પહેલું પહેલું મંગળિયું વરતાય રે,
પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે,
અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે,
બન્ને પક્ષે આનંદ અતિ ઊભરાય રે.
બીજું બીજું મંગળિયું વરતાય રે,
બીજે મંગળ રૂપાના દાન દેવાય રે,
માંડવડામાં મંગળ ગીતો ગવાય રે,
સૌને હૈયે અતિ હરખ ન માય રે.
ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે,
ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે,
અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે,
બન્ને પક્ષે આનંદ અતિ ઊભરાય રે.
ચોથું ચોથું મંગળિયું વરતાય રે,
ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે,
ફૂલડાં કેરી ફોરમ બધે પ્રસારાય રે,
શુભ દિન આજે શુકનનો કહેવાય રે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.