્ઞાનેશ્વર,સોપાનદેવ અને મુક્તાબાઈ.જ્ઞાનેશ્વરનો જન્મ ભાદ્રપદ શુકલ અષ્ટમી, સં.1332 માંં થયેલો. ચારેય સંતાન ભગવદૂ ભક્ત અને જ્ઞાની થયાંં. નિવૃત્તિનાથની તો ગુરુ પરંપરા પ્રવર્તિત થઈ. પોતાના ભાઈ જ્ઞાનેશ્વરના પણ તે ગુરુ થયા.મત્સ્યેન્દ્રનાથ, ગોરક્ષનાથ વગેરે નાથ સંપ્રદાયના આચાર્યો પ્રસિદ્ર છે. નિવ્રત્તિનાથે નાથ પંથમાંં દીક્ષા લીધી, તેથી જ્ઞાનેશ્વર પણ એ પરંપરામાંં દીક્ષિત થયા.
More from Rahul Viramgamiya
More Article
Interactive Games
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.