તમે કે’દુના કાલાવાલા કરતા’તા,
તમે મુંબઈથી મહેસાણા ફરતા’તા,
તમે ઝાઝી તે વાતો મેલો મારા વેવાઈ,
તમે કે’દુના કાલાવાલા કરતા’તા.
તમે (વધુનું નામ બોલવું)બેનને જોઈ ગયા,
મારા નવલા જમાઈ મોહી ગયા,
તમે કે’દુના કાલાવાલા કરતા’તા.
તમે (વધુના પિતાનું નામ બોલવું)ભાઈને ભોળવી ગયા,
તમે (વધુની માતાનું નામ બોલવું)બેનને ભોળવી ગયા,
તમે કે’દુના કાલાવાલા કરતા’તા.
તમે (વરના વિસ્તાર/ગામનું નામ બોલવું)થી (વધુના વિસ્તાર/ગામનું નામ બોલવું) ફરતા’તા,
તમે ફેશનની ફીશિયારી મેલો મારા વેવાઈ,
તમે કે’દુના કાલાવાલા કરતા’તા.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.