સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફણસે કે વાણલાં ભલે વાયાં રે,
સૂતા જાગો રે વાસુદેવના નંદ કે વાણલાં ભલે વાયાં રે.
સૂતા જાગો રે સુભદ્રા બેનીના વીર કે વાણલાં ભલે વાયાં રે,
તમે જાગો રે જાગે સહુ દેવ કે વાણલાં ભલે વાયાં રે.
લેજો લેજો રે દાતણ ને ઝારી કે વાણલાં ભલે વાયાં રે,
બેસજો બેસજો તુલસીને ક્યારે કે વાણલાં ભલે વાયાં રે.
મુખ લૂજો રે પામરિયુંને છેડે કે વાણલાં ભલે વાયાં રે,
લેજો લેજો શ્રી રામના નામ કે વાણલાં ભલે વાયાં રે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.