મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ,
સોનાની ચાંચે રે મોરલો મોતી ચરવા જાય.
મોર જાજે ઊગમણે દેશ, મોર જાજે આથમણે દેશ,
વળતો જાજે વેવાયુને માંડવે હો રાજ.
વેવાઈ મારા સૂતો છે કે જાગ, વેવાઈ મારા સૂતો છે કે જાગ,
(વરનું નામ) વરરાજે સીમડી ઘેરી માણારાજ.
સીમડીએ કાંઈ ચમર ઢોળાવ, સીમડીએ કાંઈ ચમર ઢોળાવ,
ચમરનો હોંશી વીરો મારો આવ્યો માણારાજ.
વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ,
(વરનું નામ) વરરાજે ઝાંપલા ઘેર્યા માણારાજ.
ઝાંપે કાંઈ છાંટણાં છંટાવ, ઝાંપે કાંઈ પાણીડાં છંટાવ,
ઠંડકુંનો હોંશી વીરો મારો આવે માણારાજ.
વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ,
(વરનું નામ) વરરાજે શેરીયું ઘેરી માણારાજ.
શેરીએ કાંઈ ફૂલડાં પથરાવ, શેરીએ કાંઈ ફૂલડાં પથરાવ,
સુગંધીનો હોંશી વીરો મારો આવે માણારાજ.
વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ,
(વરનું નામ) વરરાજે માંડવો ઘેર્યો માણારાજ.
માંડવડે કાંઈ લાડકી પધરાવ, માંડવડે કાંઈ લાડકી પધરાવ,
લાડકીનો હોંશી વીરો મારો આવે માણારાજ.
ગોત્રીજે કાંઈ રમતું મંડાવ, ગોત્રીજે કાંઈ રમતું મંડાવ,
રમતુંનો હોંશી વીરો મારો આવે માણારાજ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.